Shobha Mistry

Tragedy Inspirational

3  

Shobha Mistry

Tragedy Inspirational

અવતાર

અવતાર

1 min
166


અવતારસિંહની નજર ચિત્ર પ્રદર્શનમાં સામે દીવાલ પરના ચિત્ર પર પડી. એની નજર સામે એનું પંજાબનું નાનકડું ગામ આવી ગયું. ગામની નાનકડી ગલીઓમાં પાપાજી કરતારસિંહના ખભે બેસી ફરતો. માતાજી કુલદીપકૌરને પાપાજી સાઈકલ ચલાવતા શીખવતા. અવતારની બહુ ઈચ્છા હતી કે એને પણ સાઈકલ ચલાવતા આવડે પણ પાપાજીનું માનવું હતું કે અવતાર હજી નાનો છે. એટલે એ પોતાના લાડકા દીકરાને લાડથી ખભે બેસી ફેરવતા. એના ઘઉંના ખેતરે લઈ જતાં ત્યારે ખભે બેસાડી શબદ ગવડાવતા. 

એમ કરતાં કરતાં અવતાર કૉલેજમાં આવી ગયો. કૉલેજમાં એનું મન ધીરે ધીરે દેશસેવામાં ઢળવા માંડ્યું હતું. આખરે ઘરના લોકોની મંજૂરી મેળવી એ સૈન્યમાં સામેલ થઈ ગયો. હમણાં એ રજામાં ગામ આવવા નીકળ્યો હતો. ત્યાં તેની નજર ચિત્ર પ્રદર્શનના બોર્ડ પર પડી અને એ અંદર દાખલ થયો. ત્યાં સામે જ એક ચિત્રમાં ઘઉંના અને સરસોંના ખેતરો લહેરાતાં જોઈ એની આંખોમાં આંસુ આવી ગયાં. એનું મન એના ગામ પહોંચવા અધીરું થઈ ગયું. 

એ ઝડપથી ગામ પહોંચી પહેલાં ખેતરે પાપાજીને મળી તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો પણ ત્યાં જોયું તો પાપાજી જાણે પુત્રના વિરહમાં સમય પહેલાં જ વૃદ્ધ થઈ ગયા હતાં. સાઈકલને હાથથી પકડી ધકેલતાં જાણે કરતારની રાહ જોઈ રહ્યાં હતાં. કરતારે દૂરથી પાપાજી કરીને બૂમ પાડી અને પુત્રના અવાજ માત્રથી એમના વૃદ્ધ થયેલા શરીરમાં જોમ આવી ગયું અને એ હરખથી પુત્રને વળગી પડ્યા. પિતા પુત્રના મિલનને જોઈ જાણે ખેતરનો મોલ પણ ખુશ થઈ ગયો હોય એમ વધારે જોરથી લહેરાવા લાગ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy