અતુટ દોરનું અનોખું બંધન -૫
અતુટ દોરનું અનોખું બંધન -૫


સાચી ના ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો એમને સાચી સાથે સગાઈ નહી કરવી હોય?? શુ કારણ હશે???
પ્રથમ ના મમ્મી શાશ્વત ને જોઈને આ કોણ છે એમ પુછે છે એટલે સાચીના મમ્મી કહે છે આ તેનો ફ્રેન્ડ છે આજે સાચી ને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે.
સાચીના મમ્મી પુછે છે આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો?
વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ જ છે. સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંનેને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને ગમી જ જશે એવું લાગે છે છતાં તેની ઈચ્છા હોય તો એને બોલાવી લઈએ.
સાચી (મનમાં વિચારે છે) : એવો તે એમનો કેવો દીકરો હશે જેને મળ્યા વિના હું હા પાડી દઉ સગાઈ માટે. હવે તો એ નમૂનાનો ફોટો જોવો જ પડશે.
સાચીના પપ્પા : સારુ જે હોય તે પહેલા એનો ફોટો તો બતાવી દો સાચી હા પાડે તો બરાબર નહી તો કંઈ નહીં.
નિસર્ગ પોતાના પર્સમાંથી એક ફોટો કાઢીને સાચીના હાથમાં આપે છે તે નાનકડા મસ્ત કવરમાં હોય છે .
સાચી ઉતાવળથી એ ફોટો કવરમાથી કાઢે છે અને તે જોતાં જ કુદરતી જ તેના ફેસ પર ખુશી આવી જાય છે. અને તે શાશ્વત ને બતાવવા જાય છે તો તે ત્યાં નથી. પણ બધાનુ ધ્યાન ફોટો જોવામાં હતુ ત્યારે તે પ્રથમ અને નિસર્ગની પાસે આવીને બેસી ગયો હતો.
સાચી નીર્વી અને પરી અને તેમના બધાને ફોટો પાસ કરે છે અને કહે છે...શાશ્વત.....હવે તો તારી ખેર નથી જો.....!!!
આ બધુ શું છે? પ્રથમ ના મમ્મી કહે હવે તારે આ છોકરાને મળવુ છે કે ના પાડી દેવી છે....!!!!
સાચી : એ બધુ પછી..પહેલા તો હું તેને સારી રીતે ધોલાઈ કરીશ. તે મને ડાયરેક્ટ તો કંઈ કહ્યું નહી અને આ બધુ શું હતું અત્યાર સુધી ?
એટલે બધા હસવા લાગ્યા અને પ્રથમ કહે છે ભાઈ તારો તો અત્યારથી વારો પડી ગયો પછી શું થશે?
શાશ્વત સાચીને સોરી કહે છે અને બધી જ વાત કરે છે.
* * * * *
શાશ્વત : મને કોલેજના ફર્સ્ટ ડેથી જ તું મને ગમી ગઈ હતી. પણ હું પહેલા તારી સાથે ફ્રેન્ડશીપ કરી તને જાણવા ઈચ્છતો હતો. એ વખતે યુથ ફેસ્ટિવલમાં મને મોકો સારો લાગતા તારી સાથે ફ્રેન્ડશીપ કરી પણ પહેલાં જ દિવસે તે કહ્યું હતું કે અમે ત્રણેય એક જ ઘરમાં લગ્ન કરીશું. એ વખતે તો મે એ વાત કંઈ સિરિયસ નહોતી લીધી.
ધીરે ધીરે આપણી ફ્રેન્ડશીપ વધતી ગઈ હું તને પ્રેમ કરવા લાગ્યો હતો.પણ કેવી રીતે તને કહુ. આમ જ મારૂ તો હવે M.B.A. પણ પતવા આવ્યું છે અને તમારા માટે પણ હવે છોકરાઓ જોવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે હવે વધારે મોડું કરી હું તને ખોવા નહોતો માગતો.
અને મને ખબર હતી તું આવી રીતે લવમેરેજ કે એમ નહી માને. અને હું તમારા ત્રણેયની આટલી સારી દોસ્તી તોડાવવા પણ નહોતો ઈચ્છતો.
આ બધી વાત નિસર્ગ અને પ્રથમ ને ખબર હતી. અને સદનસીબે એક દિવસ મસ્તીમાં તેમણે મારા દાદી અને કાકી સામે આ વાત કરી દીધી... પણ આ વાત ને દાદી એ તો સરસ અને સિરીયસલી રીતે વિચારી લીધી.
તેમણે મને તારી સાથે પરી અને નીર્વી નુ પણ એક દિવસ શાંતિથી બેસાડીને પૂછી લીધું હતુ એ વખતે તો મને એમનો મતલબ સમજાયો નહી પણ પછી એક દિવસ તેમણે કહ્યું કે આપણે એક સાથે ત્રણ વહુઓ લાવીએ તો??
બધા કહે એ કેમ શક્ય બને ?? બધા માટે છોકરીઓ જોઈએ અને ગમે ત્યારે ને..પછી દાદીએ મે તમારા ત્રણેય ના સ્વભાવ , શોખ, અને બાકી બધી બેઝિક વાત કરી હતી જે મારે તારી સાથે થતી હતી એ પ્રમાણે એમણે જ બધાની જોડી માટે વિચાર્યું, નીર્વી - નિસર્ગ, પરી -પ્રથમ, સાચી -શાશ્વત.
આ વાત ની અમારા ઘરે તો બધાને ખબર જ હતી. પણ મે જ કહ્યું હતુ કે પહેલાં આ લોકોનું ફાઈનલ થાય તો તમારી ત્રીપુટી સાથે રહેશે એવો પ્લાન સફળ થશે.
સાચી : તને કેમ ખબર પડી કે હું હા જ પાડીશ ?
ધારો કે બંને હા પાડે ને હું ના પાડુ તો?
શાશ્વત : ભલે આપણે એકબીજાને કંઈ કહ્યું નથી પણ ચાર વર્ષ સાથે કોલેજમાં રહ્યા પછી મે તને એટલી તો ઓળખી જ હતી તો જ હું આટલો મોટો પ્લાન કરવાનું રિસ્ક લઉને....?
અને હજુ પણ એવુ નથી તારે ના કહેવી હોય તો કહી શકે છે આપણી ફ્રેન્ડશીપ પહેલા જેવી જ રહેશે.
નિસર્ગ : સાચી એકલી જ નહી પણ પરી અને નીર્વી પણ તેમનો જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. કોઈની પણ ના હશે તો એનાથી બીજા સંબંધો પર કોઈ ફેર નહી પડે.
પરીની મમ્મી : ખરેખર પૈસાદાર હોવાની સાથે આવા સમજુ છોકરાઓ હોવા એ ખરેખર તમારી ખાનદાની છે અત્યારે આવા છોકરાઓ મળવા મુશ્કેલ છે.
નીર્વી ના નાની : આપણે ફાઈનલ ડિસિઝન લઈને જે હોય તે બે દિવસ માં એકબીજાને જણાવી દઈશું કહીને બધા છુટા પડે.છે.
શું હશે બધાનો નિર્ણય ?? નીર્વી અને નિસર્ગ તો હજુ એટલા તૈયાર નથી તો શું એ હા પાડશે? શું થશે આગળ તેમની લાઈફમાં ???
ક્રમશઃ