શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Tragedy Others

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Tragedy Others

ધિમહી

ધિમહી

6 mins
81


ધિમહી સુંદર, પ્રતિભાશાળી છોકરી હતી. તેની સેન્સ ઓફ હ્યુમર અને ડ્રેસિંગ સેન્સ બહુ સારી હતી.

ભણવામાં પણ તે ટોપર હતી. પણ ધિમહીએ નાનપણમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી એટલે સૂમિત્રા બહેન પર પરિવારના ભરણપોષણની જવાબદારી આવી ગયેલી. તેઓ લોકોના છૂટક ઘરકામ કરી ગુજરાન ચલાવતાં. સૂમિત્રાબહેને તેમનાં સંતાનોને કદીયૈ બાપની ગરજ નોહતી સારવા દીધી. સંતાનો જે વસ્તુઓ માંગે તે હાજર. કોઈવાર સૂમિત્રાબહેન બિમાર પણ હોતા છતાં પણ ઘરની આવક ન અટકે એટલે મન મક્કમ બનાવી કામે જતાં. ધિમહી ઘરમાં સૌથી મોટી દીકરી હતી, એટલે એને આર્થિક સહાય કરવા માટે નોકરી કરવાનું વિચાર્યું. તેની આવડત જોઈ બોસે તેને નોકરી પર રાખી લીધી. આ સમાચાર સાંભળી સૂમિત્રાબહેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો. ધિમહી અભ્યાસ પણ કરે રાખતી. ધિમહીએ કહ્યું;"મમ્મી હું હવે નોકરી જાવ છું તો તું હવે ઘરનાં કામ છોડી, તારી તબિયત પર ધ્યાન સાચવ. . .

સુમિત્રાબહેન દીકરીની વાતને ટાળતા કહે"દીકરા ધિમહી તું રહી નાનુ બાળક ઘરે બેસી રહેતા મને કંટાળો આવે, મગજ નકારાત્મક વિચારોમાં ગરકાઈ જાતું હોવાથી કામ કરીશ તોજ મને શાંતિ મળશે. "સમય પસાર થતાં ક્યાં વાર લાગે છે. ધિમહી હવે યુવતી થઈ ગઈ. સૌ કોઈ ધિમહીના કામ અને સ્વભાવને પસંદ કરતું. એક ક્ષણ માટે જો કોઈ દુશ્મન પણ ધિમહીને મળે તો એને પણ વ્હાલી લાગવા લાગે એવું એનું વ્યક્તિત્વ હતું.  એક દિવસ ધિમહી કંપનીની પ્રેઝન્ટેશન બનાવી રહી હતી, ત્યારે અચાનક અરનવભાઈએ કેબિનનો દરવાજો ખટખટાવ્યો, અરનવભાઈ તેમની કંપનીના સિનિયર બોસ હતા. ધિમહી આમ એકાએક બોસને જોઈ ગભરાઈ ગઈ. ત્યારે કંપનીના બોસ અરનવભાઈ કહે;"ધિમહી દીકરા. . . રિલેક્સ. . . . ડરીશ નહીં. "આ સાંભળી ધિમહીને થોડી રિલેક્સ થઈ. "કામમાં ખલેલ પહોંચાડવા બદલે તમારી માફી માંગુ છું, પણ ધિમહી મારે તને કંઈ કહેવું છે, આટલી નાની ઉંમરે તમારી મહેનત બહુ કાબિલેદાદ છે, હું તમને ખુશ થઈ પ્રમોશન આપું છું. "આ સાંભળી ધિમહી તો રાજીના રેડ થઈ ગઈ. જોવો ધિમહી એક વાત કહું જો તમને ખરાબ ન લાગે તો. "મારો દીકરો કૃણાલ તને કેવો લાગે છે, તારા જેવી વહૂ અમારા ઘરમાં પગલાં પાડશે તો અમારા જેવા ભાગ્યશાળી બીજા કોઈ જ નહીં. જો તું હા પાડે તો મારા દીકરાની સાથે તારી વાત ચલાવું, મારો દીકરો તને ખુબ પસંદ કરે છે, પણ તું હાલ સ્ટાર્ફમાં કોઈને પણ વાત કરતી નહીં"

ધિમહી બોસને વિનંતી કરતાં કહે "સર તમારી હું ખૂબ ઈજ્જત કરું છું, પણ સર શક્ય હોય તો મને માફ કરજો પણ તમારી આ વાત હું નહીં સ્વીકારી શકું. " અરનવભાઈએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું કે દીકરા ધિમહી કેમ એનું કંઈ કારણ ? ધિમહી કહે "સર હું જો લગ્ન કરું તો મારા પરિવારનું શું થાય ? મારા ભાઈ બહેન નાના છે, મમ્મીની તબિયત પણ નથી સારી રહેતી તો ઘરનું ગુજરાન કેવી રીતે થાય, માટે સર શક્ય હોય તો મને માફ કરજો. "  આ સાંભળી બોસ સહિત તમામ સ્ટાફ મિત્રોની આંખો ભીની થઈ ગઈ, તો કૃણાલ શું કામ બાકાત રહે, એને આજ પોતાની પસંદ માટે ગર્વ થવા લાગ્યો. બોસ કહે"હું તારી મમ્મી જોડે તારો હાથ માંગવા આવે, અરે દીકરા ધિમહી એ તો હું તારી મમ્મી જોડે વાત લઈશ કરીશ. બોસની વાત સાંભળી ધિમહી નિ:શબ્દ થઈ જાય છે, ત્યારે તેની ખાસ સહેલી મુક્તિ સમજાવે છે કે"

કૃણાલસર બહુ સારા માણસ છે, એ તને જો પસંદ કરતાં હોય તો તારી જિંદગી બદલાઈ જશે, ધિમહી તું થોડો વિચાર કર આટલી સારી વાત જતી ન કરાય, પછી તારી મરજી. મુક્તિ કહે કે "મારી જગ્યાએ આન્ટીને ખબર પડશે તો તને આ જ સમજાવશે, જોજે તું " ધિમહી નિરાશા સાથે કહે છે, એ તો પછી જોવાયું જશે, જેવી વિધાતાની ઈચ્છા એમની સામે સૌ નતમસ્તક છે. " ધિમહીની આ વાત સાંભળી મુક્તિ બે ઘડી વિચારતી જ રહી. તે ધિમહીને સમજાવતા કહે"એ ધિમહી પણ તને વાંધો શું છે, આમાં ? શું ખામી છે આપણા કૃણાલ સર માં ? તને ખબર છે કેટલી છોકરીઓ કૃણાલ સર પાછળ મરતી હતી એ લિસ્ટમાં હું પણ હતી, અને એક તું છે. જે ધિમહી મોઢું ધોવા જાય છે. ધિમહી ચિંતાતુર મુક્તિ સમક્ષ પોતાનો મત રજુ કરતાં કહે અરે "મુક્તિ તું મને સમજવા પ્રયત્ન કર હું આ લગ્ન કેવી રીતે કરું મમ્મી મારી શ્વાસની બિમારીથી પિડાય છે પણ મન કાઠુ રાખી ઘરનાં કામો કરે જાય છે. મારા ભાઈ બહેન હજુ નાના છે. અને હું જો લગ્ન કરી આવી જાવ તો મારા નાના ભાઈ બહેનનું કોણ ? મારે પછી એટલું પણ સ્વાર્થી ન બની જવાય તું સમજ મુક્તિ, આ સાંભળી મુક્તિ ભાવુક થઈ કહે"મિત્ર ધન્ય છે !" એમાં"ધન્યતા શેની !"જ્યારે અમે નાના હતાં, ત્યારે પપ્પાની છત્રછાયા ગૂમાવી, મમ્મી માટે તો બીજા લગ્નની વાતો પણ આવતી હતી, પણ છતાં મમ્મીએ અમારા ખાતર પોતાની ખુશીઓનુ બલિદાન કરી આખી જિંદગી અમારા માટે હોમી દીધી. અને હવે મમ્મીને સાચવવાની જવાબદારી આવી એટલે હું આમ પાછી પાની કરું તો મને કુદરત પણ ન બક્ષે. ધુમાં ઉમેરતા કહે"કૃણાલ સર માટે પોતાની માં ને અસહાય હાલમાં છોડી દઉ તો કૃણાલ સર પણ મારી ઈજ્જત ન કરે. "આટલું કહેતાની સાથે સાથે જ ધિમહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. " બંને મિત્રો વચ્ચે ચાલતી વાતચીત કૃણાલ સાંભળે છે, તેને કોઈ એવી છોકરી જોઇતી હતી કે જે તેના પરિવારનો ખ્યાલ રાખી શકે. તેની મિત્ર સાથી અને જ્યાં તે રાહ ચૂકે ત્યાં તેની ગુરુ બને એવી પત્ની જોઈતી હતી. તે બધાં જ ગુણો ધિમહીમાં હતાં, અને એમાંય પાછો પપ્પાનો સાથ મળતાં એને મન"સોનામાં જાણે સુગંધ ભળી. કૃણાલ મુક્તિને ઇશારા દ્વારા રડતી ધિમહીને શાંત પાડવાનું કહે છે. ધિમહીને કાલે ઓફિસમાં રજાનો દિવસ હતો.

સુમિત્રાબહેનની તબિયત ખરાબ હોવાથી તે આરામ કરી રહ્યા હતા. તેના નાનાં ભાઈ બહેનો રમી રહ્યા હતા. ધિમહી પોતાના નાના ભાઈ બહેનો જોડે સમય પસાર કરી રહી હતી. એવામાં બોસ અને કૃણાલ બે આવી પહોંચ્યા, ધિમહીએ ખુબ આગતા સ્વાગતા કરી, ધિમહી મમ્મીને પરિચય કરાવતાં કહે"મમ્મી આ અમારા બોસ અને એમના દીકરા એટલે કે નાનાબોસ છે. સર મને એમની દીકરી જેવું રાખે છે. સુમિત્રાબહેને પણ બોસ અને કૃણાલને આવકાર્યા. ધિમહી બીજા રૂમમાં ભાઈ બહેન પાસે ચાલી ગઈ. સુમિત્રાબહેન અરનવભાઈ જોડે વાતે વળગ્યા. વાત વાતમાં અરનવભાઈ કહેવા લાગ્યા, બહેન તમારા દ્વારે આ યાચક કંઈ માંગવા આવ્યો છે, તમે આપશો ? " સુમિત્રાબહેન કહે "ભાઈ તમે શું કહેવા માંગો છો હું સમજી નહીં. અમે રહ્યા ગરીબ તમને શું આપી શકવાના. "  અરનવભાઈ વિનંતીપુર્વક કહે "કોણ અમીર અને કોણ ગરીબ. ગરીબ તો હું છું જે તમારા દ્વાર દીકરીનો હાથ માંગવા આવ્યો છું, મારો દીકરો કૃણાલ આપની દીકરીને ખુબ પસંદ કરે છે જો તમારી મરજી હોય તો આગળ વાત ચલાવીએ. " સુમિત્રાબહેનના હરખની કોઈ સીમા ન રહી

તેઓ અરનવભાઈની વાતનો પ્રત્યુત્તર આપતાં કહે "અમારી ધિમહીને આપના જેવા પિતા તુલ્ય સસરા અને દીકરા કૃણાલ જેવો પ્રેમાળ પતિ મળતો હોય તો શું જોઈએ મારે પણ જીવન તો ધિમહી અને કૃણાલે જ સાથે વિતાવવાનુ છે ને એ બંને ને જે પૂછવું હોય તે એકબીજાને પૂછી લે સુમિત્રાબહેન સાદ પાડતા કહે;"એ ધિમહી દીકરા. . . અહીં આવ કૃણાલને તારો કમરો બતાવ. " ધિમહી મમ્મીની વાત સાંભળી હુંકારો ભરે છે.

મમ્મીના કહેવા મુજબ તે કૃણાલને પોતાનો કમરો બતાવે છે. ધિમહી વિનંતી કરતાં કહે, "કૃણાલ તમે લગ્ન માટે ના પાડજો હું અરનવ સરને ના કહી શકું, માટે તમે જ આ સંબંધ માટે ના કહી દેજો. " ધિમહી તું કેમ ના પાડે છે એનું કારણ હું જાણું છું, તારા નાના ભાઈ બહેનનો ખર્ચ અને તેમને ઉચ્ચ શિક્ષણ આપવાથી લઈ મમ્મીને સાચવવાની જવાબદારી પણ મારી, હવે તો તું ખુશ ને ? હવે તો તને આ સગાઈથી કંઈ વાંધો તો નથી ને ? હજી પણ કંઈ સમસ્યા હોય તો તું કહી શકે છે, પછી એવું ન થાય કે મનનું મનમાં રહી જાય ? એટલે વાતનો વિચાર કરજે ધિમહી.

વાતચીત પુરી કરી ધિમહી અને કૃણાલ બહાર આવ્યા, ધિમહીને સુમિત્રાબહેને પ્રેમથી પૂછ્યું દીકરા ધિમહી તને કેવો લાગ્યો કૃણાલ ? અરનવભાઈ ધિમહીને કહે કૃણાલ તને ગમ્યો ? ધિમહીના ચહેરે છલકાતી શરમની લાલીમા કૃણાલ સાથેના સંબંધની મંજૂરી આપે છે. સગાઈના ગોળધાણા પણ વહેંચાઈ જાય છે, કૃણાલ અને ધિમહી લગ્નના બંધનમાં બંધાઈ જાય છે, લગ્ન પછી કૃણાલ ધિમહીના નાનાભાઈ બહેનોની પોતાના બાળકોની જેમ કાળજી લે છે, સુમિત્રાબહેનની સગા દીકરાની જેમ સેવા કરે છે. અનવરભાઈ અને ઈશાબહેન તેમના વેવાણ સુમિત્રાબહેનને તેમના ત્યાં રહેવાનું સૂચન કરે છે, પણ સુમિત્રાબહેનને એકાંત ખુબ પ્રિય છે. દીકરી ધિમહીનો સુખી સંસાર જોઈ સુમિત્રાબહેન નિરાંત અનુભવતા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance