Bhavna Bhatt

Others

4.3  

Bhavna Bhatt

Others

અવકાશ

અવકાશ

2 mins
200


આરતી ને હવે ઘરમાં અવકાશ જ હતી. કારણકે લાડલી પુત્રવધુ સરગમ કોઈ કામકાજ કરવા દેતી નહીં. એટલે આરતીએ પોતાની એ મોકળાશનો ઉપયોગ ભક્તિ ને પૂજા પાઠમાં વીતાવતી હતી.

પણ વિચારો પર કાબૂ રહેતો નહીં. મન તો પ્રવૃત્તિ વગર નવરું સતત વિચારો કરતું રહેતું હતું ને અતિશય વિચાર થકી આરતી ડિપ્રેશનમાં સરી પડી.

આખો દિવસ સૂનમૂન બેસી રહે અથવા વિના કારણ રડે અને નાની નાની બાબતોમાં ગુસ્સો કરે ને ફરીથી રડે. આમ કરવાથી આરતીની તબિયત લથડતાં એને ડોક્ટર પાસે લઈ ગયા ને બધાં રીપોર્ટ કરાવ્યાં ને દવા ચાલુ કરી પણ દવાથી ફાયદો થયો નહીં ઉપરથી ડિપ્રેશનમાં વધુ સરી પડી. કારણકે દવાઓમાં ઊંઘની ગોળી હતી એટલે એ હરતી ફરતી પૂતળું બની ગઈ હતી. ડોકટરે સલાહ આપી કે આમને સાયક્લોજી ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.

ઘરનાં બધાં ચિંતામાં પડી ગયાં અને આ બાજુ આરતી હું કંઈ પાગલ નથી મારે નથી જવું ડોક્ટર પાસે.

સરગમ આરતીની બાજુમાં બેઠી ને પાણી પીવડાવ્યું ને કહ્યું સારું આપણે ડોક્ટર પાસે નહીં જઈએ.

આમ કહીને વાતો કરવા લાગી ને પૂછપરછ કરતી રહી કે તમને શું ગમે છે ને તમે નાનાં હતાં ત્યારે તમને શું શોખ હતાં ને આરતી પહેલા તો કંઈ બોલી નહીં પણ ધીમે ધીમે વાતોમાં પરોવાઈ ને બોલી કે મને નાનપણથી જ લખવા વાંચવાનો ખુબ શોખ હતો ને હું લખતી હતી.

આ સાંભળીને સરગમ ઊભી થઈ અને આરતી ને બોલપેન અને ડાયરી આપીને કહ્યું કે લો ફરીથી પ્રયત્ન કરો ને તમારી મા પર કવિતા કે કંઈક લખો.

આરતી એ ડાયરી હડસેલી દીધી ને કહ્યું કે મારાથી નહીં લખાય પણ સરગમની મક્કમતાથીને લાગણી આગળ આરતી નરમ પડી ને લખવા કોશિશ કરી ને પછી આરતીને તો લખવા માટે અવકાશ એટલો મળ્યો કે આરતીની ગણના એક સફળ લેખિકા તરીકે થઈ ને પંદરથી વીસ એવોર્ડ મળ્યાં ને અઢળક સર્ટીફીકેટ મળ્યાં.

આજે આરતીને એ દિવસોની યાદ તાજી થઈ જાય તો ગંભીર થઈ જાય છે પણ આવી સમજદાર લાડલી પુત્રવધુ થકી એની જિંદગી જીવવા માટે સુંદર અવકાશ મળ્યો એ ખુશી ને સાથે નસીબદાર સમજે છે કે આવી પુત્રવધુ મળી.


Rate this content
Log in