Dilip Ghaswala

Drama Inspirational

2  

Dilip Ghaswala

Drama Inspirational

અસરદાર સરદાર

અસરદાર સરદાર

2 mins
62


શીશ આ જુઓ નમે છે બસ, તમારા નામ પર,

વિશ્વ આખું મધમઘે છે આ, તમારા કામ પર.

શી હતી લોખંડની છાતી અને કોમળ એ દિલ,

સુઘટા ઘેરી છવાઈ ગઈ હતી સૌ ગામ પર.

ગુજરાતીની ગરિમામાં વહે "સરદારી" રક્ત, 

જોમ જોઈને ધરા ધ્રુજી ઉઠે આ હામ પર. 

સૌ વિધાતક બળ પછાડી આપે ગૂંથી એકતા,

દીપ આઝાદીનો પ્રગટ્યો રાખી શ્રદ્ધા રામ પર.

 ૩૧ ઓક્ટોબરે ભારતના અભૂતપૂર્વ ભૂતપૂર્વ ઉપ વડાપ્રધાન સરદાર પટેલની ૧૪૫ મી જન્મ જયંતિ ઉજવાશે. આજના સાંપ્રત સમયમાં સરદારને જીવતા રાખવા હોય તો એમના વિચારો ને વિચારીને અમલમાં સુપેરે મુકવા જોઈએ. તે જ તેમની સાચી સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. સરદારે ભારત દેશના નાના મોટા મળીને લગભગ ૫૬૨ દેશી રાજ્યોને એક કરીને ભારત દેશને એક સુત્રતામાં બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. મહાત્મા ગાંધીના એઓ નીકટના સાથી હતા. ગાંધીજીને મન સરદારની પ્રમાણિકતાની કિંમત અમૂલ્ય હતી. સરદારનો ધ્યાનાકર્ષક કોઈ ગુણ હોય તો તે આખા બોલા નો હતો. સરદાર હૈયે હોય તે તરતજ હોઠે લાવી દેતા. એમના બોલાયેલા શબ્દોમાં અંતરાત્માનો રણકો સામેવાળી વ્યક્તિને સંભળાતો. તેમની વાણીમાં તેજ પ્રગટતું હતું. સરદારને અસત્ય સામે સખ્ત નફરત હતી. એઓ સત્યના પુજારી હતા. નહેરુના કેટલાક વિચારો સાથે તેઓ અસમંત હતા. પણ તેમને તેઓ આદર ખુબ આપતા. સરદારના કહેવાથી જ ગાંધીજીએ નહેરુ પ્રધાન મંડળમાંથી રજા લેવાની અનુમતી આપી હતી. ત્યારે લોર્ડ માઉંટ બેટને યોગ્ય કહ્યું હતું, કે સરદાર વિના સરકાર નહિ ચાલે. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ એટલાજ સ્તુત્ય છે. એમણે કહ્યું હતું કે ભારત દેશને અખંડિત રાખવો હોય તો જાતી ભેદભાવ અનિવાર્ય રીતે મિટાવી દેવા જોઈએ. ક્રોધ પર કાબુ કેમ મેળવવો એ પણ સરદાર પાસથી જ શીખવો જોઈએ. પહેલા કામ પછી સામાજિક વ્યવહાર એમના આચરણમાંથી જ શીખી શકાય. એમના પત્નીના મૃત્યુના સમાચાર કેટલા સાહજિક રીતે લીધેલા. ત્યારે સમજાય કે આ લોખંડી પુરુષની છાતીમાં એક ઋજુ ગુલાબ જેવું હ્રદય પણ વસે છે. કર્મનો સિદ્ધાંત એમના શ્વાસોમાં વણાયેલો હતો. વિશ્વાસ અને શક્તિ એમના બે અમોઘ શસ્ત્ર હતા. એઓ કહેતા કે તમને તમારું અપમાન સહન કરતા પણ આવડવું જોઈએ. અને યોગ્ય સમય આવ્યે એનો જવાબ પણ ધારદાર રીતે આપી શકાય. એમની કુનેહ કુશાગ્ર બુદ્ધિ થી એમણે લાખોના દિલ પર રાજ કર્યું હતું. આજે દરેક નેતાના ઘાટ દિલ્હીમાં દેખાશે. સરદાર ઘાટ નહિ દેખાશે. એનો રંજ દરેક ભારતીય સરદાર પ્રેમીને હશે. પણ એ ખોટ નરેન્દ્ર મોદીએ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવીને પૂરી કરી. વિશ્વભરમાં સરદાર આજે પૂજાય છે. એ એમની કર્મશીલતાનું ઉદાહરણ છે. એમની અંતિમ વિધિ મુંબઈના ચંદન વાડી સ્મશાન ગૃહમાં પંડિતજીની જિદના કારણે થઈ તે બહુ દુઃખદ બાબત હતી. મુંબઈ ચોપાટી પર કરવાની વાતને પંડિતજીએ પર્યાવરણ પ્રદુષિત થશે એમ કહી નકારી હતી. પણ સરદાર આવી પ્રસિદ્ધિના મોહતાજ નહોતા જે રીતે ખુમારીથી જીવ્યા એટલીજ ખુમારીથી મૃત્યુ પામ્યા. ભલે આજે એમનો પાર્થિવ દેહ નથી પણ એમનો કર્મ દેહ એમના વિચારો એમના કાર્યો હજુ પણ લોકોના દિલમાં ધબકે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama