Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

mariyam dhupli

Romance Inspirational Thriller


4  

mariyam dhupli

Romance Inspirational Thriller


દિલ ચીર કે દેખ ( ભાગ - ૬ )

દિલ ચીર કે દેખ ( ભાગ - ૬ )

4 mins 219 4 mins 219

રાત્રીનાં લગભગ બે થયા હતાં. આખું શહેર ગાઢ નીંદરમાં પોઢી ગયું હતું. સુમસાન રસ્તાઓ કૂતરાંના ભસવાનાં અવાજો થકી વધુ ભયભીત ભાસી રહ્યા હતાં. ઓટોરીક્ષાએ રેલવેસ્ટેશન આગળ આવી ધારદાર બ્રેક લગાવી. હું ઝડપભેર નીચે ઉતર્યો અને ભાડું ચૂકવી દીધું. મારી બેગ ખભા ઉપર વ્યવસ્થિત ગોઠવી. રિસ્ટવોચ તરફ નજર કરી. ફક્ત ૨૦ મિનિટ બચી હતી. કયા પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની હતી એ જાણવા ઝડપભેર મારાં ડગલાં સ્ટેશનની અંદર તરફ ઉપડ્યા. 

દિશાએ પાછળ તરફથી મારો હાથ થામ્યો અને મારા ડગલાં આગળ વધતા અટક્યા. 

"શું થયું ? જલ્દી કર. આપણી પાસે બહુ સમય નથી. ૨૦ મિનિટમાં ટ્રેન આવી પહોંચશે. "

દિશાની આંખોમાં ઝળઝળ્યા હતાં. 

"થેન્કયુ સિદ્ધાર્થ. "

મેં મારો હાથ દર વખત જેમ એનાં માથે મૂક્યો. 

"આ બધી ઔપચારિકતાઓ માટે આ સ્થળ નથી અને આપણા સંબંધમાં પણ એનું સ્થળ નથી. નાવ હરી અપ્પ !"

હામીમાં સ્મિત જોડે ડોકું ધૂણાવતી મારા કદમ જોડે કદમ મેળવતી એ પણ પ્લેટફોર્મની દિશા તરફ ડોટ મૂકી રહી.  

અમે બધુંજ પાછળ છોડી આવ્યા હતાં. આજથી જીવનની એક નવી શરૂઆત થવાની હતી. સહેલું તો ન હતું. પણ 

એકબીજાનાં સાથ જોડે દરેક મુશ્કેલીઓનો સામનો કરી લેવા અમે કાળજું તૈયાર કરી લીધું હતું. દિશાનાં માતા-પિતાને પૈસા આગળ અને બા-પિતાજીને અભ્યાસ આગળ કશું દેખાતું ન હતું. ન બાળકોનો પ્રેમ, ન એમની ખુશી. લગ્ન માટે બન્ને ઘરમાંથી કદી પરવાનગી મળવાની ન હતી. ઘર છોડી ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો, ન કોઈ ઉકેલ. હું દિશાને મારી નજર આગળ અન્ય કોઈની બની જતી નિહાળી શકતો ન હતો. ન એ મારા સિવાય કોઈની જોડે જીવન વિતાવી શકતી હતી. 

એક અઠવાડિયા પહેલાંજ અમારો પ્લાન તૈયાર થઇ ગયો હતો. હું ઘરેથી ચોરીછૂપે પૈસા ભેગા કરવા માંડ્યો હતો. પિતાજી બેન્કની બધીજ જવાબદારીઓ મને સોંપતા. મારી જોડે લીધેલી બેગમાં એક ખાસ્સી મોટી રકમ હતી અને મમ્મીનાં ઘરેણાં પણ. આખરે એ બધું મારુંજ હતું ને !

ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર પર આવવાની હતી. સદ્દભાગ્યે ત્યાં અત્યંત ઓછા લોકો હતાં. એમાં પણ અમને કોઈ ઓળખી કાઢે એવા એક પણ માણસની હાજરી ન હતી. છતાં મનમાં ધ્રાસ્કો હતો. જેમ બને એમ જલ્દી ત્યાંથી નીકળી છૂટવું હતું. 

"સિદ્ધાર્થ, ટોયલેટ ! " 

દિશાને વોશરૂમ જવું હતું. એક્ચ્યુલી મારે પણ જવું હતું. ફક્ત દસ મિનિટ હતી. અમે બન્ને દોડતા ભાગતા શૌચાલય પહોંચ્યા. દિશા અંદર ગઈ. મારી નજર હજી પણ ટ્રેનનાં આગમનની દિશામાં જ સ્થિર હતી. શ્વાસ બમણા વેગે અંદર બહાર થઇ રહ્યા હતાં. એકવાર ટ્રેન આવી જાય અને શહેરની સીમાંથી દૂર નીકળી પડીએ તો જીવમાં જીવ આવે. 

દિશા બહાર આવી. ફક્ત પાંચ મિનિટ બચી હતી. મેં ઝડપથી બેગ દિશાને પકડાવી ને પુરુષ માટેનાં શૌચાલયમાં ધસી ગયો.  એકજ મિનિટમાં કામ પતાવ્યું અને ભાગતો બહાર નીકળ્યો. 

"લેટ્સ ગો...લેટ્સ ગો...હરી અપ્પ...ટ્રેન આવતીજ......"

દિશા ત્યાં ન હતી. કદાચ આગળ ગઈ હશે એ વિચારે હું અમારાં કોચ નંબર તરફ ભાગ્યો. પણ દિશા કશે ન દેખાઈ. મારાં મનમાં હવે ધ્રાસ્કો પડ્યો. રાત્રી ક્રાઈમનાં કિસ્સાઓ શહેરમાં રેકોર્ડ તોડ વધી ગયા હતાં. ચોરી, લૂંટફાટ, બળાત્કાર, ગેંગ રેપ, અપહરણ...... સમાચાર ચેનલો માહીતિઓથી ઉભરાઈ રહ્યાં હતાં. દિશા હવે મારી જવાબદારી હતી. એની સુરક્ષા મારી ફરજ હતી.  

આવાં સૂમસાન પ્લેટફોર્મ ર્ઉપર ઉપસ્થિત લોકોને પૂછપરછ કરી જોઈ. 

"ગુલાબી રંગનાં સલવારકમીઝ પહેરેલી કોઈ યુવતીને નિહાળી ? " 

બધાએ નકારમાં ડોકું ધુણાવ્યું. ચાની લારી તરફ ડોટ મૂકી. બુક સ્ટોલનો ચક્કર લઇ આવ્યો. ટ્રેન આવી પહોંચી. 

ધીમે ધીમે મારો અવાજ ઊંચે ઉઠ્યો.  "દિશા....દિશા....દિશા...." 

ટ્રેનમાંથી કેટલાક મુસાફરો ઉતર્યા. કેટલાક ચઢ્યા. હું પાગલની માફક દિશાનાં નામની સાદ પાડતો આખા પ્લેટફોર્મ ઉપર અહીંથી ત્યાં દોડતો રહ્યો. દિશા કશે ન દેખાઈ. હું શરમ હયા એકતરફ ફેંકી સ્ત્રીઓ માટેનાં શૌચાલયમાં પણ પ્રવેશી ગયો. આખું શૌચાલય વેરાન હતું. બહાર તરફથી ટ્રેન ઉપડવાની શરૂઆત થઇ. 

"ઓહ,નો. "

હું ફરી પ્લેટફોર્મ ઉપર પહોંચ્યો. ધીમી ગતિએ આગળ વધતી ટ્રેન જોડે હું પણ એજ તરફ ભાગતો ગયો. ચારે તરફ ગાંડાતૂર બની નજર ફેરવતો ગયો. મારી દિશા કશે ન હતી. 

ટ્રેનનો છેલ્લો કોચ પ્લેટફોર્મ છોડી ગયો અને ઉજ્જડ પ્લેટફોર્મ ઉપર હું એકલો પાછળ છૂટી ગયો. એ સન્નાટા વચ્ચે એક અંતિમવાર મારો દર્દ સભર અવાજ ગૂંજી ઉઠ્યો. 

"દિશા...."

મારાં મિત્રએ ઓરડામાં પ્રવેશ કર્યો કે ભૂતકાળમાંથી હું ફરી વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. મારાં કપાળ ઉપર પરસેવો ઘેરાઈ આવ્યો. ભૂતકાળની યાદોએ શરીરનાં રુંવાડા ઉભા કરવાની સાથે ચહેરાનો રંગ પણ બદલી નાખ્યો હતો. મારાં મિત્રએ આંખોનાં ઈશારે 'શું થયું ?'નો અચરજ અભિવ્યક્ત કર્યો. મેં ગરદન હલાવી સૌ ઠીક હોવાની તસલ્લી કરાવી.  મારી આગળ ધરાયેલાં એ નગ્ન શરીર તરફ એણે એક નજર કરી અને મને કામ શરૂ કરવાનો ઈશારો કર્યો. 

મારે આગેવાની કરવાની હતી. ક્યાંથી શરૂ કરું ? મનની મૂંઝવણને સંકેત આપતું ભૂતકાળમાંથી ગુલાબ જેવાં હોઠમાંથી છૂટેલું ગીત મસ્તિષ્કમાં ફરી ગૂંજી ઉઠ્યું. 

'દિલ ચીર કે દેખ, તેરાહી નામ હોગા.... ' અને મારાં હાથમાં થમાયેલાં ઓજાર વડે મેં પહેલો કાપો હૃદય ઉપર જ બનાવ્યો. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Romance