Prashant Subhashchandra Salunke

Children

3  

Prashant Subhashchandra Salunke

Children

ચોરની મા

ચોરની મા

1 min
120


એક યુવાન ચોરી કરતાં પકડાયો. ન્યાયાધીશે ચોરને ગ્રીકના નિયમ પ્રમાણે ચોરી માટે મોતની સજા ફરમાવતાં ન્યાયાધીશે એની આખરી ઈચ્છા પૂછી. ચોરે કહ્યું કે “મારે મારી માતાને મળવું છે.”

ન્યાયાધીશે એની ઈચ્છા સ્વીકારી. ચોરની માતા કોર્ટમાં હાજર થઈ. જેવી મા કોર્ટમાં આવી કે ચોરે કહ્યું “મા... મારે તને કાનમાં એક વાત કહેવી છે. તેથી નજીક આવ” છોકરો કોઈ રાજની વાત કહેવા માંગતો હશે એમ વિચારીને માતા છોકરાની પાસે આવી. જેવી માતા નજીક આવી કે એ યુવાને એની માતાનો કાન જોરથી કરડ્યો. માતા છળી ઊઠી. ત્યાં હાજર દરબારીઓએ માંડમાંડ યુવાનની પકડમાંથી એ સ્ત્રીને છોડાવી. આ જોઈ ત્યાં હાજર ન્યાયાધીશે કહ્યું ‘અરે નીચ, આ તે શું કર્યું ? કોઈ પોતાની સોતેલી મા સાથે પણ આવો દુર્વ્યવહાર ન કરે તને આમ કરતાં બિલકુલ શરમ ન આવી ?”

 યુવાન શાંતિથી બોલ્યો “મેં મારી માને સજા આપી છે.”

ન્યાયાધીશે પૂછ્યું “શેની સજા ?”

હવે યુવાન બોલ્યો “હું નાનો હતો ત્યારે સ્કૂલમાં નાની મોટી ચોરીઓ કરી વસ્તુઓ ઘરમાં લાવતો ત્યારે મારી માતા એ જોઈ ખુશ થતી અને કહેતી આ કોઈને ખબર નહિ પડે. મને આમ પ્રોત્સાહન આપવાને બદલે જો તે જ સમયે મને સજા કરી હોત, તો આજે હું અહીં ન હોત !”


Rate this content
Log in

Similar gujarati story from Children