Trupti Patel

Drama

3  

Trupti Patel

Drama

અનામિકા - 2

અનામિકા - 2

3 mins
132


અનામિકાના આગળના ભાગમાં આપણે જોયું કે પી એન મલ્હોત્રા સાયન્સ કૉલેજમાં મુખ્ય અતિથિ તરીકે ગયેલ અનામિકાને પોતાની વણકહી લાગણીની સફર યાદ આવી જાય છે. તેના માનસપટ પર અયાનની સ્મૃતિ ફરીથી એક વખત છવાઈ જાય છે. પ્રથમ પ્રેમ અને બેસ્ટ ફ્રેન્ડ એવા અયાન સાથેની સફરના એક ભાગ બનીએ. તો આવો અનામિકાની સફરમાં અનામિકાની સાથે....આ વણકહી લાગણીઓની એકલતાનું કારણ શું હતું એ જાણવા માટે તો અનામિકાની આ સફરના ભાગીદાર બનવું જ રહ્યું ! હવે આગળ.....

જવાબદારીના ભારણ અને ફરજોની કર્તવ્ય પાલન વચ્ચે અટવાતી અનુની જિંદગી હવે જાણે એક જીવવાનો વિધિવત કાર્યક્રમ બની ગઈ હતી.

એક તરફ કારકિર્દી ક્ષેત્રે એણે જોયેલા સપના પુરા કરવાની મથામણ હતી તો બીજી તરફ અયાન સાથેના અધૂરા રહી ગયેલા સપનાને ક્યારેય પૂરું નથી થવાનું એવું માનવાની વાસ્તવિકતા હતી.

સપનાની દુનિયા પણ બહુ અજીબ હોય છે.

સપનામાં આપણું મન એ જોઈ બેસે છે જે ક્યારેય વાસ્તવિકતાનું સ્વરૂપ લઈ જ નથી શકતા. એક સુષુપ્ત મનની અવિરત લાગણીઓનો ધસમસતો પ્રવાહ વહેતો હોય અને એમાં આપણે વાસ્તવિકતાની છત્રી લઈને કોરા ધાકોડ ઊભા હોઈએ ત્યારે જે ભાવ જાગે ને ! એવા ભાવ સાથે જ અનુ પોતાનું બાકીનું જીવન વિતાવતી હતી. પરંતુ હજુ પણ ક્યાંક એ કોલેજવાળી લાગણીઓ રૂપી આશા કહેતી હતી કે કદાચ ક્યાંકથી હજુ પણ અચાનક અયાન આવશે અને પાછળથી ટપલી મારીને કહેશે,"ઓયે અનુ, કેમ ઉદાસ છું ?" અને આ વખતે એના પૂછાયેલા સવાલ વખતે હું મોડું નહિ કરું. જેવું મેં પહેલા કર્યું હતું..મારી લાગણી વ્યક્ત કરી જ દઈશ... "એમ મનમાં બોલી ઊઠી.

સાયન્સ ફેરની એ મુલાકાત આજે અનામિકાને ઢંઢોળી ગઈ હતી..વર્ષોથી ખોવાઈ ગયેલી જણસ જેમ અચાનક મળી આવે અને દિલોદિમાગમાં જે સ્પંદન ઉદભવે એવી જ લાગણીઓ અનામિકાના દિલોદિમાગમાં ઊઠતી હતી.

"અનુ, કાલે મળવા આવીશને ? મારે તને કંઈક કહેવું છે.."કોલેજ પૂરી થયાના બે મહિના પછી અયાને એક ઔપચારિક ફોન દ્વારા અનામિકાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પહેલી વાર અયાન સામેથી મળવા માંગે છે એ જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અનામિકા. અયાન સાથેની કોલેજની સફર ખૂબ જ રોમાંચક રહી હતી બસ એક જ વાતનો રંજ હતો કે પોતાની લાગણીઓને એ અયાન સુધી પહોંચાડી શકી નહોતી અને એટલે જ એ આ વખતે અયાનને મળીને બધું જ કહી દેવા માંગતી હતી.

અયાનનો સામેથી કોલ આવવાથી મનના તરંગોમાં એક ગતિ આવી હતી.

એક મુલાકાત છે આવી અધૂરી અધૂરી.

ઊડતી એક વાત છે આવી અધૂરી અધૂરી..

"અધૂરા એ ઓરતા અને અધૂરી એ યાદોને છલકાવતી એક મોસમ છે આવી અધૂરી અધૂરી" મનમાં જ આ પંક્તિઓને ગણગણતી અનામિકા બીજા દિવસે અયાનની સાથેની મુલાકાતના સપના જોવા લાગી.

"બેન આજે જમવાનું શુંં બનાવવું છે ?" અચાનક જ પૂછાતા આ સવાલથી અનુ સફાળી તંદ્રામાંથી જાગી ગઈ અને સામે જ સવિતાબેનને જોયા..બે બેડરૂમમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આવેલા પેન્ટ હાઉસના ગાર્ડનમાં બેઠા બેઠા જ ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયેલી અનુને વાસ્તવિકતાનું સ્મરણ થઈ ઊઠતા જ આંખોના ઉભરાતા પૂરને એક હાસ્ય વડે ટાળી દઈને સવિતા બેનને રસોઈની પૂરતી માહિતી આપીને પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગઈ.

શું અનામિકાની બીજા દિવસે અયાનને મળવા જઈ શકશે ? અયાન શા માટે અનામિકાને મળવા બોલાવતો હતો ? એ જાણવા માટે વાંચતા રહો અનામિકા....

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Drama