STORYMIRROR

Yagnesh Chokasi

Action

3  

Yagnesh Chokasi

Action

બિહામણો અનુભવ

બિહામણો અનુભવ

7 mins
14.6K


દિવાળી એટલે રોશનીનો તહેવાર પણ મારા જેવા માણસ માટે તો એક નાનું વેકેશન જે હું ઘરવાળા સાથે વિતાવી શકું. એટલે દરવરસે આતુરતાથી રાહ જોવાની અહીંયાં હું મારી સાથે બનેલા એક ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું.

આ ઘટના મારી સાથે પાંચ વર્ષ પહેલા બની હતી. હું એ સમયે અમદાવાદમાં નોકરી કરી રહ્યો હતો. અને મારું ગામ એટલે આદરીયાના. એ અમદાવાદથી એકસોને વિસ કિલોમીટર દૂર છે. એટલે દિવાળીમાં રજાઓ હોય એટલે હું ઘરે જાઉં અને ચાર દિવસના વેકેશનનો સમય ઘર મારા ગામમાં વિતાવી શકું. અહીંયાં હું જે ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું એ મારી સાથે પાંચ વરસ પહેલા બની હતી પણ હજુ સુધી એ ઘટના મારા મગજમાં ક્યારેક ક્યારેક ફર્યા કરે છે.

મને પાંચ વર્ષ પહેલાનો એ દિવસ બરાબર યાદ છે. કાળી ચૌદસ. મારે ઓફિસમાં વધારે કામ હતું એટલે મારે મોડું થઈ ગયું. અને મારા ગામ જવા માટેની છેલ્લી બસ હું ચૂકી ગયો. એટલે મેં મારા એક મિત્ર ગિરીશની બાઈક લઈને ઘરે જવા માટે નીકળ્યો. હું ખૂબ જ ઉત્સાહિત હતો કે મને આજે મારા ઘરવાળા મારા જુના ફ્રેન્ડ જોડે સમય વીતવા મળશે. આમપણ પોતાનું ઘર, પોતાનું ગામ કોને વા'લું ન હોય. અને સાથે સાથે માતાના હાથનું ખાવાનું બસ એ બધું વિચારતો વિચારતો હું હાઇવે પાર જઈ રહ્યો હતો.

મેં બાઈક ચાલવતા ચાલવતા મારી કાંડા ઘડિયાળ પર નજર રાત્રીના એક વાગી ગયા હતા. હું ખૂબ થાકેલો હતો પરંતુ ઘર પર જવાની ખુશીથી મારામાં એક ગજબની શક્તિની સંચાર થયો. વચ્ચે વિરમગામ આવ્યું. એટલા મેં ત્યાં હાઇવે પરની હોટલ પર રોકાઈ અને ચા અને નાસ્તો કર્યો. અને હું ત્યાંથી નીકળી ગયો આગળ જતા વિરમગામથી દસાડા અને પછી વડગામ આવ્યું અને હાઇવે પરથી એક વણાંક આવ્યો અને એક સિંગલ રોડ મારા ગામ અને હાઇવેને જોડતો હતો એ રોડ પર હું બાઈક ચાલવા લાગ્યો.

કદી ચૌદસની એ રાત હતી. ચારો તરફ કાળાશનું રાજ હતું. રસ્તાઓ સુમસામ હતા હાઇવે પરતો મને વાહનો મળેલા પણ આ રસ્તો એકદમ સુમસામ હતો. તમરાઓનો અવાજ એટલો જોરથી આવતો હતો કે મારા બાઈકના અવાજ છતાં એ મારા કાનમાં ગુંજતો હતો.

હું ઘરની જેમ જેમ નજીક જઈ રહો હતો એમ એમ હું રોમાંચિત થઈ રહ્યો હતો. હવે હું ઘરની એકદમ નજીક આવી ગયો હતો. રોડ સિંગલ પટ્ટી હતો અને રોડની બંને બાજુ ખેતરો હતા. હવે હું એકદમ ઘરની નજીક પહોંચી પહોંચવા આવ્યો હતો બસ છેલ્લું પાંચ કિલોમીટર બાકી હતું. એવામાં મને સામે કોઈ ઊભું હોય એવું લાગ્યું. ધીમે ધીમે હું એની નજીક આવતો ગયો થોડું નજીક જતા લાગ્યું કે એ કોઈ સ્ત્રી હતી. લાલ કલરની સાડી પહેરેલી સ્ત્રી. મેં બાઈકને ધીમે પાડ્યું. હવે હું એ લાલ સાડી પહેરેલી સ્ત્રીની નજીક આવી ગયો હતો.

અચાનક એ સ્ત્રીએ મારી સામે જોયું એકદમ સુંદર હતી. એ મને એની નજીક આવાથી એક મન મોહિત કરીદે એવી સુગંધ આવી રહી હતી હતી. પણ મને અચાનક મનમાં વિચાર આવ્યો કે આટલી સુમસામ રાત અને અને એવું વેરાન જગ્યામાં આ સ્ત્રી શું કરતી હશે? ભૂતપ્રેતની વાતો મારા માટે અફવાઓ હતી. એવામાં મેં એ સ્ત્રી ને પૂછ્યું, "તમે અહીંયાં આવી જગ્યા પર આટલી રાત્રે શું કરો છો?"

એ સ્ત્રી એ મને કીધું કે એનું ખેતર અહીંયાં છે અને એ કાળી ચૌદસની પૂજા કરવા આવી હતી. મને એનો આ જવાબ થોડો અજીબ લાગ્યો માનવામાં આવે એવો નહોતો. અચાનક એણે મને કીધું, "તમે જો આદરીયાના જતા હોય તો મને તમારી જોડે લેતા જશો?" મેં તરત કીધું, "હા હું ત્યાંજ જાઉં છું તમે બેસી જાવ." એ મારી પાછળ બેસી ગઈ અને મેં ફરી બાઈક ચાલુ કર્યું.

વાતાવરણમાં નીરવ શાંતિ હતી હવે તમરાઓનો અવાજ પણ બંધ થઈ ગયો હતો મને બસ બાઈકનો અવાજ આવતો હતો. મેં પેલી સ્ત્રીને એનું નામ પૂછ્યું. એણ્રે કીધું, "મારું નામ મધુ છે." મેં કીધું તમને પહેલાં ગામમાં જોયાં નથી." તો એણે કીધું કે હું ગઈ સાલ મનોજ સાથે લગ્ન કરીને ગામમાં આવી છું." મેં કીધું, "કયો મનોજ?" તો એણે કીધું, "મનોજ પટેલ." એટલે મેં કીધું, "અચ્છા પેલો ધીરો કાકાનો મનીયો?" તો એને કીધું, "હા એજ અરે એતો મારો નાનપણનો મિત્ર છે. તો તો તમે મારા ભાભી થાવ તમે મને કદાચ ઓળખતા નહિ હોવ." એણે કીધું, "મને તમારા વિશે મનોજે વાત કરી હતી." "હું માનિયાના લગ્નમાં ન આવી શક્યો થોડો કામમાં વ્યસ્ત હતો. પણ ભાભી તમારે આટલી રાત્રે એકલા ન આવું જોઈએ માનિયાને લઈને આવ્યાને તો?"

એને કીધું કે મનોજ મારી સાથે આવેલો પણ ધીરુકાકાની તબિયત સારી નહોતી એટલે એ વહેલા નીકળી ગયા. અને એને મને કીધું કે એ લેવા આવશે પણ એ આવ્યો નહિ એટલે મેં વિચાર્યું કે નજીક જ છે તો ચાલતા જતી રહું. મને એતો ખ્યાલ હતો કે માનિયાનું ખેતર ત્યાંજ છે અમે નાના હતા ત્યારે ઘણીવાર ત્યાં જતા.

મેં મધુ ભાભીને મારી અને માનિયાની થોડી વાતો કરી હવે અમે ગામની નજીક આવી ગયાં. ગામમાં જવા માટેનો જે મુખ્ય રસ્તો છે એના માટે સીધા જવાનું હતી અને ત્યાં એક વણાંક હતો જ્યાં એક તળાવ છે એને એનાં પરથી એક રસ્તો જે સીધો ગામમાં નીકળાય. ત્યાં માનિયાનું ઘર વચ્ચે આવે એટલે મેં એ રસ્તે બાઈકને વળાવ્યું અને માનિયાનું ઘર નજીક આવી ગયું એટલે મધુભાભીએ મને કીધું કે અહીંયાં ઊભું રાખો હું અહીંથી ઘરે જતી રહીશ. મેં નાકા પર બાઈક ઊભું રાખેલું. ત્યાંથી બસ સામેજ ઘર દેખાઈ રહ્યું હતું. માનિયાનું એટલે મેં કીધું ઠીક છે ભાભી કાલે મળીએ. હું ઘરે આવું છું. તો મધુ ભાભી એ કીધું કે એ કાલે ખેતરેજ મળશે. ખેતરે મને થોડું અજીબ લાગ્યું. હું ત્યાંથી નીકળી ગયો.

હું ત્યાંથી ઘરે ગયો. ઘરે બધા મારી રાહ જોઈને બેઠા હતાં. અઢી વાગવાની તૈયારી હતી. હું ખૂબ થાકી ગયો હતો એટલે મેં ઘરમાં બધાને કીધું આપડે ઊંઘી જઈએ. તમે લોકો ક્યારના જાગો છો અને મને પણ ઊંઘ આવે છે.

સવારે જ્યારે હું ઊઠ્યો તો મને થોડું મોડું થઈ ગયેલું. દિવાળીનો દિવસ હતો. ઘરમાં બધા તૈયાર થઈને મારા ઊઠવાની જ રાહ જોઈ રહ્યાં હતાં. મેં ચા પીતાં પીતાં મારા પિતાજીને કીધું, "પપ્પા શું ચાલે છે ગામમાં?" તો એમને મને કીધું બાકી બધું તો ઠીક છે પણ આ તારા મિત્ર માનિયાની પત્ની મધુ બે દિવસથી મળી નથી રહી. એની તાપસ ચાલુ છે. મેં એમની સામે જોઈને કીધું, "અરે કાલે રાત્રેજ હું એને માનિયાના ઘરે મૂકીને આવ્યો છું." "શું? કાલે રાત્રે તને એ ક્યાં મળી?" મેં કાલ રાતની બનાવની વાત કરી. તો એમને મારી વાતમાં વિશ્વાસ ન આવ્યો હું તરત માનિયાના ઘર તરફ નીકળી ગયો.

માનિયાના ઘરની બહાર લોકોની ભીડ હતી પોલીસવાળા પણ હતા. હું માનિયાના ઘરમાં ગયો તો ત્યાં માનિયાની મા રોઈ રહી હતી. માનિયાની નજર મારા પર પડી એ દોડીને મારી પાસે આવ્યો અને બોલ્યો "તું ક્યારે આવ્યો?" મેં કીધું, "કાલે રાત્રે પણ માનિયા તું મને એમ કે આ દિવાળીના દિવસે આ બધું શું છે? માનિયા એ કીધું મારી પત્ની મધુ બે દિવસથી મળી નથી રહી." માનિયા એ કીધું કે એ ગાયબ છે. મેં એને કીધું, "શું વાત કરે છે? મેં કાલે રાત્રેજ એને તારા ઘર પાસે ઉતારી હતી મને એ તારા ખેતર પાસે મળી હતી."

મનીયો મારી સામે આંખો ફાડી ને જોઈ રહ્યો હતો પછી બોલ્યો અલ્યા તે બીજા કોઈને બેસાડી હશે. એને પોતાનું પાકીટ નીકાળીને અને મને એની અંદર રહેલા ફોટાને બાતવ્યો, "જો આજ હતી?" મેં ફોટો જોઈ ને તરત કીધું, "હા, આજ હતી." મનીયો કે જો આ જ હતી તો એ ગઈ ક્યાં ઘરે તો આવી નથી.

મેં તરત પોલીસવાળાને મધુની વાત કરી મને એ પણ યાદ આવ્યું કે મેં મધુને દિવાળીના દિવસે મળવાની વાત કરી હતી ત્યારે એને કીધું હતું કે એ ખેતરે મળશે. એટલે હું, મનીયો અને પોલીસના બે માણસો સાથે અમે માનિયાના ખેતર તરફ નીકળી ગયા. ખેતરમાં બધે તાપસ કરી પણ કોઈ મળ્યું નહિ. પણ બોરવેલ જોડે જમીન તાજી તાજી ખોદેલી હોય એવું લાગ્યું. એ જમીન વિશે માનિયાને પૂછ્યું, "તો એને કીધું આ મેં કે મારા માણસોએ નથી કરેલું." બધે સુખી માટી હતી અને ત્યાં થોડી લીલી માટી હતી અને માટીનો કલર પણ અલગ હતો એટલે એને અમે લોકોએ ખોદી અને થોડો ઊંડો ખાડો ખોદતાં એમને લાસ મળી.

મનિયો લાસ જોઈને ખૂબ રડવા લાગ્યો. મને તો અચરજ થયું કે કાલે તો મેં એને રાત્રે મારી પાછળ બેસાડી હતી અને માનિયાના કેવા પ્રમાણે તો બે દિવસથી તો એ ઘરે આવી નહોતી. એટલે કાલે મને મળ્યું એ કોણ હતું? અને કોને મધુ મેં મારી હશે?

પોલીસવાળાએ તાપસ કરી. માનિયાએ કીધું કે દિવાળીના લીધે મધુએ સોનાનાં જે ઘરેણાં પહેરેલાં હતાં એ ગાયબ છે એટલે પોલિસવાળાને લાગ્યું કે કોઈએ લૂંટના ઇરાદે કર્યું હશે. એવામાં મારી નજર ખાડામાં થોડું દેખાઈ રહેલી કોઈ વસ્તુ પર ગઈ મેં એ ખાડામાં ઉતરી અને એને હાથમાં લીધી એ મોબાઈલ હતો અને ચાલુ હતો. મેં આખો મોબાઈલ ચેક કર્યો એમાં મને કોઈ રેકોર્ડિંગ મળ્યું.

એને મેં પ્લે કર્યું તો એમાં કોઈ સ્ત્રીનાં રોવાનો અવાજ ક્યાંય સુધી આવી રહ્યો હતો અને પછી કોઈ પુરુષનો અવાજ આવ્યો. અને એ મધુના અનૈતિક સંબંધ વિશે કઈ કહી રહ્યો હતો બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ. છેવટે મધુએ માની લીધું કે હા હું બીજા કોઈને પ્રેમ કરું છું. મારે તારી સાથે નથી રહેવું અને એને માનિયાને ઘણા બધા ઉશ્કેરણી જનક શબ્દો કીધા અને થોડીવારમાં અમને કોઈ પ્રહારનો અવાજ આવ્યો અને એક ચીસ બાદએ વાતચીત પૂરી થઈ ગઈ.

માનિયાએ પોતાનો ગુનો તરત કાબુલી લીધો એને કીધું એ મધુને બીજા કોઈને પ્રેમ કરતી હતી મને શક હતો. મેં એને ઘણી વાર કીધું કે તું બધું બંધ કર પણ એ માનતી નહોતી અને છેવટે અમે બે દિવસ પહેલાં જ્યારે અહીંયાં આવેલા ત્યારે અમારી વચ્ચે આ બાબતમાં ઝઘડો થયો અને મેં એના માથા પર મોટા પથ્થરથી ઘા કર્યો. પ્રહાર એટલો જોરથી હતો કે એનો જીવ તરત નીકળી ગયો. મને કઈ સમજાયું નહિ એટલે મેં અહીંયાં ખાડો ખોદી અને એને દાટી દીધી. પણ એના મોબાઈલમાં કદાચ રેકોર્ડિંગનું બટ્ટન દબાઈ ગયું હશે એને આ વાત આખી રેકોર્ડ થઈ ગઈ. તને કાલે જે મળ્યું હશે એ એની આત્મા હશે એને એજ આપણને અહીંયાં લાવી.

હું એકદમ સ્તબ્ધ થઈ ગયો અને માનિયાને પોલીસવાળાએ પકડી લીધો.


Rate this content
Log in

Similar gujarati story from Action