Kalpesh Patel

Tragedy Crime Thriller

5.0  

Kalpesh Patel

Tragedy Crime Thriller

છળ

છળ

4 mins
2.6K


હળવે રહીને જસુએ તેની ઠાકોરવાસમાં આવેલી ઝૂંપડીના દરવાજે પતરાંની આડસ મૂકી બંધ કરી. સુંવાળી યાદો હવે બંધ ઝુંપડીની આડસ પાછળ ધકેલાઇ, પરંતુ ખરબચડી વાસ્તવિકતા એની સામે હતી. બસંતી બજાણીયણની તમામ યાદો સંકોચાઈને આ ઝૂંપડી પૂરતી સીમિત થઇ ગઈ હતી. બસંતી સાથે વિતાવેલા દિવસો હવે એક ભૂતકાળ બની ગયા. જસુને હવે એક ખંડિત જિંદગીનો બોજ ખભા પર લઈને જીવી નાખવાનું હતું, જીવાય ત્યાં સુધી…

બસંતીની ચંચળતા આંજેલી આંખોએ જસુને દરિયાથી પણ અધિક ઊંડાણ દેખાયા હતા. નાચ પછી છાબ લઈને આવેલી "મારી બક્ષિશ ?"એવું બસંતીએ પૂછ્યું ત્યારે તેની આંખોની અલ્લડતાનો મન ગમતો અર્થ કરી, જસુએ બસંતીને ઘેર આવવા ઈશારો ઠોકી દીધો.

તે રાતે ઠાકોરવાસના જસુના ઝુંપડે, જસુએ બસંતીને આવતા વેત બાહોમાં જકડી લીધી.

"લાજો જરા આ ચાંદો તપે સે, એના અજવાળે કોઈ જોસે તો,"

બસંતીએ જસુની પહેલી પક્કડમાંથી હાથ છોડાવવાનો ઠાલો પ્રયત્ન કર્યો.

"અરે આ ચાંદો તો મહિને એકવાર તપે રે, પણ તારા મુખડાનો ચાંદ બધા દિ તપે, બોલ કોનાથી લાજુ..."

"બસ, ચુપ કર ! બેસી જા…નીચે "

કહેતા, બસંતીએ હક્કથી જસુને ખેંચીને ખાટ પર બેસાડી દીધો અને પોતે તેના ઘૂંટણ પાસે, એનો હાથ પકડેલો રાખીને જ બેસી ગઇ. બસંતીની ઝીલમીલાતી બદામી આંખો સામે જસુ જોતો રહ્યો. થોડી વાર સુધી બન્ને વચ્ચે વજનદાર મૌન સહેમી રહ્યું.અને બંનેના તન શ્વાસ એક થયા.

જસુએ ગળફો નાળીએ થૂંકયો

જસુ હવે પાછો વર્તમાનમાં હતો.

ઝુંપડીની બાહર ઠાકોરવાસની ચાલીના ચોકને ઓટલેથી દેખાતા ચંદ્ર પર વરસાદી વાદળોના પડ ઉપર પડ ચઢતા રહ્યા અને ઓટલે ભાંગના નશામાં જસુની આંખે ભૂતકાળના પરદા ઉંચકાતા રહ્યા. ત્રણ મહિના અને વીસ દિવસ ગહેરું ઊઁડાણ. જસુની આંખ એક એક ડગલું ભરી બસંતીની યાદની આંગળી પકડીને પાછલા વિતેલા દિવસોનો તાળો મેળવતી હતી. ધૂળેટીની સાંજ હતી, બધા ભાંગ પીને ભજીયા ખાતા બીજુ બજાણિયા અને તેની જુવાન છોકરી બસંતીનો નાચ જોતાં હતા. બસંતી ધૂપ છાંવ રંગના અર્ધ-પારદર્શક ચણીયા-ચોળી પહેરી, બીજુના ઢોલને તાલે કમર ડોલવતી ગામ આખાના નશામાં વધારો કરતી હતી. જસુની આંખને પાછલા કઈક દિવસોથી આ આંકડે વળગેલું મધ માફક આવી ગયું હતું. લોકો અને બીજું બધા નશામાં હોઇ આજે રાતે મેદાન મોકળૂ હતું.

ઇશારાને સમજી બસંતી જસુને ઠેકાણે આવી. ધૂળેટીની એ રાત્રે જસુએ બસંતીની હથેળીમાં જ્યારે પોતાની આંગળી ફેરવી હસ્તાક્ષરથી પોતાની ગણવાનો  કોલ આપ્યો, ત્યારે બસંતીએ જસુને તેની બાહોમાં વીંટળાવી લીધો. એ હાથની સજ્જડ થયેલી પકડની યાદે જસુને ફરી વર્તમાનમાં લાવી દીધો.

ધૂળેટીની રાતે ક્ષણિક આવેગથી ભૂલમાં ખોલેલું બસંતીના દિલનું બારણું ત્યાર પછી બીજાકોઈ માટે ખુલ્યું નો'તું, એવું જસુને લાગ્યું હતું !. દુનિયાથી બેખબર જસુ, બસંતી અને દિવસો એકબીજામાં ઓગળીને વીતે જતા હતા. જિંદગી માણવાના નામે જસુ પોતાની જ જાત સાથે જ "છળ" કરે જતો હતો.

બસંતી ગયે અઠવાડિયે રાતે છાનીમાની જસુની ઝૂંપડીએ આવી. અચકાતાં અચકાતાં જયારે એણે એના પેટે હાથ ફેરવતા પેટમાં કોઈ હલચલની એંધાનીના સમાચાર જસુને આપ્યા. જસુનો બધો નશો એક હાળે ઉતરી ચૂક્યો હતો. બસંતીમાં દેખાયેલા ચાંદમાં હવે જસુને ડાઘ દેખાતા હતા. પણ જિંદગી માણવા જસુએ, બસંતીની હથેળીમાં પોતાની આંગળી ફેરવી હસ્તાક્ષરથી તદ્દન ખોટો આશરો આપ્યો.

બસંતીના મૂરઝાએલા ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી, એણે જસુને થોડી પળ એના માસલ દેહ સાથે ગાળવા દીધી. બંનેના તન શ્વાસ હજુ એક છે. એ વિશ્વાસ મેળવી, પાછી તે તેના ખોરડે ગઈ. જસુનું મગજ ઝપાટાભર ચાલતું થયુ, શેતાન તેના દિમાગનો કબ્જો લઈ ચૂક્યો હતો.  શું કરવું ? આ બલા કોટે વળગાડવી કે ?

સવાર વીતે દોડ્યો ધંતૂરાના બી શોધવા, વનમાં રખડ્યો. પણ કોને ધંતૂરો કહેવાય ? તેની ખબર નહીં આખરે પૂરા બે રૂપિયા આપી મૂળજી ભંગીની પ્રીત જતાવી. સાંજે ધંતૂરાના બીનું પડીકું તેની પાસે હાજર હતું. ડૂબે સુરજે, ખુદ બીજું બજાણિયો તેની બાર માસી ચાંદની રેલવતી દીકરીને લઈ જસુને ઝૂંપડે મૂકી ગયો. જસુએ ધંતૂરાના બી વાટી આંબાના પાન જેવી લીલી ચટ્ટક રંગની ભાંગનો લોટો તૈયાર રાખેલો.

હંમેશાં જે હાથ ફરતા આખા ય બદનમાં જસુને એક મસ્તીભરી ઝણઝણાટી વ્યાપી જતી હતી એ બસંતીના મુલાયમ હાથે આજે યાદ દેવડાવ્યું કે ભોળી બસંતીને છેતરવાનું કેટલું મોટું પાપ એ કરી રહ્યો હતો. અને આવી યાદ ને બાજુએ ધક્કેલી, બોલ્યો,

"અરે બસંતી આજે તું કોઈ શિકારે નીકળી છે ? તું તો જંગલી બિલાડી જેવી લાગે છે." 

"નારે રાજા, તું મારા મનનો મોરલો, અને હું તારી ઢળકતી ઢેલ,"

કહેતા સાથે લાવેલી ભાંગ જસુને પીવરાવી દીધી.

ભાગ પીધા પછી, ડાબા હાથથી મૂછો ઉપર ચોંટેલી ભાંગને લૂછતા બોલ્યો

"ભૂલ કરી …. તારી માદક સંગતમાં રહ્યા પછી બુદ્ધિ ક્યાં બચે મારી…"

"ચાલ આજે મારી ભાંગ પચાવી આપે, તો ખરી..."

કહેતા જસુએ ભાંગનો લોટો બસંતીને આપ્યો. બસંતી કોઈજ પ્રતીભાવ વગર એક શ્વાશે ગટગટાવી એક અંગડાઇ લીધી. દેહના આવેગ સમયા ત્યારે જસુ ઝૂંપડીની બાહર આવ્યો.'

ઝુંપડીની બાહર ઠાકોરવાસની ચાલીના ચોકને ઓટલેથી દેખાતા ચંદ્ર પર વરસાદી વાદળોના હટી ગયા હતા. જસુના દિલની સૂકી ભઠ્ઠ ધરતી ઉપર બસંતીના સ્નેહની થોડી બુંદો પડી હોવાથી, સૂકી ધરતી પર વરસાદના પહેલા ફોરાંઓની સોડમ જેવી અનુભૂતિ એના દિમાગ પર છવાઈ, તેણે કરેલા "છળ" બદલ મન કોરી ખાતું હતું. બસંતીના માદક હાથે પીધેલી ભાંગના નશે બિડતી જતી તેના કાને બસંતીની બંગડીઓના ખરકલા જરાતરા રણકતા હતા ને પગની ઝાંઝરી આછું આછું છમછમતી હતી. એની વ્યથિત ભ્રમણા જાણે કે ઘુંટાતી હતી. આવેગથી એ એને બાહોમાં જકડતો હોય એવુંય થયું, પણ પછી તો જાણે બસંતીના હાથ એના અંગેઅંગ ફરતા ફરતા ગળે પહેરેલા સોનાના દોરે અટકતા ભળ્યા અને જાસૂની આંખ બિડાઈ ત્યારે કાને બસંતી એના બાપને કહેતી હતી એ તો બાપુ "ઘી નાખો એવડું ગળ્યું થાય ", 'એને' મૂળજીને બે, તો 'મે ચાર રૂપિયા જોખ્યાતા'. 

બીજે દિવસે બીજું બજાણિયાના ઢોલને તાલે, કમર ડોલાવતી બસંતી, કોઈ બીજો જસુ શોધી રહી હતી ત્યારે, ઠાકોરવાસના ચોકના ઓટલે નિશ્ચેતન પડેલા જસુને જાણવાવાળાની શોધ ચાલી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy