Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

અનોખી યાત્રા

અનોખી યાત્રા

3 mins
361


પ્રવાસની વાત આવે,

 એટલે મગજમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર કે જ્યાં,

સુંદર મજાનો દરિયા કિનારો હોય,

ત્યાં નારિયેળી ના ઝુંડ હોય,

આસપાસ ફાઈવ્ સ્ટાર હોટેલ હોય.

ત્યાં હોટેલ ના રૂમમાંથી દૂર પહાડી પર છવાયેલો બરફ હોય.

જાણે આ ઊંચા પહાડો આકાશ સાથે વાતો કરતા હોય.

કેટલાય અલગ અલગ પ્રદેશના લોકો,

અલગ અલગ પહેરવેશ સાથે,

પ્રવાસની મજા માણતા હોય.

બસ વિચારો જ કેટલા આનંદદાયી છે.

  કુદરતે પણ આ જિંદગીનો પ્રવાસ માણવા,

 માનવી જ્યારે મનથી થાકી જાય,

 ત્યારે રીફ્રેશ થવા.

પ્રકૃતિની ગોદ માં સહારો લઇ શકે,

એ માટે સુંદર પ્રકૃતિનું સર્જન કર્યું છે.

અને આ પ્રવાસ

માનવી ના જીવન ઘડતરમાં,

 ખૂબમહત્વ નો ભાગ ભજવે છે.

પ્રવાસ ના નામથી જ,

કેટલો ઉત્સાહ કેટલો ઉમંગ કેટલો હરખ હૈયે ઉત્પન્ન થાય છે.

  પ્રવાસ માનવી ને એક નવો ઉત્સાહ પૂરો  પાડે છે.

હૃદય અને આત્મા ને શુદ્ધ બનાવે છે.

સાહસિકતા નીડરતા સહિષ્ણુતા જેવા નીતિમત્તા ના ગુણો.

 માનવી માં વિકસે છે.

પરસ્પર સહકારની ભાવના.

એકબીજા ને મદદરૂપ થવાની ભાવના. વહેચી ને ખાવાની ભાવના.

જેવા સદગુણો નો વિકાસ થાય છે.

ગમે તે સંજોગો ને,

 ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્થિર રહી શકે, એવું મનોબળ વિકસે છે.

જુદી જુદી સંસ્કૃતિ ના વિશે માહિતગાર થાય છે.

અને ઝીણા માં ઝીણી બાબતનું અવલોકન કરવાની દૃષ્ટિ નો વિકાસ થાય છે.

ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ ટકાવી રાખે છે.

 આ તો થઈ.

એક શહેરથી બીજા શહેર જવાના પ્રવાસની વાત.

પણ આના કરતા પણ,

અનોખો પ્રવાસ છે,

અને એ છે આપણી જીવન યાત્રા.

દુનિયા પરનું જીવન આપણી યાત્રા છે. આપણું અસલનું ઘર પ્રભુનું શરણું છે. આપણે બધા એક જ મંઝિલના મુસાફર છીએ.

પણ બધા ના રસ્તા અલગ અલગ છે.

  કોઈ ની કાંટાળી ડગર ,

તો કોઈની સીધી સડક.

કોઈ નો આંટી ઘૂંટી વાળો  વાકો ચૂકો રસ્તો. તો કોઈ નો પથરિલો રસ્તો

 કોઈ ઊંડી ખીણ જેવો રસ્તો .

તો કોઈ નો ફૂલોથી સજેલો રસ્તો.

કઈ અટપટા અને ચટપટા રસ્તા ઓ,

કોઈ નો ધૂળીયો રસ્તો,

 તો કોઈ નો અલબેલો મસ્તાની રસ્તો.

બધા ના રસ્તા અલગ.

પણ બધાની મંઝિલ એક છે.

  કોઈ અટપટા રસ્તા ને,

આવડતથી સીધો સટ્ટ બનાવે,

તો કોઈ જીવન માં આવેલી રાહની સતત ફરિયાદો માં ગુજારે.

કઈ કેટલાય મુસાફરો હોય સંગાથ માં.

 કોઈ દોસ્ત બની ને આવે.

કોઈ હમસફર બની ને આવે.

તો કોઈ કુટુંબ ના સભ્યો બની ને આવે.

  કઈ કેટલાય લોકો આવે છે જીવનમાં.

કોઈ થોડો સાથ.

તો કોઈ વધારે સાથ આપી જાય.

કોઈ જીવન યાદગાર બનાવી જાય.

તો કોઈ જીવન માં ઝહેર ઘોળી જાય.

કેટલીય મીઠી મધુરી યાદોનું સંભારણું આપી જાય.

તો કોઈ જીવન માં કડવાહટ ફેલાવી જાય.

કોઈ પોતાના દગો દઈ જાય.

તો ક્યારેક પારકા આવી ને ડૂબતી નાવ ને બચાવી જાય.

કઈ કેટલાય લોકો આવી ને જાય આપણા જીવન માં.

કઈ કેટલુંય શીખવાડી જાય આ સફર માં.

   હોય સફર માં ભલે કાંટાળી ડગર,

 પણ હોય સંગાથ સાચા હમસફર નો,

તો સફરની મજા કંઇક અલગ હોય.

 બસ મળી છે આ જિંદગી,

તો સફરની મજા માણી લેવી.

શું ખબર કઈ ક્ષણે આ જિંદગી મંઝિલ સુધી પહોંચાડી દે.

બસ ફક્ત ફરિયાદો કર્યા વગર,

સફરની સાચી મજા માણી શકાય.

આત્મા ને ઓળખવાની છે આ સફર.

જાત સાથે મુલાકાત કરવાની છે આ સફર.

બસ સફરની સાચી મજા ચાલતા રહેવામાં છે.

બસ કાંટાળી ડગર પર ચાલતા કાંટા ને દૂર કરતા જાવ.

રસ્તો બીજા લોકોનો સરળ કરતા જાવ.

મળેલી ખુશીઓ વહેંચી સફરમાં લોકોના ચહેરા પર એક મુસ્કાન આપતા જાવ.

  જ્ઞાન ના તરસ્યા લોકોને જ્ઞાન આપતા જાવ.

તરસ્યા અને ભૂખ્યા લોકોની સંભાળ લઈ તમારી રાહ આસાન બનાવતાં જાવ.

 સફરમાં સાથે મળેલા લોકો ને,

એક અવિસ્મરણીય યાદોનું ભાથું દેતા જાવ.

બસ ચાલતા રહો.

ડગર ગમે તે હોય બસ હમસફરને સાથ ચાલતા જાવ.

બસ સૌની જીવન યાત્રા, સુખ મય અને મંગલમય બને એવી મંગલ કામના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational