Nayanaben Shah

Classics

3  

Nayanaben Shah

Classics

બાેનઞાઈ

બાેનઞાઈ

4 mins
191


ભલે બધા એમ માનતા હોય કે મોબાઇલને કારણેે માણસ માણસથી દૂર થઈ ગયો પણ આજે બધા ભેગા થયેલા મિત્રો એ જ વાત કરી રહ્યા હતા કે મોબાઇલને કારણે આપણે બધા મળી શક્યા. જો કે આપણે સાથે રહીએ એટલા દિવસ મોબાઇલથી દૂર રહેવાનું સર્વસંમત્તિથી નક્કી કર્યું છે. અમદાવાદ શહેરની ખૂબ જાણીતી સ્કુલના મિત્રો સ્કુલ છોડ્યાના વર્ષો પછી મળ્યા. એ વખતમાં પણ એ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટેના ફોર્મમાં પૂછાતા સવાલોમાં તમારી આર્થિક સ્થિતીનો ખ્યાલ આવી જતો. જેમ કે, "તમારે ત્યાં કાર છે ? ટેલિફોન છે ? ફ્રિઝ છે ?"

આજથી પંચાવન વર્ષો પહેલાં જૂજ વ્યક્તિઓ પાસે આ બધુ હોય પરંતુ જેની પાસે આ બધું જ હોય એને સ્કુલમાં પ્રવેશ

મળતો. ટુંકમાં બધા સુખી ઘરના છોકરાંઓ જ હોય. બધા જ મિત્રો લગભગ સિત્તેરની નજીક પહોંચી ગયા હતા. અમુક મિત્રો અવસાન પામ્યા હતાં. જો કે બધા મિત્રોએ સમાજમાં નામ કમાઇ લીધું હતું. પરંતુ શહેરના જાણીતા ડૉકટર, વકીલ, આર્કિટેક, ઇન્ટીરીયલ, એન્જિનીયર, આઇ. પી. એસ. ઓફિસર બધા નાનપણના મિત્રો છે એ તો સોશિયલ મિડીયાને આભારી હતું. એમાંથી જ વોટ્સએપ ગ્રુપ બન્યું હતું.

બધા સ્કુલના પ્રવાસમાં પરદેશ જઇ આવેલા. પરંતુ વોટ્સએપ ગ્રુપમાં નક્કી થયેલું કે નજીકમાં દરિયાકિનારે સોમનાથ જવું. બધા સંમત્ત પણ થઈ ગયા કારણ બધાને જગ્યાનું મહત્વ ન હતું પરંતુ જુના દિવસો યાદ કરીને જાણે કે બાળપણને પાછું માણવુ હતું.

બધા જ જે દિવસની રાહ જોતાં હતાં એ મુજબ સોમનાથ જયારે મળ્યા ત્યારે બધા ખુશ હતા. બધા એકબીજાને નાનપણમાં જે નામથી બોલાવતાં એ જ નામથી બોલાવવા લાગ્યા. પવલો, બાલિયો, હરિયો, જાડીયો,ભોલુ વગેરે નામોની બૂમો પાડતાં હતાં. જો કે એમાં કોઇને ખરાબ લાગવાને બદલે સારૂ લાગતું હતું. કોઇની પણ ખુશી સમાતી ન હતી.

એવામાં જ પ્રવીણ બોલ્યો,"બધા એ નક્કી કરેલું કે કોઇએ મોબાઇલ લઇને આવવું નહીં પણ હું લેપટોપ લઇને આવવાનો હતો."

બધા મિત્રો બોલી ઉઠ્યા," એ પવલા તારી દલીલો સુપ્રિમકોર્ટમાં કરજે. તું લેપટોપ લાવ્યો હોત તો દરિયામાં નાંખી દેત. અહીં તું પ્રવિણકુમાર નામનો સુપ્રિમકોર્ટનો વકીલ નહીં માત્ર પવલો જ છું "

સાંજે બધા દરિયાકિનારે ગયા ત્યાં તો અમુક જણાં છીપલાંને નાના શંખલા વિણવા લાગ્યા. તો જાણીતો એન્જિનીયર રેતીમાંથી ઘર બનાવવા લાગ્યો. તો ઇન્ટિરીયરવાળા મિત્રએ ઘર છીપલા તથા નાના શંખલાથી શણગારવા માંડ્યું. નિરંજન દૂરથી દોડતો આવીને લાત મારીને માટીમાંથી બનાવેલું ઘર તોડી પાડી હસતાં હસતાં બોલ્યો,"મારા ભારે શરીરને કારણે હું એક જગ્યાએ બેસીને પત્તાનો મહેલ બનાવતો એ તમે આ રીતે જ તોડીને હસતાં હતાં. પણ ઘર તોડ્યું છતાંય બધા આજે આનંદ માણશે. "

બીજા દિવસે મંદિર જવાનું હતું. ત્યારે બધા એ કહ્યું, "આજે સોમવારને કારણે મંદિરમાં લાઇન છે. આપણામાંથી આ આઇ.પી.એસ. છે એ ખડતલ છે લાઇનમાં ઉભો રહેશે. "

ત્યાં જ ડૉકટર બાલકૃષ્ણ બોલ્યા,"મારે પ્રસાદ ધરાવવાનો છે." એ સાંભળતાં જ ભૂપેન્દ કે એને બધા ભોપલો કહેતાં. એ બોલ્યો, "બાલિયા,તારા લાડુ મસ્ત થયા છે"

"એટલે" ?

"એટલે કે મેં લાડુ ખાધો. નાનપણથી હું તારા ડબ્બાનો નાસ્તો ચોરીને ખાતો જ હતો. આજે પણ મેં એવું જ કર્યું." પણ હવે. લાડુ સારો થયો છે માટે ભગવાનને ભાવશે. જો શબરીએ પણ બોર ચાખીને જ ભગવાનને આપેલા"

એમ કંઇ નાનપણ ના ભુલાય. આ પહેલવાન લાઇનમાં ઉભો રહેશે. એ સાથે જ બધા હસી પડ્યા. પહેલવાન પણ બોલ્યો, "એ વખતની વાત જુદી હતી. તોફાનની પણ મજા હતી એમાંય લાલાકાકા જેવા શિક્ષકને હેરાન કરવાની મજા હતી. બધી પાટલીઓ ભેગી કરી લાલાકાકાને વર્ગમાં દોડાવતાં. એમને શ્ર્વાસ ચઢે એટલે પકડઇ જવાનું ત્યા સુધી એમની મારવાની તાકાત જ રહી ના હોય. "

ત્યારબાદ એ હસતાં હસતાં બોલ્યો, "મારો પૌત્ર સ્કુલમાં તોફાન કરતાં પકડાયો. મારો દીકરો કહે ,"પપ્પા, તમે સ્કુલમાં મળી આવજો. વાલીને મળવા બોલાવ્યા છે. "મને ત્યારે ઘણું હસવું આવતું કે મારા તોફાન જેટલું તો આ તોફાન ના કરે. પણ ગંભીરવદને જવું પડ્યું. " મને તો આઠ પિરીયડ ઉભા રહેવા ની શિક્ષા કરે ,કલાસની બહાર કાઢી મુકે તો સારૂ લાગે ઝાંપો કુદી લારી પર નાસ્તો કરી આવતો. ગીર્દી પણ ના હોય. શિક્ષક આવે ત્યારે ઉભો રહું એટલે બધા મને પહેલવાન કહેતાં. જે વાત મેં કોઇને કહી ન હતી. "

ત્યારબાદ જુની વાતોને યાદ કરી બધા બહુ જ ખુશ થઈ ગયા હતાં. બીજાદિવસે ડૉકટર બાલમુકુન્દ બજારમાંથી લખોટીઓ લઈ આવ્યા. ત્યારે હરિશે કહ્યું, "બાલિયા,હવે તો હું પણ લખોટી રમવામાં હોંશિયાર થઇ ગયો છું. મારા પૌત્ર જોડે કોરોનાકાળમાં રમ્યો છું. તું ય આજે જોઇ લેજે કે હરિયો કેટલું મસ્ત રમે છે !" હરિશ એની જાતે જ એનું નામ હરિયો બોલ્યો ત્યારે બધા હસી પડ્યા. પછીના દિવસે ઝાડની ડાળી કાપીને ગિલ્લીદંડા બનાવી એ રમતની પણ મજા માણી. રાતના તેા પત્તા પણ રમતાં. દિવસો કયાં પસાર થઈ ગયા એજ ખબર ના પડી. જવાના દિવસે આઘેડ ઉંમરના મિત્રોની આંખમાં આંસુ આવી ગયા.

ત્યાં જ કિરીટ બોલ્યો, "તમને ખબર છે કે આ તમારો કિટુ જયારે ઝાડની ડાળી કાપતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે આપણી ઉંમર પણ આજ રીતે કપાઇ ગઇ. અમારા માળીએ ગયા વર્ષે જ વડના મોટા થઈ ગયેલા ઝાડને કાપીને બોનસાઇ કરેલ. હવે તો કુંડામાં પણ વડને વડાઇઓ પણ આવવા માંડી છે. એમાં ખાતર પાણી નાંખે છે પણ એની શોભા અદભૂત છે. બસ મિત્રો આપણે પણ મિત્રતા ના છોડને થોડા થોડા વખતે પ્રેમ તથા આત્મીયતારૂપી ખાતર પાણી આપતાં રહીશું. જેથી આપણી મિત્રતાનો છોડ કયારેય સુકાઇ ના જાય"

અહીં આવીને એકવાત સમજાઇ ગઇ કે આપણને "તું "કહેનારની સંખ્યા ઘટી જાય. ત્યારે લાગે છે કે મૃત્યુની નજીક જઇ રહ્યા છે. દરેકની આંખોમાં આંસુ હતાં. દર વર્ષે આ જ રીતે મળવાના વાયદા સાથે સૌ છૂટા પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics