Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here
Independence Day Book Fair - 75% flat discount all physical books and all E-books for free! Use coupon code "FREE75". Click here

Pallavi Oza

Drama


3  

Pallavi Oza

Drama


અતીત

અતીત

3 mins 149 3 mins 149

સાંજનો સમય હતો, સૂર્યનો ગોળો આકાશમાં કેસરી રંગ પ્રસરાવી રહ્યો હતો સાથે તેમાંથી નીકળતા લાલ અને પીળા રંગો આકાશને આલ્હાદક બનાવતા હતાં. તેમનું પ્રતિબિંબ દરિયાનાં પાણીમાં પડતું હતું. દરિયો રંગોને ઝીલી પોતાના પાણી ઉપર તરતા મૂકતો હતો. દરિયાનાં મોજાં અવિરતપણે ઉછળતા હતાં. તેને તાકતો એક યુવાન ઊંચા પથ્થર પર બેસી દરિયામાં કાંકરા ફેંકી રહ્યો હતો, યુવાને ફેંકેલા કાંકરાથી કિનારે આવતા એકધારા મોજામાં ભંગાણ પડતાં તે ચારેબાજુ ફંટાઈ રહ્યાં હતાં તેવી જ રીતે પથ્થર પર બેઠેલા યુવાનનું મન પોતાના અતીતમાં ફંટાઈ રહ્યું હતું.

મોન્ટુને લઈને તે રોજ અલગ-અલગ જગ્યાએ ફરવા નીકળતો. એક વખત તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ચારેબાજુથી વાહનો આવતા હતા, થંભવાનું નામ જ નહોતા લેતા, મોન્ટુ ને આગળ જવું હતું તે યુવાનનાં હાથમાંથી છટકવાની કોશિશ કરતો હતો પણ પેલા યુવાને મોન્ટુને મજબૂત પકડી રાખ્યો હતો. આમને આમ પાંચેક મિનિટ વહી ગઈ. હવે તો યુવાન કંટાળ્યો જો તે રસ્તો ક્રોસ કરે તો માંડ પાંચ ડગલાં ચાલી શકે તેમ હતો. પોતે એકલો હોત તો સહેલાઈથી રસ્તો ઓળંગી શક્યો હોત પણ સાથે મોન્ટુ હતો.

રસ્તો થોડો ખુલ્લો થયો યુવાને પોતાની જમણી બાજુ જોયું વીસેક મીટર દૂરથી વાહન આવતું હતું. યુવાને મોન્ટુની પકડ મજબૂત કરી ને સામે જવા માટે રસ્તા પર દોડવા લાગ્યો એની પાછળ-પાછળ મોન્ટુ ઘસડાણો. રોડની વચ્ચોવચ બંને આવી ગયા ને મોન્ટુ એ સામે જોયું તો તે ઉછળીને યુવાનનાં હાથમાંથી છટકી ગયો ડાબી બાજુએથી આવતા ટ્રકની અડફેટમાં આવી ગયો, ત્યાં ને ત્યાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. લોકો પોતપોતાના વાહન સાથે ઊભા રહી ગયા, રસ્તે ચાલતા રાહદારીઓ પણ ભેગા થઈ ગયા. યુવાન તો ત્યાંને ત્યાં જડ થઈ ગયો. શું કરવું ને શું ન કરવું વિચારી ન શક્યો. થોડી ક્ષણો બાદ તે મોન્ટુ પાસે ગયો ને નીચે સડક પર બેસી મોન્ટુ ને બે હાથે ઉંચકી હૈયાફાટ રુદન કરવા લાગ્યો. એક હાથની મુઠ્ઠી વાળી પોતાના કપાળ પર મારવા લાગ્યો ને કહેવા લાગ્યો,

"હું જ મૂર્ખો આટલા બધા વાહનની વચ્ચેથી મોન્ટુને લઈ જવાની શું જરૂર હતી તેના બદલે સીધો ચાલ્યો હોત તો શું લુંટાઈ જવાનું હતું. તેનાં કરતાં ઘરે જ પાછો વહ્યો ગયો હોત તો.... "બોલતાં ની સાથે યુવાન ફરી રડવા લાગ્યો.

પાછળથી તેનાં ખભ્ભે કોઈ નો હાથ મૂકાયો તેણે પાછળ ફરી જોયું ને કહ્યું,

"અરે.. સાગર તું, આવ આવ મારી પાસે બેસ."

"આરવ, ક્યાં સુધી તું પોતાની જાતને કોસતો રહીશ છ મહિના ઉપર થઈ ગયું મોન્ટુના અકસ્માત ને હવે તો તું તેમને ભૂલવાની કોશિશ કર." સાગરે કહ્યું.

"તું તો જાણે છે ને, મોન્ટુ મને કેટલો વ્હાલો હતો અરે.. મારો જીવ હતો તે." આરવે દુઃખી ચહેરા સાથે કહ્યું.

હું બધું જ જાણું છું, હવે અતીતને વાગોળવાથી કંઈ હાથમાં નહીં આવે, સાગરે આરવની પાસે બેસી તેનો હાથ પકડતા કહ્યું.

"તો હવે હું શું કરું બોલ, મારે શું કરવું જોઈએ," આરવે પોતાનો બીજો હાથ સાગરે મૂકેલાં હાથ પર મુકતાં કહ્યું.

"કશું જ નહીં, સામે જો ત્યાં શું છે ?" સાગરે કહ્યું.

"ગલુડિયું..." કહેતા આરવ ઊભો થઈ ગયો.

હા, એ થોડા દિવસ પહેલાં જન્મેલું ગલુડિયું છે, મને એમ લાગે છે કે, તે એની મા થી વિખુટુ પડી ગયું છે સાગરે ગલુડિયાઓ સામે જોઈ કહ્યું.

"હા, તારી વાત સાચી છે, મને પણ એમ જ લાગી રહ્યું છે," આરવે પોતાના હોઠ પર સ્મિત લાવતા કહ્યું.

તો, વાર શીદને કરે છે, ઉઠાવ એ ગલુડિયાને અને તારા અતીત ને ભૂલી ને ભવિષ્ય તરફ નીકળી પડ સાગરે આરવના ખભે હાથ મૂકી કહ્યું.

"મને મારો મોન્ટુ મળી ગયો, હું આ નાના ગલુડિયાનું નામ પણ મોન્ટુ જ રાખીશ, બરોબર કહ્યું ને મેં !" કહેતો આરવ ગલુડિયાને લેવા માટે દોડ્યો. તેનું હૈયું ભીંજાઈ રહ્યું હતું, તેણે નાચતા નાચતા ગલુડિયાને બે હાથે ઉંચકી છાતી સરસુ ચાંપી દીધું.


Rate this content
Log in

More gujarati story from Pallavi Oza

Similar gujarati story from Drama