Bindya Jani

Tragedy

4.2  

Bindya Jani

Tragedy

ઢીંગલી

ઢીંગલી

3 mins
337


અમી શૂન્યમનસ્ક બની દરિયાકિનાારે ક્ષિતિજ જોતાં જોતાં વિચારમાં ખોવાઈ ગઈ હતી. અચાનક તેને કોઈએ ઢંઢોળી. તે ચમકી ગઈ. તેણે જોયું તો ત્રણ - ચાર વર્ષની બેબી તેને, 'આંટી - આંટી' કહીને બોલાવી રહી હતી. તેણે તેની કાલી- ઘેલી ભાષામાં કહ્યું, " આંટી, માલી ઢીંગલી આપો ને !"

      "ઢીંગલી ? મારી પાસે નથી !"

"હું લમતી 'તીને તો તમાલા ખોલામાં પલી ગઈ. " અમીએ તેના ખોળામાં નજર નાખી તો તેની બાજુમાં જ ઢીંગલી પડી હતી. તેણે ઢીંગલી તો આપી દીધી પણ ઢીંગલી લેવા આવનાર ઢીંગલીએ તેના દિલમાં હલચલ મચાવી દીધી. તેની કાલી ઘેલી મીઠી ભાષા તેમના દિલમાં વસી ગઈ. અને તે ફરીથી તેના અતીતમાં ખોવાઈ ગઈ.

      તે નાની હતી ત્યારે એક વખત તેણે મેળામાં સરસ મજાની ઢીંગલી જોઈ. તેણે લેવા હઠ પકડી, પણ ઢીંગલી મળવાને બદલે તેને તેની હઠનું પરિણામ તડાતડ તમાચાથી મળ્યું હતું. તે પછી તેણે ઢીંગલી માટે ક્યારેય કજિયો ન કર્યો. પણ ઢીંગલી ન મળવાનો અફસોસ રહી ગયો.

      આમ વર્ષો વીતતાં ગયા. અને હવે તો તે સાસરે પણ આવી ગઈ. થોડા દિવસોમાં તેને સારા દિવસો રહ્યા. તે ખૂબ ખુશ રહેવા લાગી. નવ મહિને તેણે બેબીને જન્મ આપ્યો. સરસ મજાની ઢીંગલી જેવી બેબીને જોઈને તે ખુશ થઈ ગઈ. બેબી ના આવવાથી ઘરમાં ખુશી ફેલાઈ ગઈ. અને બેબીનું નામ જ ખુશી રખાય ગયું.

      ખુશીથી ઘરમાં બધાંની સવાર અને રાત થાય. ઘરનું વાતાવરણ ખુશીમય બની ગયું હતું. ઢગલાબંધ રમકડાં, અવનવા ફ્રોકથી કબાટ ભરચક રહેતો. ખુશીની નાની નાની હરકતો અને નખરાં જોઈને અમી દિપક ખુશ થતા રહેતા ખુશીનો પહેલો જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેણે કપડાંની ખરીદી કરી અને કેટલી બધી અલગ - અલગ પ્રકારની ઢીંગલીઓ ખરીદી.

       ઢીંગલી ખરીદતી વખતે તેને તેના બાળપણનો પ્રસંગ યાદ આવી ગયો. તેની માતાની કશીક મજબૂરી હતી કે તે તેને જોઈતી ઢીંગલી ખરીદી શકે તેમ ન હતી. અને તે આજે તેની બેબી માટે અલગ અલગ પ્રકારની ઢીંગલીઓની ખરીદી કરી હતી.

ખુશીનો જન્મ દિવસ સરસ રીતે ઉજવાય ગયો. સમય સરતો રહ્યો. હવે તો ખુશી ચાલતાં પણ શીખી ગઈ હતી. તે કાલુ કાલુ બોલતી થઈ ગઈ હતી. નર્સરીમાં પણ જવા લાગી હતી. તેની મીઠી - મીઠી ભાષામાં પોએમ ગાતી અને નખરાં કરતી રહેતી. ખુશીના જન્મથી દિપકની ધંધામાં ચડતી થઈ હતી. અમી દિપક ને લાગતું કે તેના ઘરે સાક્ષાત લક્ષ્મીની પધરામણી થઈ છે.

    જાણે કે તેના હસતાં - રમતાં પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેમ. અચાનક એક દિવસ દિપક ખુશીને બાલમંદિરથી લઈને પાછો ફરતો હતો ત્યારે તેનું સ્કુટર ખટારા સાથે અથડાઈ જવાથી ખુશીનું ઘટનાસ્થળે જ મોત થયું.

 આ અકસ્માત અમીના જીવનને ખાલી કરી ગયો. એક ઝંઝાવાત આવ્યો ને પંખીનો માળો વિખરાઈ ગયો.

     ખુશીની ઢીંગલીઓ જોઈને તે દિવસોના દિવસો સુધી આંસુ સારતી રહી.

      આજે તે બેચેન મનને મનાવવા દરિયાકિનાારે દોડી આવી હતી. જાણે કે તેની ખુશી ને શોધવા આવી હોય તેમ. તે આજે ખોવાઈ ગઈ હતી વિચારોની દુનિયામાં પણ ઢીંગલીએ તેને ઢંઢોળી. ને તેના અંત:કરણમા એક સ્ફૂરણા થઈ આવી. બીજે દિવસે સવારે તે એક જાણીતા અનાથાશ્રમમાં પહોંચી ગઈ. અને ખુશીની ઉંમરની બેબીને દત્તક લીધી. અને ફરીથી તેણે તેના જીવનને ખુશીથી ભરી દીધું. અને બેબીનું નામ પણ ખુશી જ રાખી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy