Dipak Chitnis

Abstract

3  

Dipak Chitnis

Abstract

અણમોલ પ્રેમ - 4

અણમોલ પ્રેમ - 4

3 mins
145


'તું મને રડાવ નહીં.' એણે કહ્યું.

'હું શું કામ રડાવું ? તારે ડહાપણ કરવાની જરૂર ન હતી. તેં શું કામ ભાંગરો વાટ્યો ઘરે ? હવે તારેને મારે બંનેએ રડવાનો વારો આવ્યો.'

'આઈ લવ યુ' એણે લખ્યું.

'આઈ લવ યુ ટુ... થ્રી... ફોર... ફાઈવ...' મેં એને હળવી કરવા લખ્યું.

'તારા લગ્નમાં મને બોલાવજે. મારા લગ્ન પહેલા થશે તો હું તને બોલાવીશ.' એણે લખ્યું.

'તું બહુ રડારોળ નહીં કરતી.'

'મારા માટે એ પોસિબલ નથી. તને ગુમાવીને કોઈ શાંત રહી શકે ખરું ?'

'જોસ્નેહા તું મને આટલો ચાહતી હોય તો તારા 'પિતાને‘ સમજાવ.'

સંદીપ 'હું એમને જાણું છું. એ માણસ ક્યારેય નહીં માને. હું પ્રયત્ન પણ નહીં કરી શકું.'

'આપણા મેસેજ સાચવી રાખજે. મારી યાદ આવે ત્યારે આપણી ચેટ વાંચી લેજે. અને તારું ક્યાંક નક્કી થઈ જાય તો સૌથી પહેલા એ ચેટ ડિલિટ કરી દેજે.' મેં કહ્યું.

પપ્પાએ કહ્યું છે એટલે હમણા થોડા દિવસ તને બ્લોક કરું છું. પણ તું મને બ્લોક નહીં કરતો. અને તારા વ્હોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર્સ બદલતો રહેજે એટલે હું એ જોઈ શકું.'

'આ તો જો... પોતે મને બ્લોક કરવાની અને પાછી મને મારા ડીપી બદલવાનું કહે છે.'

'પ્લીઝ. મારે ખાતર ?' એણે લખ્યું.

'હમમમ'

'ઓલ ધ વેરી બેસ્ટ. તારા નસીબમાં સુખ લખેલું છે. કારણ કે તું કોઈને પણ સુખી કરી શકે છે.' એણે લખ્યું.

'ખુશ રહેજે.'

‘:)' એણે ઈમોજી મોકલ્યું.

':('

‘:) પ્લીઝ. તું દુ:ખી થાય એ મને સારું નહીં લાગે.' એણે લખ્યું.

'સારું બસ :)'

'બ્લોક કરું છું.'

'આઈ લવ યુ, તારા પગ દુખે ત્યારે મને યાદ કરજે. ક્યાંક તું મારા મનમાં દોડાદોડી કરતી હોઈશ.'

'બસ હવે રડાવ નહીં. આઈ લવ યુ. બ્લોક કરું છું.'

આમ અમારી નાની ટચુકડી અણમોલ લવસ્ટોરીખી અંત આવ્યો. જિંદગીમાં એક જ વાર પ્રેમ થયેલો. જોકે એ પ્રેમને હું નિષ્ફળ તો નહીં જ માનું. પણ જેને અણમોલ પ્રેમ હતી એ વ્યક્તિ મને નહોતી મળી એ વાત પણ સાચી છે. એ વાતનો મને સખત ઉચાટ રહેશે. જ્યારે પણ સ્નેહાની યાદ આવે ત્યારે સંદીપ તેમની જૂની ચેટ વાંચી લે છે. ક્યારેક સ્નેહાની ખુબ ખૂબ યાદ આવે છે. ત્યારે જરૂર એના પગ દુખતા હશે !

આમ બંને પ્રેમીપંખીડા તેમના માતા-પિતાએ જન્મ આપેલ તેમને પોતાના પ્રેમને માટે કોઈ દગો આપવા કરતાં પોતાના પ્રેમને અણમોલ પ્રેમ તરીકે રાખવાનો મનમાં બંને પરિણય પ્રેમીઓ અડગ દ્રઢ મનોબળ સાથે તેમની જીંદગી વીતાવી રહેલ હતાં.

મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ પસાર થયા પછી જે ટકી રહે છે તે મૈત્રીનો વૈભવ છે. બસ સંદીપ-સ્નેહાના કિસ્સામાં પણ કંઈક આમ જ હતું. બંને સાચા સંબંધના મિત્રો તો હતા પણ સાથોસાથ તેઓ બંને તેમની જીવરૂપી યાત્રા પણ સાથે પૂરી કરવાનું તેમના નસીબમાં લખાયેલું હતું. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી અનન્ય ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે, ત્યારથી તેની આજુબાજુ સંબંધોના સરોવર રચાતા હોય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મૈત્રી એક પરમ પવિત્ર વસ્તુ છે. મૈત્રીમાં લોહીનો સંબંધ નથી હોતો છતાં પણ તે લોહીની સગાઈ જેવું જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે.પરંતુ સંદીપ સ્નેહાના તેમના પરસ્પરના સંબંધોમાં ખોઈ કચાશ ઉપરવાળાએ જ રહેવા દીધી ન હતી.

ગુજરાતીમાં એક સુંદર કહેવત છે કે, સાંસારીક કોઈ સંબંધો કે માનવીનો જન્મ થાય ત્યારે જ વણાયેલા હોય છે. લગ્ન વખતે સપ્તપદીના, સાત ડગલાં વરવધૂ સાથે ચાલે એ મુજબની વિધિ હોય છે. જો કહેવામાં આવે તો આ વિધી મૈત્રીના ઉદયના પ્રતીક રૂપે હોય છે. લગ્ન અને મિત્રતા – માણસે વિકસાવેલી આ બધી કલાઓ સરખી છે ! શેક્સપિયરે પણ અમસ્તું નથી કહ્યું કે, ‘મૈત્રી એ બે ઉદ્દાત માણસોનું લગ્ન છે !’ કવિવર શ્રી સુરેશ દલાલ કહે છે, ‘મૈત્રી એ તો કળા છે.’

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract