Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

બાજ અને કુકડો

બાજ અને કુકડો

1 min
209


એક માણસે બાજ અને કૂકડો પાળ્યો હતો. એ માણસ જયારે પણ સીટી વગાડે ત્યારે તે આવીને એની હાથ પર બેસતો અને બીજા લોકોથી એને કોઈ ડર લાગતો નહોતો. જયારે સામી બાજુ કુકડો માણસો જોતાં જ પીંજરા તરફ દોડી જતો અને જયારે એ માણસ દાણા આપે ત્યારે જ એની નજીક જતાં. આ જોઈ બાજ પેલા કૂકડાને બોલ્યું. “તમે કૂકડાઓ બહુ લુચ્ચા લાગો છો. જે માણસજાત તમને ખવડાવે પીવડાવે છે એને જોઈને જ તમે ભાગો છો. અને જયારે ભૂખ લાગે છે ત્યારે એની પાસે પાછા આવી જાઓ છો ! અમને જુઓ અમે ગીધ જયારે પણ અમારા માલિક અમને બોલાવે છે ત્યારે અમે આવીને એના હાથ પર બેસીએ છીએ. જે માણસે અમને ખવડાવ્યું છે એની જાણ અમે સારી પેઠે રાખીએ છીએ. આ સાંભળી કૂકડો બોલ્યો.

“તમે માણસ જાતને જોઈને ભાગતા નથી કારણ તમે કયારે તંદુરી બાજ નથી જોયો જયારે અમે તંદુરી મરઘો જોયો છે.”


Rate this content
Log in