Thakkar Hemakshi

Romance Inspirational

4.3  

Thakkar Hemakshi

Romance Inspirational

બે અનોખી જુડવા બહેનો - ૫

બે અનોખી જુડવા બહેનો - ૫

3 mins
198


હવે નક્કી થયું હતું તેમ બંને મળ્યા મહાવિદ્યાલયથી દૂર છેડા પર. આદિત્યયને તો રીમાને મળવામાં રસ હતો રીમાએ સામેથી કીધું હતું એટલે તે તો ખુશ ખુશાલ થઈ ગયો.

રીમાએ આદિત્યયને પૂછ્યું “તમે મને ભણાવશો ?” આદિત્યે પૂછ્યું “ક્યાં ?”

રીમાએ કહ્યું, "તમને ફાવે ને કોઈ જોય નહી શકે પણ મહાવિદ્યાલયથી દૂર.

આદિત્યય બોલ્યો, "તુંજ કહે “એ જગ્યા ક્યાં છે.” ?

રીમાએ બાેલી, “મહાવિદ્યાલયથી દૂર એક જગ્યા છે મને ખબર પડી તમે ત્યાં રહી પણ શકશો. તમને વાંધો ન હોય તો બતાવું ?”

આદિત્યે હર્ષમાં કહ્યું “બતાવ.”

રીમાએ કહ્યું “જઈશું કેવી રીતે ? મારી પાસે તો બાઈક ને ગાડી નથી.”

રીમાને તો એની સાથે જવું હતું પણ આદિત્યના મોઢેથી સાંભળવા માંગતી હતી. આદિત્ય બોલ્યો,“મારી પાસે બાઈક છે. રીમા બાેલી, “તમને ચાલશે ?” 

આદિત્યે કહ્યું, “હા કેમ નહીં.” 

રીમાએ કહ્યું “હું તમારી વિદ્યાર્થી છું એટલે પૂછું છું ?” 

આદિત્યએ કહ્યું, “એમાં શું થઈ ગયું ?ચાલ બેસ." રીમા રીમા બાેલી,"જો કોઈ ને ખબર ન પડે.” 

આદિત્ય બોલ્યો, “હા હા નહીં ખબર પડે.”

 રીમાએ કહ્યું ,“હું તમને પકડીને બેસું ?” 

આદિત્યએ કહ્યું, “કેમ નહીં બેસ તને જેમ ફાવે એમ બેસ.” 

રીમા બાેલી,"હું પહેલી વાર બાઈક પર બેઠી છું.” 

આદિત્ય બોલ્યો,"જો તું કંઈ વિચારતી નહીં મને કશું વાંધો નથી.” 

પછી બંનેને એક સાથે બાઈક પર ફોટા લેવા હતા. “રીમાએ કહ્યું, “તમારા ફોનમાંથી લઈશું.” 

આદિત્યે કહ્યું, “હા લઈશું તને જેટલા જોઈએ એટલા લઈશું.” 

ત્યાર પછી તેમણે નક્કી કર્યું સુમસામ રસ્તા પર લઈશું એટલે કોઈ ન જોય.

હવે આદિત્યે રીમા સાથે વિવિધ શેલીઓમાં ફોટા લીધા. આદિત્યે પૂછ્યું “રીમા ફોટા ગમ્યા ?”. 

રીમાએ કહ્યું, “હા બહુ ગમ્યા ફોટા.”તે અંદરથી બહુ જ ખુશ થઈ પણ બતાવ્યું નહીં.

રીમાએ કહ્યું “તમે આ ફોટા સંભાળીને રાખજો. 

આદિત્યે કહ્યું,”હા ચોક્કસ રીમા.”

રીમા કહે, " ક્યાં જવાનું છે જગ્યા જોવા ?"

  "બસ અહિયાંથી ૧૫ મિનિટમાં પહોંચી જઈશું. ત્યાં બહુ દૂર એક ઘર છે. એક આ છેડે તો બીજું બીજા છેડે પણ ઘર બહુ સુંદર છે.”

આદિત્યે કહ્યું, “એમાં શું ઘર સુંદર હોય તો વાંધો નહીં”. 

રીમાએ કહ્યું “અહીંયા બાજુમાં જોગિંગ પાર્ક પણ છે.તમે જોઈલ્યો આખું ઘર હું અહીંયા ઊભી છું.”

“આદિત્યે કહ્યું, “ના ના એમ ન ચાલે, તું ચાલ આપણે સાથે જ જોઈએ ને તું મને બતાવતી જા.” 

આ સાંભળીને રીમાને ગમ્યુ.

પછી બંનેએ સાથે ઘર જોયું.

આદિત્યને બહુ ગમ્યું. રીમાએ કીધું, “ભાડું હું આપીશ.” આદિત્યે કહ્યું, “હોય કઈ તારા ઘરમાં ખબર પડશે પૂછસે તો શું જવાબ આપીશ ? હું જ આપીશ વાંધો નહીં.”

 રીમાએ કહ્યું ,” હવે બોલો મને અહીંયા ભણાવશો ?” 

આદિત્યે કહ્યું,”કેમ નહીં.” 

પછી તેમણે નક્કી કર્યું કે રોજ સવારે આદિત્ય રીમાના ઘરના છેડે લેવા આવશે. આદિત્યેલી “તમે આવશો ને ?” 

આદિત્ય બોલ્યો, “હા ચોકકસ." રીમાએ કહ્યું, “તમને જગ્યા મોકલાવીશ.તમારો નંબર આપો ને ?” આદિત્યે કહ્યું,"આ લે મારો નંબર હવે તારો નંબર પણ મોકલાવ. કંઈ હોય તો હું તને મેસેજ આપી શકું.”

રીમા એ કહ્યું, “ મેં તમને મારો નંબર મોકલાવ્યું. તમને મળી ગયું મારો નંબર ?” 

આદિત્યે કહ્યું “હા મળી ગયો" .

રીમા એ કહ્યું “તમારી ફીસ તો કહો ?”       

આદિત્યે કહ્યું, “શીખવાડવાના. કંઈ નહીં” 

રીમા બાેલી, "એમ ન ચાલે સર.”

આદિત્યે બોલ્યો, "રીમા આપણે બંને જ હોઈએ તો ખાલી આદિત્ય કહેવાનું મને ગમશે." રીમાએ કહ્યું, "હા હું એમજ કહીશ કેમ કે તમે મને કીધું છે."

હવે એમણે આખો દિવસ સાથે રહેવા મળે એ માટે એમણે નક્કી કર્યું કે સવારના આદિત્ય રીમાને લેવા આવશે. પછી તે આદિત્યના ઘર આગળ ગાર્ડનમાં જશે. ત્યાં બહુ મજા કરશે.                      

પછી થોડી વાર પછી આપણે સાથે નાસ્તો કરશુ ને પછી તમે મને ભણાવશો ને પછી મહાવિદ્યાલયમાં સાથે જશું પણ તમે મને મહાવિદ્યાલયના છેડે ઉતારશો ને તમે આગળ જશો.

જમ્યા પછી આપણે લાયબ્રેરીમાં મળીશું ને કંઈ ચોપડી સરસ છે તે નક્કી કરશુ.                   

પછી સાંજના આપણે તમારા ઘરે જશું.આપણે ફરી ભણશું ને સાથે જમશું પછી સવારના મળેલા ત્યાં તમે મને મૂકી જશો.

આમ બંનેએ નક્કી કર્યું આપણે સાથે રહી શકશું. તમારી પાસે હું ભણી પણ શકીશ. 

હું ઘરમાં કઈશ ભણવા જાવ છું ને ત્યાંથી મહાવિદ્યાલય જઈશ સાંજના મારે ભણવા જવાનું છે એમ કહીશ.

રીમા બાેલી "આપણે નક્કી કર્યું તે કેવું લાગ્યું આદિત્ય ? ચાલશે તમને ?"

“આદિત્ય બોલ્યો, "તે તો મારા દિલની વાત કહી. 

“મને પણ ગમશે. “

“મીરા બાેલી, "કોઈ સુધા કોઈ ને ખબર ન પડવી જોઈએ.”

“હા નહીં ખબર પડે રીમા”.

 રીમાને એની બેનનો પ્રેમ નહતો મળતો એટલે તે આદિત્યમાં શોધવા લાગી ને આદિત્યને પણ ગમતું. “ રીમા બાેલી, "બીજી રીતે હું તમારી સાથે ન આવી શકું” રીમાએ આદિત્યને કીધું 

“તમને લેવા મુકવામાં વાંધો નથી આદિત્ય ?”

“જરાય નહીં મને તારો સાથ પણ મળશે રીમા.” 

રીમા આદિત્યનો જવાબ સાભળીને ખુશ થઈ ગઈ પણ બહાર દેખાડયું નહીં.

 એક શરત પર આદિત્ય “તમે ભણવવાના પૈસા લેશો.”

“ના ના રીમા એ તો હું નહીં લઈ શકું.

વિદ્યા આપવી તે તો બહુ મોટું કામ કહેવાય. એના પૈસા ન લેવાય. “

રીમા બાૈલી, "એમ ન ચાલે સર.” 

આદિત્યે કહું,"આપણું નક્કી થયું હતું આપણે બંને સાથે હોઈએ ત્યારે સર નહીં આદિત્ય કહેવાનું." 

“રીમાએ કહું,"હા પહેલા પૈસા લેશો એમ કહો ?"

 આદિત્ય બોલ્યો, "તે તો નહીં લેવાય." 

“ઠીક છે તમે ના પાડો છો એટલે, આદિત્ય હું તમારું માન રાખું છું.”                              

ક્રમશ                                         


Rate this content
Log in

Similar gujarati story from Romance