MITA PATHAK

Abstract Tragedy Others

4.8  

MITA PATHAK

Abstract Tragedy Others

દિવાળી તારી યાદ

દિવાળી તારી યાદ

2 mins
195


અમારો પરિવાર જયારથી અબુધાબી આવ્યા, ત્યારથી જાણે બસ બહુ ખાસ નહિ પણ દશ બાર ફેમિલી સાથે દિવાળી થાતી એમાંય શિફ્ટ ડયુટી એટલે અમારે ખરા ચાર દિવસ નાઇટ શીફટ માં જ જતી એટલે ઘરમા હું ને મારો દીકરો હોય એ..દીકરા ને આપણા તહેવાર છે અને એમાં શું હોય તેવું એને સમજાવતા અને ઘરમાં  રંગોળી ને પૂજા પાઠ અને થોડી મિઠાઈ પણ બનતી અને ફોનથી ઘરે વાત થતી આમ દિવાળી છે એવી અને સમજ થતી. હવે થાય એવુ દિવાળી નો સમય હોય એટલે રાત્રે દીકરો તો સૂઈ જાય પણ દિવાળી ના તહેવારની વાતો સાંભળીને ....મને ઊંઘ ન આવતી ..

     મને ઊંઘ આવે જ નહિ પતિ સાથે એકાદ વાર વાત કરીને હું તો ટાઇમ ટ્રાવેલ કરવા નીકળી જતી ખુલી આંખે, કેમ કે ઊંઘ કોને આવે. કેટલો પ્રયત્ન કર્યો પણ ન આવી. આખરે મારી મમ્મી સાથે અને બહેનો સાથે હું પહોંચી ગઈ એ દિવસોમાં....!! નવા કપડા લેવા કેવા ફરતા ને કપડાનું કામ પતે એટલે તરત ઘર માટે સુસોભનની વસ્તુઓ લેવાની. કુંભારના ત્યાંથી દીવા લઈ ને ઘરે આવવું. મમ્મીને બહેનો સાથે મળીને એ અવનવી વાનગીઓ બનાવી જેમકે સુવાળી, મઠિયા, મગજ, ઘૂઘરા, શકકરપારા, ચેવડો, વગેરે. ઓહ મોંમા પાણી આવી ગયું. સવારે વહેલા ઊઠી જજો એવી મમ્મી બૂમો પાડતી એટલે અમે જલદી સૂઈ જતા અને 4 વાગે જાગી ને સીધા ફટાફટ ફટાકડાની કોથળીમાંથી બોમ કાઢી ને ખિસ્સા મુકી આંગણની સાફસૂફી કરીને કચરો બરી જવા આવે એટલે ફટાફટ દોડીને એમાં બોમ્બ મૂકી દેવાનો અને ભાગવાનું અને એટલું ખુશ થવાનું કે એ પહેલો બોમ્બ મે ફોડ્યો. ...એ હેપી દિવાળી.

   બીજી બાજુ બહાર આંગણમાં સરસ લીંપણ કરી ને રંગોળી કરવાની અને બહાર આંગણમાં ફૂલ તોડવા આવતા લોકો ને જય શ્રી કૃષ્ણ કહેવાના, આમ બધા ને મળવાનું અને રોજ નવી રંગોળી ના વખાણ સાંભળવા અને ઉપરથી એમના ઘરે પણ તું રંગોળી કરવા આવજે એવું કહેતા. ....આવું સાંભળીને એટલો આનંદ આવતો એની વાત જ ન પૂછો !. અને તરત ફટાફટ નાહી ધોઇને બે કિલોમીટર દૂર દર્શન કરવા બધી સહેલીઓ સાથે રોજ નવા કપડા પહેરીને દર્શન કરવા ચાલીને જવાની કેવી મજા આવતી હતી. આવી ને મમ્મી પપ્પા અને વડીલોને પગે લાગી આશીર્વાદ લેવાના.... અને ઉપરથી કડક એક રુપિયાની નોટ ભેગી કરવાની. ..! દિવાળી ના તહેવારમાં ઘરમાં પૂજા પાઠ અને બધા જ તહેવાર કેટલું મહત્વ હતું અને વળી આપને આપણા વડીલો કેવું સમજાવતા ! . .વાહ કેવા સરળ જીવન લાગતું એ ... ..!

યાર....હું કેવી ફરીને આવી આ ઊંધ કેમ આવતી નથી. રાતના બે વાગી ગયા સવારે દીકરાને સ્કુલ જવાનું છે. આપણી જેમ તેને થોડુ દિવાળી વેકેશન છે !? એમ પણ હવે ધીમે ધીમે તહેવારોનું અને સંબંધોનું મહત્વ ઓછું થઈ ગયુ છે. આધુનિક યુગમાં મોબાઈલ તેનું સ્થાન લઈ લીધું છે. બધુ મોબાઈલથી પતી જાય રુબરુ સમય મળે તો જવાય નહિ પછી કયારેક મળી આવીશું. હમણા તો ફિલ્મ જોવા જતા રહેવું ...કે પછી ચારપાંચ દિવસ બહાર ગામ ફરી આવી એટલે... દિવાળી પૂરી આખુંય વરસ તો એકલા જ રહે...અને પરિવાર સાથે રહેવાના તહેવારને પણ મુસાફરી બનાવી દીધી.....   ચાલ સૂઈ જઉ. દિવાળીની યાદો એ તો મારી ઊંઘ ઉડાડી દીધી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract