Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

અર્થ થયો વ્યર્થ

અર્થ થયો વ્યર્થ

5 mins
323


ચિન્મય પલંગ પર સૂતાં સૂતાં વિચારી રહ્યો હતો કે જિંદગીની ભાગદોડનું સરવૈયુ કેવું છે ? અઢળક મહેનત, પુષ્કળ આવક છતાં ય જિંદગી તો ખોટ જ બતાવતી રહી. પોતે તથા પત્ની ચૌલા કેટલી બધી મહેનત કરે છે ! પરંતુ એ ઘંટીના પડની વચ્ચે ભિંસાતો જ રહે છે. સમાજમાં તો બધા કહે છે કે,"ચિન્મય તો કરોડપતિ બાપનો બેટો. જયાં પૈસો હોય ત્યાં પૈસો પૈસાને ખેંચતો જ રહે. બધાને પૈસાની ચમકદમક દેખાય છે પણ એની પાછળ કરેલી મહેનત કેટલાને દેખાય છે ?

એટલીવારમાં જ એનો મિત્ર વિરેન્દ્ર આવ્યો બોલ્યો,

"તું જોતો ખરો બોટલ પુરો થવા આવ્યો છે. "

એના મિત્ર વિરેન્દ્રએ બોટલ બંધ કરી કેસ પેપર જોઈને બોલ્યો,"હજી બે બોટલ ચડાવવા પડશે. ચિન્મય,તેં તારી હાલત કેવી કરી નાંખી છે ? એ તો સારૂ હતું કે એ સમયે તું તારા ડેન્ટલ વિભાગમાં કોલેજના વિધ્યાર્થીઓને ભણાવતી વખતે એક દર્દીને એના દુઃખાવા વિષે પૂછી રહ્યો હતો અને બેભાન થઈ ગયો. તને તરત સારવાર મળવા માંડી. તું ડૉક્ટર થઈ બિલકુલ બેજવાબદાર વ્યક્તિ જેવું વર્તન કરે છે ? તારૂ હિમોગ્લોબીન પાંચ થઈ ગયું છતાં ય બસ કામ જ કરે જવાનું ? હવે તારે આરામની જરૂર છે. તું એક વાત સમજ કે કોઈનાય વગર કોઈ કામ અટકતું નથી. "

"કામ ભલે અટકે નહીં પણ જવાબદારીમાંથી તો છટકી શકાતું નથી ને ! તું જાણે છે કે હવે માંડ ચાર મહિના બાકી છે બસ પછી. . . . "

"પછી શું ? સતત પરિશ્રમ. . . તને ખબર છે કે ચૌલાની તબિયત પણ ખરાબ છે. એને કમરનો સખત દુઃખાવો છે. એ મારી પાસે જ આવી હતી. મેં એને આરામ કરવાની સલાહ આપી પણ એ પોતે પણ ડૉક્ટર હોવા છતાં મારી સલાહ અવગણે છે. દરેક દાંતના ડૉક્ટરને કમરથી વળવું પડે છે. તું સવારનો ઘેરથી નીકળે છે તે રાતના દસ વાગે ઘેર જાય છે. તું હોંશિયાર છું. પણ મનુષ્યનું શરીર કંઈ મશીન નથી કે સતત ચાલ્યા કરે એને આરામની જરૂર હોય છે. "

"વિરેન્દ્ર તું મારો આત્મીય મિત્ર છું. તું અમારી પરિસ્થિતિથી ક્યાં અજાણ્યો છું ?"

પણ તારી જગ્યા એ હું હોઉં અને મારા બાપા કરોડપતિ હોય તો હું એમની પાસે પૈસા માંગી લઉં. "

"દોસ્ત,તારી વાત સાચી છે પણ એ માટે બાપ દીકરા વચ્ચે નિખાલસ સંબંધ હોવા જરૂરી છે. હું તો નાનપણથી હોસ્ટેલમાં રહીને ભણતો હતો. મારી નાની બહેન એમની પાસે રહેતી હતી અને આપણામાં કહેવાય છે કે નજરથી દૂર એ દિલથી દૂર. માબાપ ક્યારેય મને હોસ્ટેલમાં મળવા આવ્યા નથી. જ્યારે બીજા મિત્રોના માબાપ મળવા આવતાં ત્યારે મારી આંખો માબાપને જોવા તરસતી. મારી પાસે પૈસે પૈસાનો હિસાબ માંગવામાં આવતો એમની દલીલ એવી હોય કે પૈસાનો હિસાબ ના માંગીએ તો દીકરો દારૂ અને જુગારના રવાડે ચઢી જાય. "

ડૉક્ટર બન્યા પછી મેં તથા ચૌલાએ દવાખાનામાં નોકરી ચાલુ કરી. અમે લગ્નની વાત કરી ત્યારે અમને બેફામ શબ્દો બોલી અપમાનિત કર્યા. અમારૂ મન ઉઠી ગયું હતું. પણ આબરૂ બચાવવા એમને લગ્ન તો કરાવી આપ્યા.

પરંતુ મારી બહેન સાવ અભણ તથા સંસ્કાર વગરના છોકરાંના પ્રેમમાં પડી ત્યારે એને પ્રેમથી સમજાવવા લાગ્યા. જ્યારે એ મક્કમ રહી ત્યારે પૈસાના જોરે અમેરિકાથી આવેલા અબજોપતિના દીકરા જોડે ચાર જ દિવસમાં લગ્ન કરીને અમેરિકા મોકલી દીધી.

આ અન્યાય મેં જોયો છે. મેં તો ડૉક્ટર છોકરી પસંદ કરેલી જે અમારી નાતની તથા સંસ્કારી હતી. પરંતુ એ મધ્યવર્ગની હતી. બસ,આ જોઈનેે હું અંદરથી ભાંગી પડ્યો. અમારી પાસે પૈસા ભેગા થયા એટલે મેં દવાખાના માટે લોન લીધી અને ચૌલાએ ઘર માટે.

અમારી જિંદગીમાં કશ્યપનું આગમન થયું. એ પણ અમારી જેમ ભણવામાં હોંશિયાર હતો. પરંતુ અમારી જિંદગી જોઈ એ કહેતો હું કયારેય ડૉક્ટર નહીં બનું. બારમા પછી એ કેનેડા ગયો પણ અમે જ એને કહ્યું કે તું ભણવામાં વધુ ધ્યાન આપ. ત્યાં નોકરી ના કરીશ.

મેં જે દુઃખ ભોગવ્યું હતું એ મારો દીકરો ના ભોગવે એટલે દર વર્ષે હું કે ચૌલા એને મળવા કેનેડા જઈએ છીએ. વેેકેશનમાં એ ઘેર આવે ત્યારે મારા બાપા થોડા ડોલર આપીને રાજી થાય. ત્યાંની ફી તથા રહેવા જમવાનું ઘણું મોંઘુ છે. પરંતુ મારા માબાપે ક્યારેય પૂછ્યું નથી કે તમને તકલીફ છે ? મેં તો ક્યારેય મારા દીકરાને મોકલાવેલા પૈસાનો હિસાબ માંગ્યો નથી. અમને બંનેને અમે આપેલ સંસ્કાર પર વિશ્વાસ હતો.

"અરે,દીકરા તું તો અમને ખબર પણ નથી આપતો ? કાલે કાકાને ત્યાં પાર્ટી છે એટલે ચૌલાને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તું દવાખાને છું. તો શું અમને ખબર ના અપાય ?

અમે તારા માબાપ છીએ અમે તો દોડીને આવી જઈએ" કહેતાં એના માબાપ દવાખાનામાં દાખલ થયા.

ડૉક્ટર વિરેન્દ્ર ચૂપચાપ રૂમની બહાર નીકળતાં એટલું તો બોલ્યો,"ચિન્મય તને અને ચૌલાને બંને જણાંને આરામની જરૂર છે. તું ચિંતા ના કરીશ. કંઈ પણ કામ હોય તો મને કહેજે હું ઓર્થોપેડિક વિભાગમાં જ છું. "

ત્યારબાદ તો તે હોસ્પિટલના બધા ડૉક્ટરો વારાફરતી ચિન્મયની ખબર જોવા આવતાં જ રહ્યા. કહેવાય છે કે માઈલોનું અંતર તો પ્લેનમાં બેસી ને કપાઈ જાય પરંતુ દિલથી એક ઈંચ જેટલું પડેલું અંતર તો ક્યારેય ના કપાય.

બધા ચિન્મયને સલાહ આપતાં રહ્યા,"તમે નોકરી છોડી દો અથવા તમારી પ્રાઈવેટ પ્રેક્ટીસ બંધ કરી દો. તમે સતત કામ કરતાં રહો છો. તમારા દવાખાને રવિવારે પણ રજા રાખતાં નથી. તમારા રિપોર્ટ જોઈને જ ખબર પડી જાય છે કે બધુ પડતી દોડાદોડનું પરિણામ છે."

એટલામાં જ નર્સ જ્યુસ લઈને આવી. જતાં જતાં કહેતાં ગઈ, "સર,તમને થોડીવારમાં જમવાનું મળી જશે. તમારે તમારી પસંદની કોઈ વાનગી કહો તો એ પણ અમે મોકલીશું એવું ડોક્ટર જયેશભાઈએ કહ્યું છે. તમને બિલકુલ તકલીફ ના પડે એ જોવાની જવાબદારી અમારી છે."

બાપને પણ લાગ્યું કે મારા જેવા ધંધાવાળા માણસ કરતાં સમાજમાં ડૉક્ટરનું માનસન્માન ઘણું બધુ હોય છે. જ્યારે મારી પાસે આટલા બધા પૈસા હોવા છતાં પણ આટલો પ્રેમ અને સન્માન નથી મળતાં. પૈસાથી બધું ખરીદી શકાતું નથી. એ વાત એમને સમજાવા લાગી હતી.

ચારમહિના બાદ કશ્યપનું ભણવાનું પુરૂ થયું અને એને ફોન કરીને કહ્યું,"મને ખૂબ ઊંચા પગારની નોકરી મળી ગઈ છે. તમે મને પૈસા કેે પ્રેમની કમી ક્યારેય મહેસૂસ થવા દીધી નથી. બસ હવે તમારે મને પૈસા મોકલવાની જરૂર નથી પરંતુ હવે હું તમને પૈસા મોકલીશ.

હવે ચિન્મય તથા ચૌલા થોડોઘણો આરામ પણ કરવા લાગ્યા હતાં. એમને હવે પૈસા માટે દોડાદોડ કરવાની બંધ થઈ ગઈ હતી. વર્ષો પસાર થતાં રહેતાં હતાં. એમને પૈસાની પણ ચિંતા રહી ન હતી.

એવામાં જ કશ્યપે કહ્યું કે,"હું આવતા મહિને ભારત આવુ છું. "પરંતુ એ દરમ્યાન જ ચિન્મયના માબાપનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. વસિયતનામું કર્યું ન હતું તેથી કરોડો રૂપિયાના બે ભાગ પડ્યા. ચિન્મયના ભાગે પણ કરોડો રૂપિયા આવ્યા પણ હવે એની જરૂર જ ક્યાં હતી ? તેથી તો ચૌલા બોલી, "જિંદગીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વણાયેલા છે. પણ આ અર્થ તો હવે વ્યર્થ છે."

જરૂર વખતે નહીં મળેલ પૈસાને શું કરવાનું ? હવે જરૂર પણ ક્યાં છે ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy