STORYMIRROR

Alpa Vasa

Inspirational

2  

Alpa Vasa

Inspirational

ડોક્ટર તમે પણ?

ડોક્ટર તમે પણ?

1 min
15.4K


થોડા વખત પહેલાં, પતિના પરદેશથી આવેલા ત્રણ  ક્લાયન્ટને લઈને એક રિસોર્ટમાં બે દિવસ રહેવા ગયાં  હતાં. શહેર દૂર ખૂબ જ શાંત રળિયામણું વાતાવરણ હતું. ત્યાં પુરુષવર્ગ તો તેમની મીટિંગમાં બિઝી હતો અને હું... હું ને મારી ચોપડીઓ, મારી લેખીની પણ મારી સાથે ખરી જ.

ત્યાં રિસેપ્શન પર બોર્ડમાં વાંચ્યું કે કોર્નફરન્સ રૂમમાં સાંજે  હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની મીટિંગ છે. તાજેતરમાં જ મારા પપ્પાને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો હતો. મને થયું સમય અને સંજોગનો સદઉપયોગ કરી લઉં. તેમની વાતો સાંભળું ને તેમની પાસેથી થોડી હૃદય વિશેની સમજણ કેળવી લઉં.

સાંજે  મીટિંગના સમયે હું ત્યાં પહોંચી ગઈ. અંદર ગઈ તો આખો રૂમ ધુમાડાનાં ગોટાથી ભરેલો ને દારૂની પણ વાસ આવી. મીટિંગમાં વાર્તાલાપની જગ્યાએ ઠઠ્ઠા-મશ્કરી ને જોક્સ. પાછે પગે રૂમમાંથી બહાર આવી ગઈ. વિચારતી રહી- શું આ એ જ ડોક્ટર, જે શરીર માટે શું હાનિકારક છે તે બરોબર જાણે છે? તે છોડવા બીજાને સલાહ આપે છે, તો પછી આચરણ કેમ નહીં?

 

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational