દાદા દાદી
દાદા દાદી


મોજીલાલ ને કંચનબેન પતિ પત્ની હતાં. ઉંમરનાં પડાવે પહોંચી ગયા હતાં.
દીકરા પંકજનાં ઘરે ઘણાં બધાં વર્ષો પછી દીકરો આવ્યો તેનું નામ ચિરાગ પાડ્યું.
ચિરાગને નાનપણથી જ દાદા દાદીએ એટલાં બધાં લાડ લડાવ્યા કે એ પાણી માંગે ત્યાં દૂધ હાજર કરી દેતાં.
આમ ચિરાગ નાનપણથી જ સુખ સાહ્યબી વચ્ચે જીવી રહ્યો ને એ થકી એ જિદ્દી સ્વભાવનો થઈ ગયો.
જેમ જેમ ચિરાગ મોટો થતો ગયો તેમ તેમ એની ફરમાઈશ વધતી ગઈ અને જો ઘરમાંથી ના પાડે કે હમણાં નહીં થોડા સમય પછી લઈ આપીશું તો એ ઘરમાં તોડફોડ કરી મૂકતો અને ગમે તેમ બોલતો હતો.
મોજીલાલ ને કંચનબેન હવે પસ્તાવો કરી રહ્યા હતાં પણ ચિરાગ હવે હાથમાંથી સરકી ગયો હતો.
પંકજ પણ હવે તો ચિરાગથી કંટાળી ગયા હતાં એટલે એ પણ મોજીલાલ ને કંચનબેનને જ બોલે કે હજુ કરો વધુ પડતાં લાડકોડ.
હું ના પાડતો હતો કે એને વધુ માથે ન ચઢાવો પણ મારું કહેવું સાંભળ્યું જ નહીં ને ઉપરથી મને બોલતાં હતાં કે તને ખબર નાં પડે.
લો હવે તમને ખબર પડી ગઈ ને ?
માન્યું કે દાદા દાદીને પૌત્ર વધુ વ્હાલો હોય. કહેવાય છે ને કહેવત કે મૂડી કરતાં વ્યાજ વ્હાલું હોય પણ તમે તો મારાં મા બાપ થઈને એક દુશ્મન જેવું કામ કર્યું છે, આજે ચિરાગને સાચાં રસ્તે વાળવો મુશ્કેલ બની ગયું છે.
દાદા દાદી થઈને સારી શિખામણ આપીને સારાં સંસ્કાર આપીને સારાં માર્ગે ચાલતાં સમજાવ્યું હોત તો આ દિવસો જોવા ન પડયા હોત.
હવે તો એ આ ઉંમરે વ્યસનોનાં રવાડે ચઢી ગયો છે. ભગવાન જ કંઈક ચમત્કાર કરે તો જ સુધરે.
આમ કહીને પંકજ પોતાના રૂમમાં ગયો ને બારણું બંધ કરી દીધું..
દાદા દાદીનાં મોં પર નર્યો પસ્તાવો હતો.