Bindya Jani

Tragedy

3  

Bindya Jani

Tragedy

દિલીપ ડરામણો

દિલીપ ડરામણો

1 min
204


તે નાનો હતો ત્યારથી જ તેની આદત હતી જે કોઈ ઘરે આવે તેને અલગ અલગ માસ્ક પહેરીને ડરાવે. તે બાળ સહજ તેની રમત હતી. બધા જ બાળકોને ડરાવ્યા પછી જોર જોરથી તાળી પાડીને હસે. આ એનો રોજનો ક્રમ. 

આમ તે ફળિયાના બધા જ છોકરાઓને ડરાવતો રહેતો. જે તેના માસ્કથી ન ડરે તેને બીજા કોઈ પણ બિહામણાં અવાજ કાઢીને ડરાવે, ને પછી જોર જોરથી તાળી પાડીને હસે. આમ તેનું બાળપણ મોજ મસ્તીમાં વીતી ગયું. હવે તો દિલીપ મોટો થઈ ગયો. તે પોતાના ભણવામાં વ્યસ્ત થઈ ગયો. સારા માર્કસે પાસ થઈ કામ ધંધે પણ લાગી ગયો. 

એક દિવસ તે જે દુકાનમાં કામ કરતો હતો તે દુકાનની અંદર એસિડની બોટલ રાખવા જતો હતો. અને અચાનક તેના હાથમાંથી બોટલ પડી જતા તેના શેઠે જોરથી રાડ પાડી. તે ખૂબ જ ડરી ગયો શેઠની રાડથી. અને તે પણ એસિડ ઉપર પડ્યો. તેના ચહેરા પર એસિડ લાગી ગયું. અને તે દાઝી ગયો. તેનો ચહેરો બિહામણો થઈ ગયો. હોસ્પિટલમાં થોડા દિવસ રહેવું પડ્યું. તેની તરત જ સારવાર થઈ. પણ તેનો અસલી ચહેરો ડરામણો થઈ ગયો હતો. તેના મિત્રો તે નાનો હતો. ત્યારે તેને "દિલીપ ડરામણો" કહીને ચીડવતા તે બધા જ મિત્રો દિલીપની આવી દશા જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા દિલીપે તેમના મિત્રોને કહ્યું, "જુઓ, હવે હું દિલીપ ડરામણો જ લાગુ છું ને ?" 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy