STORYMIRROR

mamta Shrimali

Drama Romance

4  

mamta Shrimali

Drama Romance

અનામિક સબંધ - ૨

અનામિક સબંધ - ૨

7 mins
177

તો મિત્રો ચાલો જાણીએ મહેર અને અવિનાશ ના જીવન માં આગળ શું થયું હતું. શું એમના સંબંધને લગ્નનું નામ મળશે ? ચાલો જોઈએ.

મહેર અને અવિનાશ નક્કી તો કરે છે કે આપણે રાહ જોઈશું. પણ મહેર અને અવિનાશના રોજ મળવાથી મહેર અને અવિનાશના કુટુંબી લોકો એમના વિષે વાતો કરવાનું ચાલુ કરી દે છે. અવિનાશ ના ઘરે અવિનાશ ને મહેર સાથે આમ રોજ ખુલ્લેઆમ મળવાની ના પાડે છે. અને બીજી બાજુ મહેર ના ઘરે પણ મહેર ને સમજાવે છે કે આમ બધાને બહાર તારી ખબર પડશે તો બદનામી થશે. આમ બેથી ત્રણ વર્ષ વીતે છે. મહેર ના ઘરે બધાને મહેરની ચિંતા થાય છે. મહેર ના મમ્મી પપ્પા મહેર ને કહે છે કે અમે અવિનાશ ને મળવા માંગીયે છે તું એને કાલે ઘરે મળવા બોલાવજે મહેર અવિનાશ ને બોલાવે છે. અવિનાશ મહેર ના ઘરે આવે છે અને ત્યારે મહેર ના મમ્મી પપ્પા અવિનાશ ને જલ્દીથી જલ્દી મહેર સાથે લગ્ન કરવા માટે કહે છે. અવિનાશ કહે છે પણ પપ્પા અમે નક્કી કર્યું છે કે મારી બહેન ના લગ્ન. . . આટલું બોલતાની સાથે જ મહેરની મમ્મી વચ્ચે બોલી પડે છે કે મહેર ને કઈ ખબર નથી પડતી. અમે એના મા બાપ છીયે અને એના માટે જે પણ વિચારીશું એ સારું જ હશે. અને અમે વિચારી લીધું છે કે જો તારે મહેર સાથે લગ્ન કરવા હોય તો હમણાં જ કરવા પડશે નહીં તો મહેર ને ભૂલી જજે અમે એના લગ્ન બીજે કરાવી દઈશું. અવિનાશ ત્યારે બસ, ઠીક છે. એટલું કહીને નીકળી જાય છે. બીજા દિવસે મહેર અવિનાશ ને ફોન કરે છે અને પૂછે છે તે શું વિચાર્યું ? અવિનાશ. અવિનાશ કહે છે મહેર એમાં વિચારવાનું શું છે ? બિલકુલ હું હમણાં તારી સાથે લગ્ન ના કરી શકું. શું તું મારી રાહ નથી જોઈ શકતી ? મહેર કહે છે મને કઈ વાંધો નથી અવિનાશ તારી રાહ જોવામાં પણ હું જાણું છું મમ્મી પપ્પા હવે કઈ જ નહી સમજે. તારે મારી સાથે હમણાં જ લગ્ન કરવા પડશે નહીં તો ભૂલી જજે મને. આટલુ સાંભળતાની સાથે જ અવિનાશ ના પગ નીચે જાણે જમીન ખસી ગઈ હોય એમ લાગે છે એ કહે છે મહેર તું પણ તું પણ મને સમજી નથી શકતી ? હજુ એ પહેલા અવિનાશ કઈ કહે મહેર નો ફોન કપાય જાય છે. અવિનાશ એક ઉલઝનમાં છે એને કઈ જ સમજાતું નથી કે શું કરું મારી દોસ્ત મહેર પણ મને સમજવા તૈયાર નથી. બસ અવિનાશ એક ઊંડો શ્વાસ લે છે અને વિચારે છે ઠીક છે હું મારા ઘરે વાત કરીશ લગ્નની. અવિનાશ મહેર ના ઘરે જાય છે અને મહેર ના મમ્મી પપ્પા સાથે વાત કરે છે અને કહે છે ઠીક છે હું મારા ઘરે વાત કરીશ. પણ મહેર ના મમ્મી કહે છે કે એ લોકો ના કહેશે તો એના કરતા સારું છે કે પહેલા તમે લગ્ન કરી લો પછી એમને જણાવો તો એ ચાહીને પણ ના નહીં કહી શકે. અવિનાશ ને આ ઠીક નથી લાગતું પણ એ મહેર ને ખોવા ના ડર થી લગ્ન માટે માની જાય છે. આખરે અવિનાશ અને મહેરના લગ્ન થાય છે જેમાં મહેર ના પુરા પરિવારની હાજરી છે અને અવિનાશના તરફથી બસ એના અમુક મિત્રો, અવિનાશ ખુશ છે કે આખરે મહેર હંમેશા માટે એની થઈ રહી છે પણ એક ઉદાસી પણ છે એ વાતની કે આ ખુશીમાં એના ઘર ના લોકો શામીલ નથી. અવિનાશ અને મહેરના લગ્ન થાય છે લગ્ન બાદ બધા ઘરે પાછા ફરે છે. અવિનાશ કહે છે હું સાચો સમય આવા પાર મારા ઘરે અમારા લગ્નની વાત કહીશ. અવિનાશ એના ઘરે પાછો ફરે છે અને આમ જ જતાવે છે કે બધું બરાબર છે જેમ કે કઈ થયું જ ના હોય. અમુક મહિના વીતે છે અને એક દિવસ મહેર ને અવિનાશના મમ્મી પપ્પા ઘરે બોલાવે છે અને બંનેને લગ્ન કરવાનું કહે છે. અવિનાશ અને મહેર કઈ બોલ્યા વિના ચૂપ રહે છે અને કહે છે ઠીક છે અમે પછી જવાબ આપીશું. અવિનાશ વિચારે છે કે હવે મારે ઘરે લગ્નની વાત ખોલી દેવી જોઈએ. અવિનાશ ખુબ જ હિંમત કરીને બધા ને કહે છે કે હું એમ કહેવા માગું છું કે મારા અને મહેરના લગ્ન થઈ ગયા છે. આટલુ સાંભળતા ની સાથે જ અવિનાશ ના પપ્પા અવિનાશ ને થપ્પડ મારી દે છે. અને કહે છે શું ગુનો કર્યો અમે કેમ ના કહ્યું અમને અમે તો લગ્નની ના પાડી ન હતી. પણ પછી ત્યાં શાંત થઈ ને અવિનાશ ને કહે છે કે ઠીક છે જે થયું એ બે દિવસ પછી મહેર ને ઘરે લઈ આવ. બે દિવસ પછી અવિનાશ મહેર ને લઈ ઘરે આવે છે મહેરના ઘરના લોકો પણ દુલ્હનની જેમ મહેર ને સજાવી વિદા કરે છે. મહેરનો ગૃહ પ્રવેશ થાય છે અવિનાશ ના ઘરે. બંને ખુબ જ ખુશ છે કે આખરે એમનો પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચી ગયો. બીજા દિવસે સવારે મહેર રડવા લાગે છે અવિનાશ પૂછે છે શું થયું મહેર કેમ રડે છે. મહેર કહે છે મને મમ્મી પપ્પા અને મારી બહેનો યાદ આવે છે. અવિનાશ કહે છે અરે ગાંડી તો એમાં રડે છે કેમ ઓકે ચાલ હું તને એમને મળવા લઈ જઉં પણ એક શરત પર આ વાત મારા ઘરે ના કહેતી કોઈ ને, સારું નઈ લાગે, અવિનાશ મહેર ને લઈ મહેરના ઘરે જાય છે. મહેર ખુબ જ ખુશ છે કે એને આટલો સારો જીવનસાથી મળ્યો છે જે એને આટલું સમજે છે. અમુક મહિના બાદ જ મહેર પ્રેગ્નેન્ટ થાય છે. અને એક સુંદર બાળકીને જન્મ આપે છે અનન્યા. અનન્યા બે વર્ષની થાય છે મહેર વિચારે છે કે હવે મારે અવિનાશની મદદ માટે કોઈ નોકરી કરવી જોઈએ. મહેર એક જગ્યા એ નોકરી ચાલુ કરે છે. એ જ જગ્યા એ મહેરની મુલાકાત ઓમ જોડે થાય છે.

અહીંયાંથી મહેર અવિનાશ અને ઓમ ના જીવનમાં એક નવો વળાંક આવે છે. મહેર અને ઓમ એક બીજા ને એ દિવસે પહેલી વાર જોવે છે. અને ખબર નહીં બંને ના મગજમાં એક ધૂંધળી યાદ પેદા થાય છે. જેમ કે પહેલા પણ એક બીજા ને ક્યાંક જોયા હોય જેમ કે પહેલેથી એક બીજા ને ઓળખે છે જેમ કે એક બીજા સાથે કોઈ ગહેરો સંબંધ છે પણ યાદ નથી. મહેર ને એક અલગ જ અહેસાસ થયો એ દિવસે એ ડરી ગઈ કે હું આ બધું શું વિચારું છું. એને વિચાર્યું મારે આ છોકરાથી દૂર રહેવું જોઈએ એ જ ઠીક છે. બીજી સાઈડ ઓમ પણ મહેરથી દૂર દૂર રહે છે. થોડા મહિના પછી અમુક કારણોસર મહેરની નોકરી ત્યાંથી છૂટી જાય છે. એક દિવસ કોઈ કામથી ઓમ અને મહેર વચ્ચે નંબર એક્સચેન્જ થાય છે. એના પછી ધીરે ધીરે બન્ને વચ્ચે નૉર્મલી વાતો થાય છે. પણ અમુક મહિના બાદ અચાનક મહેર અને ઓમ વચ્ચે વાતો વધે છે. બંને એક બીજા જોડે ચાર દિવસ વાત કર્યા પછી મળવાનું નક્કી કરે છે. બંને મળે છે પણ કઈ કહી નથી શકતા ઓમ મહેરનો હાથ પકડે છે અને કઈ કહે એની પહેલા મહેર કહે છે આપણે હમણાં જ અહિયાંથી નીકળવું જોઈએ ચાલ. રસ્તામાં ઓમ પૂછે છે શું થયું મહેર શું વિચારે છે. મહેર કહે છે ખબર નહીં ઓમ પણ આ યોગ્ય નથી. મને લાગે છે હું અવિનાશ સાથે ખોટું કરી રહી છું મને નથી ખબર કે તારા સાથે મારો શું સંબંધ છે કદાચ પાછળ ના જન્મમાં તારી સાથે કોઈ સંબંધ હશે. ખબર નહીં પણ હું મારો આ જન્મ ના બગાડી શકુ અવિનાશ સાથે નો. હું અવિનાશ ને ખુબ જ પ્રેમ કરું છું. આ વાત ઉપર ઓમ કહે છે મને પણ એમ જ લાગે છે કે આપણે ખોટું કરી રહ્યા છે. મારા લીધે તારું ઘર તૂટશે તો એ હું નહીં જોઈ શકુ તો આપણા માટે એ જ સારું છે કે આપણે અહિયાંથી જ અલગ થઈ જઈએ. મહેર ને પણ આ જ યોગ્ય લાગે છે અને બસ બંને ત્યાંથી અલગ પડી જાય છે. ઓમ મહેર વિશે વિચાર્યા કરે છે એને યાદ કરે છે પણ મહેર ને કોઈ જ કોન્ટેક્ટ કરતો નથી બીજી બાજુ મહેર પણ આખો દિવસ એ જ વિચારે છે ખબર નહીં મારો શું સંબંધ હતો એની સાથે હું એને પ્રેમ નથી કરતી કેમ કે હું તો અવિનાશ ને પ્રેમ કરું છું. ખબર નહીં એ ચાર દિવસની વાતોમાં જાણે શું અલગ હતું એ સંબંધ જાણે શું હતો જેનું કોઈ નામ નથી પણ એ "અનામિક સંબંધ" નિભાવવાનું કેમ ગમતું હતું !

શું મહેર અને ઓમ જાણી શકશે એમના પાછળ ના જન્મનું રહસ્ય ? અને જો જાણશે તો એનાથી અવિનાશ અને મહેરના સંબંધ પર શું અસર થશે ? શું આપી શકશે ? બંને એમના "અનામિક સંબંધ"ને કોઈ નામ. શું પાછળ ના જન્મ જેવું કઈ હોય પણ છે ?  

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama