ભૂખ
ભૂખ
1 min
14.6K
"મા આજે જમવામાં શું છે?"
"ભીંડા નું શાક"
"ફરી પાછું? હું તો બહાર ચાઈનીઝ ખાવા જાઉં છું."
(ચાઈનીઝ ફૂડની લારીની બાજુનાં કોઈ અંધારિયા ખૂણામાં..)
"મા ભૂખ લાગી."
"થોભને જરા... આ લારી ઉપર કંઈ જમવાનું વધશે તો રોજની જેમ તને આપશે." એ રાત્રે લારી ઉપર કંઈ પણ ન વધ્યું. પણ કોઈકનાં ઘરનાં ફ્રીઝમાં હજી પણ ભીંડાનું શાક નકામું પડ્યું છે!
