Kalpesh Patel

Classics Inspirational

5.0  

Kalpesh Patel

Classics Inspirational

અનેરી ~ અહિંસક જીત

અનેરી ~ અહિંસક જીત

6 mins
1.7K


લડાઈ યુધ્ધમાં લડાઈ કેવળ શક્તિની નથી હોતી ક્યારેક સમયસર દાખવેલી યુક્તિ મોટા જંગ જીતીજવાનું કારણ બનતા હોય છે. વાસ્તવમાં લડાઈ પછીની સ્થિતિ એટલે વિનાશ અને સત્યનાશ. લડાઈમાં જીતનાર પણ એકંદરે હારેલા જ હોય છે. અગણિત ખુવારી અને સૈનિકોના મોતનો ભાર પછીની જીત પરાજિત જેવી જ લાગે. આ કારણ ભરતવર્ષમાં અનેક રાજાઓ વિસ્તારવાદી માનસિકતાને છોડી અહીંસક વૃતિ ધરાવતા હતા.

આવી અહીંસક વૃતિને વળેલા વૈશાલી સામ્રાજ્યનો સુરજ મધ્યાને તપતો હતો, તેનો રાજા ભોજ પરોપકારી, અને પ્રજા સંતોષી અને સમજુ હોવાથી અંહી સુખ અને શાંતિનું સામ્રાજ્ય હતું. પણ મહાભારતના જંગ પછી અને રાજા પરિક્ષિતના યુગ પછી કળયુગ જે ટકોરા મારી રહ્યો હતો, તેણે ચોર પગે પ્રવેશ કરી દીધો હોવાથી લોકો હવે કોઈના સુખે દુ:ખી થતાં થયાં. વૈશાલી સામ્રાજ્યના રાજા ભોજ અને તેના મહામંત્રી આમાત્યના કુશળ સંચલનથી તેની પ્રજા સુખી હતી. અને બીજા દેશના લોકો પોતાનો કારોબાર અન્ય દેશમાથી બદલી વૈશાલી સામ્રાજ્યમાં લાવતા થયા. આમ વૈશાલી સામ્રાજ્યની વિકાસ ગાથા દિવસે ન વધે એથી અધિક રાત્રે વધતી ચાલી. આ જોઈ વૈશાલી સામ્રાજ્યની પડોશના રાજ્યના રાજા શમશેરને રાજા ભોજ આંખના કણા માફક ખૂંચતો હતો.

રાજા ભોજ અને તેના અસીમ બળ અને તેના મંત્રી આમાત્યની યુધ્ધ કુનેહને લઈને તેને યુધ્ધમાં સીધી રીતે હરાવી શકાય તેમ ન હતું. શમશેર રાજાએ એક યોજના બનાવી, તે અનુસાર રાજાએ ભોજને પોતાને ત્યાં મહેમાન તરીકે બોલાવીને ખાવામાં ઘેનની દવા આપી કેદ કરી મન ચાહયું મહેસૂલ માંગી આખું વૈશાલી રાજ્ય વસૂલી લેવું. યોજના અનુસાર સાત હાથી, એકસો ઘોડા અને રત્નો અને સુવર્ણ મુદ્રાનાથાળ નજરાણું ધરી દશેરાને દિવશે પોતાને ત્યાં મહેમાન તરીકે બોલાવે છે.

રાજા શમશેર તરફથી આસો માસના પહેલા નોરતે, રાજા ભોજને આપેલ આમંત્રણ સાથે, મોટું નજરાણું પેશ કરાતા હોઈ, મહામંત્રીને કાવત્રાની બદબૂ આવીચૂકી હતી. તેણે મહારાજને શમશેર રાજા તરફથી પેશ કરાયેલ નજરાણા કરતાં સવાયુ પરત ઘન કરી આમંત્રણનો અસ્વીકાર કરવાની સલાહ આપી. પણ વિધાતાની મરજી કે રાજાની કુબુધ્ધિ.અન્ય હજૂરિયા દરબારીઓની પડખે બેશી રાજાએ શમશેરના રાજયમાં રાણીબા સહિત હાજર રહેવાનુ વચન આપી ખેપિયાને રવાના કર્યો.

અને નિયત દિવસે મસરાજા ભોજ અને ચુનંદા પાંચ દરબારીઓ સાથે સવારી શમશેર રાજાને ત્યાં જવા તૈયાર થયો. જવાનો સમય વીતી ગયો, પરંતુ મહામંત્રી આમાત્ય સવારીમાં, હજુ સુધી જોડાયા નહતા. તપાસ કરતાં રાજા ભોજને ખબર મળ્યા કે મહામંત્રીનું સ્વાસ્થ સારું નથી. અન્ય હજૂરિયા દરબારીઓને માટે તો, આ મનપસંદ ઘડી હતી. તેઓએ રાજાના કાન ભંભેર્યા અને આખરે, રાજા ભોજનો રસાલો શમશેર રાજાને ત્યાં પહોચી ગયો. રાજા ભોજનું શમશેર રાજા તરફથી અનુપમ સ્વાગત થયું. આવું માન પાન જોઈ, રાજા ભોજને તેમના મહા મંત્રી આમાત્ય ઉપર રીસ ચડી હતી. શમશેર રાજાની મહેમાન ગતિ માણી, વૈશાલી નગરીએ પહોચી પહેલું કામ,આમાત્યને પાણીચું કરવું એવું તેઓએ મનોમન નક્કી કર્યું.

પૂરો દિવસ આનંદ પ્રમોદમાં વીતી આખરે સાંજે સુંદર નૃત્ય સંગીતનો રાજા ભોજના સન્માન રાખેલ. નૃત્યાંગનાઓની કળા અને દારૂના નશામાં રાજા ભોજ અને તેના દરબારીઓની આંખ ક્યારે બીડાઈ ગઈ તેનું ભાન ના રહ્યું. શમશેર રાજાને જોઇતો મોકો મળી ગયો. તરત તેના સિપાઈઓને આદેશ આપી રાજા ભોજ અને તેના દરબારીઓને કારાગારમાં કેદ કરી નાખ્યા, આ પછી શમશેર રાજાએ રાજા ભોજની રાણી સુમતિને બોલાવી, અને તેના કેદખાનામાં કેદ કરેલા રાજા ભોજની અસહનીય અને દયાજનક હાલત બતાવી.

મહારાણી સુમતિએ રાજાને શમશેરના પંજામાથી છોડાવા, તેમના હાથથી વૈશાલી નગરના મહામંત્રી આમાત્યને વૈશાલી નગરીનો ધ્વજ સાથે શરણાગતિ સ્વીકારવા આદેશ લખ્યો. કળયુગમાં અનિષ્ટો જોરમાં હોય, શમશેર રાજાની સેના અને પ્રજા તેનાથી કંટાળી ગઈ હતી. શમશેર રજાની રાજ હઠ અને ચરમ સીમાએ વ્યાપેલ અહંકાર જોઈ, કોઈએ પણ રાજાને સાચી સલાહ પણ ના આપી.

વૈશાલી નગરીના મહામંત્રી આમાત્યને રાણીબાનો આદેશ મળ્યો, ત્યારે તેની ધારણા સાચી પડી તે માટે તેની એક આંખ હસી રહી હતી ત્યારે મહાજ્ઞાની રાજાભોજની નાદાનીથી વૈશાલી નગરીના જનસમુદાય અને રાજ્ય લક્ષ્મીની બલી ચડવાની વેળા ટકોરા દઈ રહેલ જોઈ, રડતી હતી. જીવનભર મહામંત્રી પદનો મોભો અને વૈભવ ભોગવેલ, તેનું ઋણ ચૂકવવાનો મહામંત્રી આમાત્ય પાસે મોકો હતો. પરંતુ કોઈ ઉકેલ હાથ આવતો નહતો. મહામંત્રી આમાત્યને ઉદાસ જોઈ તેની દીકરી અનેરીએ પૂછ્યું,

બાપુ આમ કેમ, ઉદાસ થઈ, સૂમસામ છો, ત્યારે, આમાત્યએ હાથમાં રહેલ રાણીબા સુમતિનો આદેશ બતાવ્યો. આદેશ વાંચતાં તે હસી પડી, ઓ હો.. આમાં શું મોટી વાત છે, તમે, બાપુ સો મણ રૂની તરાઈએ સૂઈ જાવ, બાજી હું સંભળી લઉ છું. તમે તાબાદ તોબ વૈશાલી નગરીના તમામ સોનીઓને બોલાવી પચીસ હાથ ઊંચો સોનાનો ઘોડો બનાવડાવો, આવડી મોટી ભેટ લઈ હું ખુદ શમશેર રાજા પાસે જઇ, આપણાં રાજા અને રાણી અને દરબારીઓને માન ભેર છોડાવી લાવીશ. એમ કહી આખરી યોજના તેમના કાનમાં કહી. અને આમાત્યએ શમશેરને જણાવ્યુ કે વૈશાલી નગરી તરફથી તેણે શરદ પૂનમને દિવસે એક અનેરી ભેટ મોકલશે. અને રાજા ભોજ, રણિબા અને દરબારીઓને માન ભેર છોડવા વિનંતી કરી,

આમાત્યએ દીકરીની વાત સાંભળ્યા પછી તેની બંને આંખ હવે હસી રહી હતી. વૈશાલી રાજ દરબારનો હુકમ, અને રાજખજાનો ખુલ્લો હોય, પછી સોનીઓ શું કામ કામમાં કચાસ રાખે ? બાળપણથી રાજ્ય સંચાલનના દાવપેચ ઘડાતા જોતાં જોતાં મોટી થયેલી હોવાથી, આમાત્યની દીકરી માટે ગમે તેવી મુશ્કેલીમાં માર્ગ કાઢવાની શક્તિ આપોઆપ ખીલેલી હતી. તેણે સમય ગુમાવ્યા વગર વૈશાલી નગરીના સેનાપતિ પાસે નવ ચુનંદા સૈનિકોની ટોળી તૈયાર રાખવા કહ્યું. શરદ પૂનમની વહેલી સવારે વૈશાલી નગરીના લોકો, રાજ્યના ઉપર જજૂમી રહેલી વિપદાથી બેખબર સૂઈ રહ્યા હતા, ત્યારે વૈશાલી નગરીની સેનાના ચુનંદા નવ સૈનિકો, તેમના શસ્ત્રો સાથે હાજર હતા. મહામંત્રી આમાત્યની દીકરી અનેરી પણ સૈનિકના પરિધાનમાં રાજ મહેલના ચોકમાં હાજર હતી. યોજના પ્રમાણે સોનાનો પચ્ચીસ હાથ ઊંચો હીરા જાડેલો ઘોડો તૈયાર ઊભો હતો. સૈનિકોને મહામંત્રી આમાત્યની દીકરી અનેરીએ નવ સૈનિકોની ટુકડીને તે ઘોડાના પોલા પેટમાં તેમના શસ્ત્રો સાથે બેસવા કહી, નવ સૈનિકો પૈકી એકને ઘોડાની આંખ અને સંભળવાનું કામ સોંપયુ, ચારને તે સોનાના ઘોડાના ચાર પગને ચલાવાનું કામ આપ્યું અને બાકી ચારને ઘોડાની ચારે રહી મોરચો સંભળવાનું કામ સોંપયુ.

અને પોતે આ સોનાના ઘોડાની આગળ રહી શમશેર રાજા પાસે પહોચી પોતાની બંદૂકની ગોળીઓ શમશેર રાજાના દરવાનને સુપ્રત કરી. સૈનિકના વેશમાં છોકરીને જોઈ, શમશેર રાજાએ વૈશાલી નગરીના મંત્રીની ભરપેટ ઠેકડી ઉડાડી. મહામંત્રી આમાત્યની દીકરી અનેરીએ શમશેર રાજાને, વૈશાલી નગરી તરફથી સોનાના હરતા ફરતા યાંત્રિક ઘોડાની ભેટ પેશ કરી. શમશેર આવી અનેરી ભેટ મેળવી ખુશ હતો પરંતુ લાલચી શમશેર આટલાથી સંતોષ ન થયો. વૈશાલી નગરીના કેદીઓને, આવતી કાલે સવારે દરબારમાં છોડશે એવું કહી પોતાના મહેલે જતો રહ્યો. 

શમશેર રાજાના મહેલના આંગણે શરદ પૂનમની ચાંદનીમાં ભેટમાં મળેલો વૈશાલી નગરીનો વિશાળ સોનાનો ઘોડો ઊભો હતો. તેની ઉપર જાડેલા કીમતી રત્નોથી શમશેર રાજાનો મહેલ ઝળકતો હતો. આ આકાશને આંબતો ઘોડો નિર્જીવ હોવા છતાં, મહામંત્રીની દીકરીના અવાજ પ્રમાણે વર્તતો હતો. આમ ખરેખરો રૂપાળો, હૂબહૂ, સજીવ લાગે તેવો એ ઘોડો એકદમ ડાહ્યો, ઠાવકો, નિર્દોષ નિર્ભય લાગતો હતો.

શમશેર એવું માણતો હતો કે “વૈશાલી નગરીના મંત્રીએ સમાધાનકારી વર્તન દાખવી લડાઈથી કંટાળી, મૌન સમર્પણ રૂપે શરણાગતિ સ્વીકરી આ દૈવી અશ્વનું નજરાણું આપેલ છે.''

શમશેર રાજાના દરબારીઓ આ વાત માનવા તૈયાર નહતા, પણ જીતની ખુશી કે ગર્વ કોને કહ્યો છે ? જે રાજા ભોજની સામે સમગ્ર પ્રદેશના રાજવીઓ કુરનીશ બજાવતા, તેના લશ્કરે પાણીમાં બેસી કોઈ વિરોધ વગર એક છોકરીને અરજ લઈ શમશેર રાજા પાસે મોકલી હતી તે અજબ, પણ હકીકત હતી.સૌ વિજયના નશામાં ધૂત હતા.

રાત્રિના બે વાગ્યાના સુમારે, શમશેર રાજાના મહેલના દિવડા દમ તોડતા હતા. ત્યારે શરદપુનમના ચાંદનીના પ્રકાશમાં, શમશેર રાજાના મહેલના ચોગાનમાં રાખેલો સોનાનો ઘોડો આમ તેમ હલબલ્યો. અને જોત જોતામાં,તે તેના મોઢામાથી અગન ગોળા વરસાવતો ધસમસતો મહેલમાં ભાગમભાગ કરવા માંડ્યો. અને થોડીક વારમાં આખો શમશેર રાજાનો આખો મહેલ આગની જ્વાળામાં લપેટાઇ ગયો હતો.

શમશેર રાજા વિજયના કેફમાથી બહાર આવી, કઈ સમજે તે પહેતા, વૈશાલીનગરીના સૈનિકોની તલવારનીનોક, તેના ગરદન ઉપર હતી. અને રાજા ભોજ અને રાણી બા તથા દરબારીઓ શમશેરના કેદખાનાથી મુક્તિ મેળવી ચૂકેલા હતા.

રાજા ભોજ ખુશ હતા, લોહીનું એક પણ ટીપું વહેડાવ્યા વગરની જીત વૈશાલી રાષ્ટ્રની અહિંસક માનસિકતાને અનુરૂપ હોવાથી “અનેરી” હતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics