Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

અનોખી પ્રેમ કહાની

અનોખી પ્રેમ કહાની

3 mins
289


ચિરાગ શહેરનો સૌથી પ્રખ્યાત ચિત્રકાર હતો. એના ચિત્રોના દામ ખૂબ ઊંચા રહેતા. એના ચિત્રો એટલા જીવંત હતા કે, જોનાર ને એકદમ વાસ્તવિક લાગે. એની રંગ પુરવાની અદા એવી હતી કે ચિત્રો એકદમ વાસ્તવિક લાગે. એ હંમેશા સુંદર સ્ત્રીઓ, પહાડ, ઝરણું, આકાશ,ફૂલો,અને દરિયાના ચિત્રો દોરતો.પ્રકૃતિના તત્વો ને પોતાની આગવી અદાથી જીવંત બનાવતો.

એક વખત એક આંતર રાષ્ટ્રીય સ્પર્ધા થવાની હતી. જેમાં દરેક ચિત્રકારોએ પોતાના ચિત્રો રજૂ કરવાના હતા. ચિત્રો દોરવા માટે વિષય હતો "મૃગ નયની" અને ચિરાગે તૈયારી ઓ શરૂ કરી દીધી. અને ચિત્રો દોરવા હંમેશા,એ તેની શહેરની બાજુમાં આવેલા, ગ્રામ્ય વિસ્તારની નદી કિનારે, ક્યારેક સરોવરની પાળ પર જતો. શાંત અને સુંદર વિચારોની પ્રેરણા થકી એ સુંદર અને જીવંત ચિત્રો બનાવતો.

મૃગ નયનીના ચિત્ર માટે, એ ગ્રામ્ય વિસ્તારની એક નદી કિનારે જાય છે .જ્યાં સુંદર મજાના વૃક્ષો હતા. ફૂલોની હારમાળા હતી. પંખીઓ ગીત ગાતા હતા. ખેડૂતો પોતાની બળદ ગાડી લઈ ખેતર તરફ જઈ રહ્યા હતા. પનિહારી ઓ પોતાના બેડલું લઈ, ઘર તરફ પ્રસ્થાન કરી રહી હતી. આવા સુંદર વાતાવરણમાં એ ચિત્ર દોરવાનું શરૂ કરે છે. પણ મગજમાં કોઈ આઈડિયા નથી આવતો.

ફરી પાછો બીજા દિવસે આવે છે. અને તરસ લાગે છે, નદી કિનારે પાણી પીવા જાય છે.ત્યાં એક ગ્રામ્ય કન્યાને જુવે છે તો અચંબિત થઈ જાય છે. કેવું રૂપ હતું! એનું મોટી મોટી કાજળ ભરી આંખો, મોટી મોટી પાંપણ જાણે માછલી જેવી સુંદર આંખો ! અને પૂરો દેહ કુદરતે જાણે ફુરસદના સમયમાં ઘડ્યો હશે !એવો ઘાટીલો દેહ. કમળની પાંખડી જેવા હોંઠ, ગુલાબી ગાલ, એના પર કાળું તિલ. લાંબા કાળાકેશ પાતળી દેહલતા હાથમાં કંગન પગમાં પાયલ. એની સુંદરતા જોઈ ચિરાગ તો આભો બની ગયો, અને ઈશ્વરનો આભાર માન્યો કે ,એને એની પ્રેરણા મૂર્તિ મળી ગઈ.

અને એ ખૂબસૂરત આંખોવાળી, મૃગનયનીનું ચિત્ર દોરવા લાગ્યો. અને આં મૃગનયની પણ પોતાનું ચિત્ર જોઈ ખુશ થતી. રોજ બંનેની મુલાકાત થતી. એ મૃગનયનિનું અસલ નામ મીનાક્ષી હતું. અને નદી કિનારે આવેલા ઝૂંપડામાં એ એના માતા પિતા સાથે રહેતી હતી .એના માતા પિતા ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.

આખરે થોડા દિવસ પછી ચિત્ર પૂરું થાય છે. પણ બંને વચ્ચે પ્રણયની શરૂઆત થાય છે. ચિરાગે એટલું સુંદર ચિત્ર દોર્યું કે, જોનારને એવું જ લાગે કે, હમણાં ચિત્રની સ્ત્રી કઈક બોલશે. એવું જીવંત ચિત્ર દોર્યું કે, લોકો મોમાં આંગળા નાખી ગયા, અને ચિરાગના આ ચિત્રને આંતરરાષ્ટ્રીય લેવલે પ્રથમ ઇનામ મળે છે. ચિરાગ તો રાજીના રેડ થઈ જાય છે. અને સીધો મીનાક્ષી પાસે જાય છે. મીનાક્ષી પણ ખૂબ ખુશ થાય છે. અને ચિરાગને પોતાની સાથે જમવાનું આમંત્રણ આપે છે.અને લાપસી, કાઢી, ખીચડી, ચૂલા પર રોટલા બનાવે છે. અને ચિરાગ તો પહેલા કોળીએ જ એટલો ખુશ થઈ ગયો કે, ક્યારેય આવું સ્વાદિષ્ટ ભોજન એને ખાધું જ નહોતું, એ ખુશ ખુશ થઈ ગયો.

એ મીનાક્ષીના માતા પિતા પાસે મીનાક્ષીનો હાથ માગે છે.પણ શહેરી છે, ધનવાન છે એટલે એના માતા પિતા અચકાય છે. પણ ચિરાગ એને ભરોસો દેવરાવી મનાવી લે છે. ચિરાગ આજે બહુ ખુશ છે. ઘરે જઈને મીનાક્ષીની વાત કરે છે. ત્યારે તેના પિતા કહે છે.

"આપણા સ્ટેટ્સ પ્રમાણે આપણે પાત્ર શોધવું જોઈએ."અને મીનાક્ષી સાથે લગ્ન માટે સખત મનાઈ કરે છે. પણ ચિરાગનું મન તો તેમજ અટવાયેલું હતું. પિતા પાસે જીદ કરે છે. ત્યારે તેના પિતા કહે છે, "તારે એની સાથે લગ્ન કરવા હોય તો કઈ મિલ્કત નહિ મળે."

ચિરાગ ગાડી, બંગલો, વૈભવ. બધું છોડી મીનાક્ષી સાથે સંસાર વસાવવા પહેરેલ કપડે નીકળી પડે છે. આમ પણ સાચો પ્રેમ હોય ત્યાં ધન દૌલતનું ક્યાં મહત્વ હોય છે ! બસ એકબીજા પ્રત્યેનો પ્રેમ એની ધન દૌલત હોય છે. કાળી મજૂરી કરીને પણ જીવન નિર્વાહ ચલાવી શકે છે. પ્રેમમાં એ તાકાત છે. જે ઉદાસ હોંઠો પર મુસ્કાન આપે છે. જીવનમાં પ્રાણ પુરે છે. ચિરાગ પોતાના ઘરને અલવિદા કહી નવો સંસાર વસાવવા ચાલી નીકળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance