Jagruti Pandya

Inspirational Others

4.5  

Jagruti Pandya

Inspirational Others

અનોખા આચાર્ય

અનોખા આચાર્ય

3 mins
255


જી, હા. એક આચાર્યા જે હાલ મારાં આચાર્યા મેડમ છે. જેના પહેલાં એ મારી બહેન. શ્રી કૌમુદીની જોષી; HTAT આચાર્યા, કન્યા શાળા નં. ૨૮, બાકરોલ આણંદ. મારી બહેન છે તો પહેલેથી જ ખૂબ જ સારી રીતે જાણું છું. નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી. બાળપણ ખૂબ જ મસ્તીમાં પસાર કર્યુ. ભણવા કરતાં પ્રકૃતિના ખોળે રમવું અને સાહસ ભર્યા કાર્યો કરવા ખૂબ ગમે. શિક્ષક હતાં ત્યારે પણ બાળકોના હ્રુદય સુઘી પહોંચી બાળકો સાથે બાળક બની રહ્યાં. બાળકોનાં જ સર્વાંગી વિકાસમાં લક્ષ. હસતાં હસતાં રમતાં રમતાં શૈક્ષણિક કાર્ય કરતાં. કદી પણ શાળા અને શાળાના બાળકો માટે સમય જોયો નથી. ૨૪ × ૭ બાળકો માટેની ૧૦૮ તૈયાર. 

આશરે છેલ્લાં દશેક વર્ષથી HTAT આચાર્યા છે. પરંતું મને છેલ્લાં એક વર્ષથી તેમનો આચાર્યા તરીકેનો અનુભવ. આચાર્યા તરીકેનું શ્રી કુમુદબેનનું વ્યક્તિત્વ અનોખું છે. ક્યાંથી શરુઆત કરુ ? તે સમજાતું નથી. એક આચાર્યા તરીકે જ્યારે પ્રથમ વખત સાવરણીથી કોરોના કાળ દરમ્યાન ઓફિસ સફાઈ કરતાં જોઈને મારું હ્રુદય ભરાઈ ગયું. આવાં આચાર્ય મેં પહેલી વખત જોયા જે જાતે ઓફિસ સફાઈ કરે. શાળાનું મોટું મેદાન અને પુષ્કળ પ્રમાણમાં લીલોતરી. વારંવાર શાળામાં નકામું ઘાસ ઉપાડવું પડે. મેડમ જાતે જ હાથેથી ઉપાડે. જરુર પડે કરવત અને દાતરડું પણ લઈ લે. કોઈ જ કામ કરવામાં નાનમ કે શરમ નહીં. હંમેશા સ્ફૂર્તિ અને ચહેરા પર હાસ્ય. 

શાળા એ તેમનાં માટે મંદિર. દરરોજ ઓફિસમાં પ્રવેશતાં નીચે નમી જમીને સ્પર્શ કરી પગે લાગી અંદર પ્રવેશે. પગરખાં એક બાજુએ મૂકે. આ રોજનો ક્રમ. પોતાની ખુરશી પર બેસી સહી કરતાં પહેલાં બે હાથ જોડી આંખો બંધ કરી મનોમન પ્રાર્થના કરે. ઓફિસમાં નાનું મંદિર પણ છે. મેડમને જલારામ બાપા પર અખૂટ શ્રધ્ધા. જલારામ બાપાનો ફોટો તેમની ઓફિસના નાના મંદિરમાં રાખ્યો છે અને જલારામ બાપા તેમના માટે હાજરા હજુર.

તેમનાં વ્યક્તિગત ગુણો, નેતૃત્વ, તેમનું શાળાના બાળકો અને શિક્ષકો સાથેનું કામ અને વ્યવહાર ! કેટલું શાંતિથી કામ કરે છે ! ગમે તેટલું મોટું કામ કેમ ન હોય, તેમનાં ચહેરા પર હમેશાં શાંતિ જ ભાસે. પોતે શાંતિથી કામ કરે અને શિક્ષકોને પણ શાંતિથી જ કોઈપણ પ્રકારનો ઉચાટ અને ગભરાટ વિના કામ કરવાં કહે. પોતે પણ જાણે છે કે શિક્ષકો અને બાળકો કેટલું કામ કરે છે. અત્યારે સૌના પર કામનું ભારણ ખૂબ વધ્યું છે ત્યારે એક આચાર્ય જો સમજે તો શિક્ષકોને થોડી તો શાંતિ રહે ? ઉપરથી ખૂબ જ દબાણથી કામ કરતાં શિક્ષકોને તેમનાં તરફથી કોઈ જ દબાણ કે બંધન નહીં. હંમેશા શિક્ષકો માટે જ.

તેમને તેમની શાળા, શાળાના બાળકો અને શિક્ષકો માટે ખૂબ જ ભાવ. હંમેશા શિક્ષકોની જ તરફદારી. અહીં તમામ બાળકો અને શિક્ષકોને કોઈ જ પ્રકારનું બંધન નહીં. અહીં સૌ સ્વતંત્ર. બાળકો અને શિક્ષકો મુકત મને કામ કરે. અમારી શાળા એટલે અમારું અભ્યારણ્ય. હા,, સાચે જ. કેમકે અહીં તો અન્ય જીવ જંતુઓ, અન્ય વન્ય સૃષ્ટિ, મોર, કબૂતર, વાંદરા, કાબર, કાગડાં અને સાપ પણ. સાપ તો ગયાં વર્ષે મેં મારાં વર્ગની બારીમાંથી પસાર થતો જોયેલો. તે સાપની જોડી પણ ક્યારેક અહીં મુકત રીતે વિહરતી હોય ! તેમને માટે પણ અભ્યારણ્ય. આ સર્પએ જોડીએ કદી બાળકોને નુકશાન નથી પહોંચાડ્યું. અભય રહી અહીં સૌ કોઈ ઉત્તમ પ્રકારનું કામ કરે. બાળકોના માનસને સમજીને બાળકોને ગમતુ કરવાની છૂટ. અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કરવા કરતાં, બાળકોને જીવનલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવાના આગ્રહી. 

આવાં આચાર્ય જૂજ સંખ્યામાં હોય છે. કદાચ હવે આવનારો આ એક જ દશકો. જ્યારે આવાં નિષ્ઠાવાન, કર્મઠ અને ખાસ તો બાળકોના માનસને સમજનારા શિક્ષકો અને આચાર્યો હશે. પછી શિક્ષણની શી દશા થશે ? આ વિચારથી ધ્રુજી જવાય છે. ચારેય બાજુથી જ્યારે શિક્ષણનો ભાર વધ્યો છે ત્યારે મુકતમને કામ કરી શકતાં શિક્ષકો નસીબદાર છે જેમને આવાં આચાર્યના હાથ નીચે કામ કરવા મળે.


અંતે, જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય પ્રદાન થાય તેવી પ્રાર્થના સહ અઢળક શુભ કામનાઓ.

મંગલ હો, ખૂબ મંગલ હો, કલ્યાણ હો,શુભ મંગલ હો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational