Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

છ આંધળા

છ આંધળા

1 min
166


એકવાર એક રાજા હાથી પર આરૂઢ થઈને રાજ્યની મુલાકાતે નીકળ્યો. સામે રસ્તામાં એને છ આંધળા મળ્યા. તેઓ હાથી પર રાજા સવાર છે એ વાતથી અજાણ હતાં. રસ્તા વચ્ચે કોઈક વસ્તુ છે એમ ધારીને તેઓ એણે સ્પર્શ કરવા લાગ્યા.

પહેલા આંધળાએ પગને સ્પર્શ કર્યો. બીજાએ પૂંછડીને, ત્રીજાએ સુંઢને, ચોથાએ પેટને, પાંચમાએ કાનને સ્પર્શ કર્યો. અને છઠ્ઠાએ હાથીના દાંતને સ્પર્શ કર્યો,

આ જોઈ કૌતુકવશ રાજાએ આંધળાઓને પૂછ્યું, “તમને મારો હાથી કેવો લાગ્યો?”

જે વસ્તુને તેઓ સ્પર્શ કરી રહ્યા છે તેની ઉપર રાજા બેઠા છે એ જાણી આંધળાઓ ચમક્યા. એમણે હાથ જોડી રાજાની માફી માંગી. હવે, પહેલો કે જેણે પગને સ્પર્શ કર્યો હતો તે બોલ્યો, “મહારાજ આ હાથી મોટા મોટા થાંભલા જેવો લાગે છે.”

પૂંછડીને સ્પર્શ કરનાર બોલ્યો, “ના...રે...ના... તે ઝાડું જવો લાગે છે.”

જેણે સુંઢને સ્પર્શ કર્યો હતો તે બોલ્યો, “તે જાડા રસ્સા જેવો લાગે છે.” ચોથો જેણે પેટને સ્પર્શ કર્યો હતો તે બોલ્યો, “રાજાજી, તમારો હાથી તો માટીના ગોળા જેવો લાગે છે.”

કાનને સ્પર્શ કરનાર આંધળો બોલ્યો, “ના એ સુપડા જેવો લાગે છે.” હાથીદંતને સ્પર્શ કરનાર બોલ્યો, “ના.. એ શીંગડા જેવો લાગે છે.”

આમ બધા આંધળા આપસમાં હાથી કેવો લાગે છે એ બાબતે ઝઘડવા લાગ્યાં.


Rate this content
Log in