Dipak Chitnis

Romance

3  

Dipak Chitnis

Romance

અણમોલ પ્રેમ - ૭

અણમોલ પ્રેમ - ૭

3 mins
189


 જ્યારે સંબંધ આટલા અણમોલ છે તો આવા અણમોલ સંબંધમાં પૈસાનો હિસાબ કરવો કેટલી હદે યોગ્ય આ વાત મને બહુ મોડી સમજાતી નથી. મને આજે વાતની ખુશી પણ છે. વાત છે મારા એક ગાઢ મિત્ર સાથેના સંબંધની હોય કે આપની સાથેના કે સ્નેહા સાથેના સંબંધની હોય કોઈની સાથે મેં પૈસાનો હિસાબ કે પૈસાના આધાર કરીકે બનાવેલ નથી. જો આપ પણ અમારા બંનેના અજોડ દિલના સંબંધમાં આવી ભૂલ કરી રહયાં હતા તે સુધરવા જઈ રહી છે. તોઆ અમારો અને આપણો સંબંધ અણમોલ સંબંધનું નામ ધારણ કરશે જેને રૂપિયા પૈસાથી કયારેય ન તોલી શકાય

ના, બેટા અમારી તે જ ભૂલ હતી. જો કે લગ્ન હજી કરેલ ન હોય તો અમે સ્નેહાનો હાથ તારા હાથમાં આપવા માંગીએ છીએ. પણ હાલ અમારી પરિસ્થિતિ પહેલાં જેવી નથી. અમારો ધંધો કારોબાર કોવીડ-૧૯ની બીમારીએ શૂન્ય થઈ ગયો. તેના કારણે મારી અને તારી કીકીની તબીયત પણ હવે નરમ ગરમ રહ્યા કરે છે. સ્નેહાએ પણ તારી સાથે અમે લગ્ન કરવાની ના પાડ્યા પછી અનેક છોકરાઓ બતાવ્યા પણ કોઈને તેણે હા ના પાડી. આજે પણ તે કહેતી હતી, પપ્પા હવે સંદીપ બહુ મોટો માણસ થઈ ગયેલ છે આપણા કુટુંબની નાણાકીય પરિસ્થિતિ જોઈ તે હા કહેશે કે કેમ તે સવાલ છે ?

ફૂલ પણ ખીલી ઊઠે છે જોઈને તારી મિત્રતા

જિદંગી જીવવા માટે ઓછી લાગે છે જોઈને તારી મિત્રતા

અંકલ લગ્ન એ કોઈ અમારા થયાં નથી પણ બે વ્યક્તિના પરિણયમાં પરિભૂત કરવાની વાત છે. પ્રેમ કરવો કે લગ્ન કરવા એ કાંઈ નાણાંના ત્રાજવે તોલવાની વાત નથી. મેં જીવનમાં નક્કી કરેલ હતું કે લગ્ન જ્યારે કરીશ ત્યારે કરીશ પણ મારી જિંદગીમાં મારી પત્ની, મારી અર્ધાંગિનીનું સ્થાન સ્નેહા સિવાય કોઈ ક્યારે લઈ જ ન શકે.

સંદીપની વાત સાંભળી લાલચંદભાઈ ઉભા થઈ તેને પગે લાગવા જ્યાં હતાં તે બાજુ ખસી ગયો. અંકલ તમે આ શું કરો છો ? તમે મારા માટે વડીલતુલ્ય છો મારે તમારા પગે લાગવાનું હોય તમે આમ કરી મને પાપમાં ન પાડો. ના બેટા આ તો તારી મોટાઈ છે જેને અમે અમારી બે વર્ષ અગાઉની જાહોજલાલી ભરી જિંદગીમાં ન ઓળખી શક્યા.

પરંતુ બે વર્ષ અગાઉના સંદીપમાં અને હાલના સંદીપમાં કોઈ પ્રકારનો ફરક નથી. અંકલ ધન-દોલત જીવનમાં હંમેશા ગૌણ હોય છે. તેને જીવનના મૂલ્યો સાથે કયારેય ન સરખાવાય. આપે અમને લગ્ન કરવાની ના પાડી તે સમયે પણ અમે બંને પુખ્ત વયના હતાં અમે અમારી રીતે લગ્ન કરી શકતાં હતાં પણ મને સ્નેહાએ કહેલ કે મારા માતા-પિતાની મરજીવિરુદ્ધ કયારેય લગ્ન નહીં કરું. મારા માટે સ્નેહાની વાતને અનુમોદન આપ્યા વગર બીજો કોઈ રસ્તો ન હતો. પરંતુ મનથી અમે બંને અડગ હતા કે જો તમે મંજૂરી નહીં આપો સ્વમરજીથી લગ્ન નહીં કરીએ એકબીજાને કારણે બંને આજીવન કુંવારા રહેવાનું પસંદ કરશું.

સંદીપની આ બધી વાતો સાંભળીને લાલચંદ ભાઈ સ્નેહાના પિયા અને માતા બંને અવાક થઈ સંદીપની સામે જોઈ રહ્યા હતાં.

અંકલ હશે આ બધી વાતો જૂની થઈ તેનો હવે પાંચ કરીને અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. તમે આજે મને ફક્ત એ કહો કે આજે તમે એકાએક મારે ત્યાં કેમ આવ્યા ? આવવાનું પ્રયોજન જણાવો આપનું કંઈપણ કામ મારે લાયક હશે અને મારાથી થાય એમ હશે ચોકકસપણે કરીશ. આપ કંઈપણ જાતની ફિકર રાખ્યા વગર જણાવશો તો મને આનંદ થશે. મારે માટે તો તમે સ્નેહાના માતા-પિતા છો એ જ બહુ છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance