Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

ભાઈ

ભાઈ

1 min
525


બહેનના હાથની કોમળ આંગળીઓથી સ્પર્શાયેલો એકાદ રેશમી દોરો ભાઈના આખા જીવનને નવલું રુપ આપી દેવા સક્ષમ છે. બહેન ભાઈના પ્રેમ એ અલૌકિક બંધન છે જે એકબીજા સાથે ઝઘડો કરીને પણ એક થઈ જાય છે.


ભાઈ નાનો હોય કે મોટો એ બહેનની રક્ષા કરતો હોય છે અને એના સુખની કામના કરતો હોય છે. ભાઈ બહેનનો પ્રેમ ભાવનાઓથી ભરેલો હોય છે. લાગણીઓના લાસ્યથી ભરેલો આ ભાઈ બહેનનો સંબંધ આખા જીવનને ભાતીગળ બનાવી દે છે. ભાઈના બહેન માટેનો પ્રેમ એ એક અલૌકિક નાતો છે અને એ નિર્ભેળ અને નિર્દોષ છે.


Rate this content
Log in