શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

3.4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

બસ તું અને હું

બસ તું અને હું

4 mins
148


"જીવનમાં એક એવો તબક્કો પણ આવે છે,ને આપણને ડરની સાથે આનંદ પણ આપે છે.કેટલીક એવી વાતો હોય છે જે આપણે આપણા મિત્ર સાથે કે જીવનસાથી સાથે શેર કરી પોતાની જાતને રિલેક્સ કરીએ છીએ,પરંતુ એકાંતમાં સમય વિતાવવાનો થાય તો...

વિદિષા અને રિહાનની કહાની લઈ આવી છું...તેમની અજાણ્યાથી લઈ એકબીજા તનમન સોંપી દેવાની યાત્રા...

ધોરણ 12ની બોર્ડની પરિક્ષા પુરી કરી કોલેજમાં આવ્યા,દિલમાં નવા નવા સપનાંને અરમાનો તો હતાં જ.

કોલેજની લાઈફ તો કેટલીક ફિલ્મી અને ગ્લેમરસ હોય છે એતો તમે જાણો છો...

આ બે યુવાન હૈયાની સફર ચાલુ થઇ કોલેજના ક્લાસરૂમમાં.

વિદિષાની કોલેજમાં એન્ટ્રી થઈ,સૌ નવા નવા હતા એટલે ઉજાળા મારી રહેલા દિલને મન મનાવી બેસાડી દીધું.

ક્લાસરુમમાં નવા આવ્યા એટલે પરિચય વિધિ થઈ,સૌ મિત્રો ગ્રુપમાં વહેચાઈ ગયા.

 વિદિષાના ઘરમાં વાતાવરણ મુક્ત હતું,વિદિષા સૌ મિત્રો સાથે બાર રાત્રીના વાગ્યા સુધી ફરે તો પણ એના ઘરમાં કોઈ વાંધો હતો નહીં,

વિદિષા અને રિહાન બેઉ એક જ ગ્રુપના હતા છતાંય એકબીજા સાથે વાત કરવાની વાત તો એકબાજુ રહી આંખ ઉઠાવી નજર પણ નોહતી કરી.આમને આમ કોલેજનું એક વર્ષ પણ વિતિ ગયું.

વિદિષા ઉતાવળમાં હતી અને રિહાન પણ ઉતાવળમાં હતો.તો સ્વાભાવિક છે એકબીજાનું આકસ્મિક અથડાઈ જવુ તે...

વિદિષા : મિસ્ટર રિહાન જરા જોઈ ચાલો...

રિહાન : આ તો...હું તમને પણ કહી શકું ને વિદિષા...

બે વચ્ચેનો હળવો સંવાદ વિવાદોમાં ફેરવાય એ પહેલા બેઉના મિત્રોએ સમાધાન કરાવ્યું.મામલો ઠારે પડ્યો.

કોલેજમાં મહારાષ્ટ્ર ટૂર લઈ જવાની જાહેરાત થઈ.

આકાશ નામના યુવાનને નામ લખવાનું કામ સોપ્યું,તેને સૌના નામ લખ્યા.

આ ટૂર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ મુજબ લઈ જવાની હતી.

વિદિષાએ ઘરમાં વાત કરી,મમ્મી પપ્પાએ ખુશી ખુશીથી હા પાડી.

યામિનીબહેન : બેટા વિદિષા જરા સંભાળીને દીકરા ફોન કરતી રહેજે....

વિદિષા : અરે...મમ્મી હું નથી નાની બાળકી તે તું આટલી ચિંતા કરે છે.

યામિનીબહેન : બેટુ કરવી પડે જમાનો બહું ખરાબ છે.અને હા તું નાસ્તો પેક કરી દે...

વિદિષા : અરે...મમ્મી તું ખોટી ચિંતા કરે છે મારી હું તો તારા અને પપ્પાની બહાદુર બેટી છું...

યામિનીબહેન : અરે...જા...હવે.છાનીમાની મસ્કા લગાડ્યા વગર...

વિદિષા હળવા આલિંગન સાથે બાય બાય મમ્મી....

વિદિષાને સવારે એની મમ્મી બસ સ્ટેશને છોડવા આવી હતી.

કોલેજ લક્ઝરી લેવા આવી હતી,જેમ જેમ લક્ઝરી આગળ વધતી ગઈ તેમ વાતો,શાયરીની રેલમછેલ પણ વધતી ગઈ.તેમાં અંતાક્ષરીના ગીતોએ ચાર ચાંદ લગાવ્યા.

જોતજોતા મહારાષ્ટ્ર પણ આવી ગયુ."તિલજ હોટેલ"માં સામાન ઉતાર્યો.છોકરી અને છોકરાઓને અલગ અલગ રૂમ આપવામાં આવ્યા હતા.શિયાળાની ઋતુમાં તાપણુ કરી રહ્યા હતા,પરંતુ "ટ્રુ અને ડેર" ગેમે તો શાંત હૈયાને ઝંઝોળી નાંખ્યા હતા.શાંત હૈયામાં ત્સુનામી મચી ગયેલા પ્રણયરંગમા લીન કપલ યાદીમાં એકનામ આવવાની તૈયારીમાં હતું એ નામ હતું વિદિષા અને રિહાન...

બેઉની સફર શરૂ થયેલી લડાઈ ઝગડાથી.

તેમનો લડાઈ ઝગડો ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ બેઉને પણ ખબર ન રહી.

વિદિષા અને રિહાનને એકબીજાના નજીક આવવાનું માધ્યમ બની હતી.

એકાએક હોટેલનો ફ્યુઝ બળી જવો આ જોઈ કોલાહલ મચી ગયેલી ગજબની સૌ મિત્રો એકબીજાને ફોન લગાવી મદદ માંગી રહ્યા હતા.

અંધારાથી ડરતી છોકરીઓની યાદીમાં એક નામ વિદિષાનુ પણ હતું.તેને એકાએક રિહાનની યાદ આવી.

કોલેજના પ્રોફેસર હૈયામાં ચાલી રહેલી આ ઈશ્કની ત્સુનામીથી અજાણ હતાં એ પોતાની ધુનમા વ્યસ્ત હતા તો છોકરા છોકરીઓ એમની ધૂનમાં....સૌ પોતપોતાની ખુશી શોધી રહ્યા હતા. 

વિદિષાએ રિહાનને પોતાની પાસે બોલાવ્યો...

રિહાનને જોઈ જે ડર હતો એ ગાયબ થઈ ગયો.

વિદિષાને એકાએક થકાનના કારણે ઝોકું આવી ગયું રિહાનને પોતાની પાસે જોઈ મનથી રાહત અનુભવી રહી હતી.રિહાન પણ સુતી વિદિષાના નિર્દોષ ચહેરાને પ્રેમથી નિહાળી રહેલો.ચહેરા પર આવી રહેલા વાળને હટાવી તેના ચહેરાને પ્રેમપુર્વક પ્રસરાવી રહ્યો હતો.વિદિષા પણ રિહાનનો હાથ પકડીને સુઈ ગયેલી.

સાથે ઊંઘમાં બોલી પણ રહી હતી,"રિહાન તું આમ જ સાથે રહેજે મારા...બસ હું ને તું માંથી આપણે બે ત્રીજા પર્સન માટે સમય પુરો તમારો અમારા જીવનમાંથી જઈ શકો છો...જો જાવુ હોય તો કોઈ જ જગ્યા નથી.

રિહાન વિદિષાની વાત ધ્યાનથી સાંભળી મંદમંદ શરારતી અંદાજે હસી રહેલો તેના નિર્દોષ ચહેરાને પણ એકીટશે ચકોરની જેમ બિના પલકારે નિહાળી જ રહેલો...

વિદિષા નાના બાળકની જેમ કહે,"રાત ખતમ જ ન થાય કે ન લાઈટ આવે,

રિહાન તેને આશ્ચર્યમાં મૂકાઈ પુછે, કેમ મારા બચ્ચા...?

રાત ખત્મ થશે તો દિવસ ઉગશે દિવસ ઉગશે તો તું મને છોડી ચાલ્યો જાઈશ આ ક્ષણને મારે માણવી છે અને દિલરુપી મેમરીકાર્ડમાં સંગ્રહ પણ કરવો છે,"બસ...આપણે બે...જ...બંધરુમમાં આવો મોકો આપણને ફરી ક્યાં મળવાનો છે...વ્હાલુ..."

રિહાન પણ તેની વાતમાં હામી ભરી રહ્યો હતો,તેને પણ આવી અનુભૂતિ પહેલી વાર થઈ હતી.

રિહાન : બસ...તુ ને હું કાફી છીએ જીવન જીવવા,લડી ઝગડીને પણ આપણે સાથ નહીં મુકીએ એકબીજાનો,આપણા પ્રેમની શરૂઆત તકરારથી ભલે થઈ હોય,પણ લવસ્ટોરી તો હગને બહું બધાં વ્હાલથી જીવનને રંગીન બનાવશુ પણ જોજે હા...બસ...આપણે બે...જ

જે તું અને હું છોડી આ નવી પદવી મેળવશુ...વ્હાલી મંજૂરી મળશે મને..."

વિદિષા : અરે....પગલુ...બાબુ એમાં કંઈ પુછવાનું થોડું હોય તું ને હું તો અલગ છીએ એક તો છીએ,મારું બધું હવે તારુ જ તો છે...હું તો આપની પ્રિતમાં રંગાઈ ગયેલી દિવાની છું...મંજૂરી આપની મળે તો પ્રેમરંગ નિખાર આપે...બેઉ એકબીજાને આલિંગન આપી પ્રેમથી પ્રસરાવી રહ્યા હતા,આમ જ ચંદ્ર શરમથી ઢળી સુરજને સહેજ ઢંઢોળતો ગયો,વિદિષા અને રિહાન આમ તુ ને હું મટી આપણે થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance