Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

બદનસીબ

બદનસીબ

2 mins
188


આશાનો જન્મ અડધી રાત્રે દાયણના હાથે થયો. અડધી રાત્રે જન્મેલી આખી જિંદગી અડધું જ પામી શકી.

આશાનાં જન્મ પછી તરત એનાં મમ્મી બાથરૂમ જવા ઊભા થયા ને પડી ગયાં ને માથામાં ખુબ વાગ્યું એટલે ઉમાબેન ને દવાખાને ખસેડવામાં આવ્યા ને ત્યાં ફેર ન પડતાં ઈલેક્ટ્રીક શોટ અપાવવા પડ્યાં અને આ માટે જિમ્મેદાર બની આશા.

નાનપણથી જ બધાં એને બદનસીબ કહેતાં હતાં.

મા નો પ્રેમ કે દૂધ કશું મળ્યું નહીં ને ગાયનાં દૂધ પર મોટી થઈ.

પિતા લાડકોડથી ઉછેરી રહ્યા હતાં.

પણ આશાનાં દિલનો એક ખૂણો સદાયે માની મમતા માટે તરસતો રહેતો હતો.

જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એ બધાં જ સંબંધોમાં માનો પ્રેમ શોધતી રહેતી હતી.

વીસ વર્ષની ઉંમરે પિતાએ નક્કી કરેલા છોકરાં રાજીવ સાથે લગ્ન કર્યા ને સાસરે અમદાવાદ આવી.

સાસરે આવીને બીજા જ દિવસે રાજીવ દારૂ પીને આવ્યાં ને આશાને ખુબ મારી મોંમાંથી લોહી નીકળી ગયું.

લગ્ન પછી તરત જ સારાં દિવસો રહી ગયાં ને હજુ સાતમો મહિનો ચાલતો હતો ને આશાનાં પિતાનું અવસાન થયું ત્યારે આશા મનથી તૂટી ગઈ હતી એણે ખાવાં પીવાનું છોડી દીધું પણ ઘરનાં સભ્યોએ સમજાવ્યું કે તારાં પેટમાં જે જીવ છે એને તો ખોરાક જોઈશે ને ?

એટલે આશા મને કમને બે ચાર કોળિયા ગળે ઉતારતી.

આશા પિતાનાં અવસાન પછી ખરેખર પોતાની જાતને કમનસીબ સમજવા લાગી.

ડગલે ને પગલે બદનસીબી એનો પીછો છોડતી નહોતી

પહેલા ખોળે દીકરી જન્મી એટલે સાસરીના લોકો કહેતા કે દીકરો હોય તો વંશ વેલો આગળ વધે.

દીકરી મનાલીને તો બધાં જ પ્રેમ કરતાં હતાં પણ આશાને બીજા બાળક માટે દબાણ કરતા હતા ને કહેતાં કે આ વખતે તો દીકરો જ આવવો જોઈએ.

આશા ચોવીસ વર્ષની ઉંમરે બે બાળકોની માતા બની ગઈ.

બીજા ખોળે દીકરો જ જન્મ્યો એનું નામ જય પાડ્યું.

જય ત્રણ વર્ષનો થયો ને એકાએક ધંધામાં ખોટ ગઈ તેથી દેવું વધી જતાં ફેક્ટરી બંધ થઈને વેચાઈ ગઈ.

પરિસ્થિતિ વિપરીત થઈ ને સાસરિયાએ જુદાં રહેવા મોકલી દીધાં.

આશા બે બાળકોને મોટાં કરવા ને ભણાવવા માટે નોકરી ને બીજા નાનાં મોટાં કામ કરતી હતી.

આશાની કમનસીબી અહીં પણ એને નડી રહી હતી. રાજીવ નોકરી કરે નહીં, એક તો ભણતર ઓછું ને બીજાને ત્યાં નોકરી કરતાં અપમાનિત થાય એ માટે નોકરી નહોતી કરવી. આ કારણે ઘરમાં ઝઘડા ચાલુ થયાં ને ઘરનો માહોલ બગડી રહ્યો હતો.

આશા શારીરિક ને માનસિક રીતે તૂટી ગઈ હતી પણ સંતાનોને ભણાવવા માટે એ મહેનત કરતી હતી પણ દીકરા જયનાં દશમાં ધોરણની ફી ભરવાની હતી ત્યારે રૂપિયા હતાં નહીં, કારણકે નોકરીમાંથી ઉપાડ લઈને ઘર ચલાવવું પડતું હતું એટલે છેલ્લું મંગલસૂત્ર પણ વેચીને દીકરાની ફી ભરી.

આશા પાસે હવે કશું રહ્યું નહીં.

આશા પોતાની જાતને કમનસીબ જ સમજીને કોશતી રહી ને જિંદગીની આ અઘરી પરીક્ષા આપી રહી.


Rate this content
Log in