Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અનસૂયા મા

અનસૂયા મા

2 mins
308


આ એવી નારીની સત્ય વાત છે જે આપબળે મહેનત ને ભક્તિ થકી જ આગળ આવ્યા છે.

આજે ઘણી બધી સ્ત્રીઓ એમને આદર્શ માને છે.

અનસૂયા મા પરણીને સાસરે આવ્યા ને સંસારમાં પરોવાઈ ગયાં પણ સાસરીમાં થતાં યેનકેન પ્રકારે અન્યાય ને નાની નાની બાબતોમાં કંકાસ થકી પરિવારમાંથી જુદાં રેહવા સાસરીયાએ મોકલ્યા. 

અનસૂયા મા નાં પતિદેવ મ્યુનિસિપલ કોર્પોરેશન માં નોકરી કરતાં હતાં એક રૂમનું ભાડે મકાન રાખ્યું ને ત્રણ બાળકો સહિત એમાં સમાવેશ કર્યો. અનસૂયા મા કુંવારા હતાં ત્યારે લુણાવાડા ખાતે સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. પરણીને બી એડ કરવાની ઈચ્છા હતી પણ સાસરીયાને નહીં ગમતાં આગળ અભ્યાસ કરવા દીધો નહીં. અનસૂયા મા ને દૂરદર્શન પર સમાચાર વાંચવા માટે નોકરીની ઓફર આવી પણ એમને પોતાની જાતને બધાંથી અલગ ઓળખ ઊભી કરવી હતી.

દર દાગીના ને લોન લીધી ને મંગલમ ટેનામેન્ટમાં મકાન રાખ્યું. સંતાનોને ભણાવવા માટે નોકરી પણ કરી. પણ સ્ત્રીને સન્માન મળે નહીં ને સ્વાભિમાન ને આત્મસન્માનથી જીવતાં હતાં એટલે નોકરી છોડી દીધી.

દયાળુ હનુમાન દાદાની ભક્તિ કરીને નિરંતર પૂજા પાઠ ને જ્યોતિષમાં અખૂટ વાંચન થકી જ્યોતિષ વિદ્યામાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા ને મુંબઈ ને બેંગલોર જ્યોતિષ કોન્ફરન્સ માં ગયાં ત્યાં અનસૂયા બહેન પંડ્યા તરીકે નામના મેળવી. દયાળુ દાદાની અસીમ કૃપા થકી વાસ્તુ કન્સલ્ટિંગ કરતાં હતાં ને સચોટ નિદાન થકી ઘણાં લોકો ને ફાયદો થયો ને સુખી થઈ ગયાં.

મોટી દીકરી અનવી ડોક્ટર બની એનાં માટે દવાખાનું ખોલ્યું.

બીજા નંબરની દીકરી પિન્કી ભણતરની સાથે ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતી હતી ને ત્રીજા સંતાન સુનિત ભાઈ મોડી ફાઈ ગાડી બનાવામાં રસ હતો તો ગેરેજ શરૂ કર્યું હતું ને પોતે રેસર હતાં.

એક દિવસ વાસ્તુ કન્સલ્ટિંગ કરવાં ગયાં ને મોટી દીકરીનું આકસ્મિક મૃત્યુ થયું.

એક મા પર શું વિતી હોય એ તો મા નું હ્રદય જાણે.

આવી પડેલી પરિસ્થિતિમાં સામાજિક વિધિ પતાવીને પોતાની જાતને સંભાળી લીધી ને જ્યોતિષ ને ચેલેન્જ સમજી ને એમણે આગળ વધવું એ જ ધ્યેય સાથે ઝંઝાવાત સામે લડીને જીત્યા ને આજે જ્યોતિષ વિદ્યા ને વાસ્તુ કન્સલ્ટિંગમાં અમદાવાદ જ નહીં અમેરિકા પણ બોલાવામાં આવે છે દેશ વિદેશમાં એમણે ખ્યાતિ મેળવી છે એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એ પોતાની જાત મહેનતથી.

આજે તો દીકરાની વહુ પૂજાને બે સંતાનો છે.

દીકરી પરણીને અમેરિકા છે.

મહેલ જેવો બંગલો છે.

પણ દિલમાં દયા ને સેવાનો ભાવ અવિરતપણે વહે છે.

એવાં અનસૂયા મા ને પ્રણામ કરું છું.


Rate this content
Log in