અનામિક સબંધ - ૧
અનામિક સબંધ - ૧
આ વાર્તા છે એક એવા સબંધની જેનું કોઈ નામ નથી આ વાર્તા છે એક અનામિક સબંધની !
મહેર એક એવી છોકરી છે જેનો આજ સુધી કોઈ છોકરો મિત્ર નથી. તે અવિનાશ ને 11 માં ધોરણમાં પહેલીવાર મળે છે. સમય જતા મહેર અને અવિનાશ વચ્ચે નજીકતા વધે છે અને બંને ખુબ સારા મિત્ર બની જાય છે. મહેર અને અવિનાશ આખો દિવસ સ્કૂલમાં સાથે રહે છે એક બીજા સાથે મસ્તી કરે છે વાતો કરે છે બંને વચ્ચે સમય જતા ગાઢ મિત્રતા થય જાય છે, પણ આ બધું મનોહરને નથી પસંદ આવતું મનોહર મહેરનો પ્રેમી છે મહેર મજાકમાં આવીને મનોહરને પ્રેમ સંબંધ માટે હા પાડી હોય છે. મનહોર મહેર કરતા પાંચ વર્ષ મોટો છે મનોહર એ પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરવા મહેર ને પોતાના પ્રેમના જાળમાં ફસાવી હોય છે. મનોહર ને નથી પસંદ કે મહેર અવિનાશ કે બીજા કોઈ પણ અન્ય છોકરા સાથે વાત કરે, તે મહેર ને અવિનાશ સાથે સંબંધ રાખવાની ના પાડે છે. પણ મહેર મનોહરની વાત માનવા તૈયાર નથી થતી, મનોહર રોજ મહેરને સ્કૂલમાં જવાની ના પાડે છે અને પોતાની સાથે બહાર ફરવાનું કહે છે જબરદસ્તી તેને સ્કૂલમાંથી બહાર લઈ જાય છે, સ્કૂલ ના જવાથી મહેરને ભણતરમાં મુશ્કેલી થાય છે. રોજ સ્કૂલ માં રાજાઓ પાડવાથી તેના અધ્યાપક તેને સ્કૂલમાંથી કાઢી મુકવાની અને તેના પપ્પા ને કહી દેવાની ધમકી આપે છે. મહેર આ વિષય પર અવિનાશ સાથે વાત કરે છે અને મદદ માંગે છે.
અવિનાશ મહેર ને સમજાવે છે કે તેને મનોહરને ના પાડીને તેની સાથેનો સંબંધ તોડી નાખવો જોઈએ, મહેર ને પણ અવિનાશ ની વાત સાચી લાગે છે. મહેરની મદદ કરવા અવિનાશ મનોહર જો મહેર ને નહીં છોડે તો તેના તરફ પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી આપે છે. સ્કૂલના દિવસો પુરા થાય છે મહેર અને અવિનાશ કોલેજમાં પ્રવેશે છે પણ બંને અલગ અલગ કોલેજમાં ભણે છે તે છતાં તેમની વચ્ચે મિત્રતા રહે છે. મનોહર મહેર ને હેરાન કરવાનું ચાલુ જ રાખે છે. એક દિવસ મનોહર મહેર અને અવિનાશ ને બહાર એક સાથે જોવે છે તેને લાગે છે કે મહેર એ આ છોકરા માટે તેની સાથે સબંધ તોડ્યો છે, અને મહેરનો આ છોકરા સાથે સંબંધ છે. મહેર અને અવિનાશ ને એક સાથે જોઈ મનહોર આપો ખોઈ બેસે છે અને અવિનાશ સાથે મારપીટ કરવા પહોંચી જાય છે. અવિનાશ ને પણ ગુસ્સો આવી જાય છે અને બંને વચ્ચે મારામારી થાય છે, મહેર બંને ને રોકવાની કોશિશ કરે છે પણ બંને સમજવા તૈયાર નથી. મહેર તેના બીજા સ્કૂલ ના મિત્રો ને ફોન કરીને અવિનાશ અને મનોહર ના ઝઘડા વિષે જણાવે છે અને મદદ માટે બોલાવે છે. મહેરની વાત સાંભળીને તેના મિત્રો મદદ કરવા દોડી આવે છે, અને મનોહર અને અવિનાશ ને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. અવિનાશ મનોહર ને ખુબ મારે છે. છેલ્લે મિત્રો ના કહેવા પર અવિનાશ મનોહર ને છોડી દે છે અને આજ પછી ક્યારેય મહેર ને હેરાન ના કરવાનું કહે છે. એ દિવસ પછી મનોહર કોઈ દિવસ મહેર ને હેરાન નથી કરતો, મહેર હવે એ વિચારીને ખુશ છે કે એ હવે મનોહરથી આઝાદ થઈ ગઈ છે અને હવે એને કોઈથી ડરીને રહેવાની જરૂર નથી. આ બધું ખાલી અવિનાશના કારણે જ શક્ય બન્યું છે એમ વિચારીને મહેર અવિનાશનો આભાર માને છે. મહેર અને અવિનાશ વચ્ચેની મિત્રતા ગાઢ થતી જાય છે.
જોતજોતા માં મહેર ને અવિનાશ સાથે પ્રેમ થઈ જાય છે.
પણ મહેર ને ડર લાગે છે કે અવિનાશ શું તેનો પ્રેમ સ્વીકાર કરશે ? કે પછી તેના પ્રેમ વિશે જાણીને તે તેને છોડી દેશે તો ? તેની સાથે વાત કરવાનું બંધ કરી નાખશે તો ? એમ વિચારીને મહેર પોતાનો અવિનાશ પ્રત્યે નો પ્રેમ અવિનાશ ને જતાવવાનો વિચાર બદલી કાઢે છે. પણ મહેર તેની એક સહેલી ને પોતાના મનની વાત જણાવે છે. તેની સહેલી અવિનાશ ને જણાવે છે કે મહેર ને કોઈ છોકરા સાથે પ્રેમ થયો છે મહેરના સંબંધ વિષે જાણીને અવિનાશને દુઃખ થાય છે અને અવિનાશ ના ચહેરા પર આ દુઃખ જોઈ તે સમજી જાય છે કે અવિનાશના મનમાં પણ મહેર માટે પ્રેમ છે. અને બંને ને મળાવાનું નક્કી કરી તેની સહેલી અવિનાશ ને હકીકત જણાવી દે છે કે જે છોકરા સાથે મહેર ને પ્રેમ છે એ છોકરો બીજું કોઈ નહીં પણ તું જ છે. અવિનાશના મનમાં શરૂઆતથી જ મહેર માટે પ્રેમ હોય છે. પણ મહેરનો પહેલાથી પ્રેમી હોવાના કારણે અવિનાશ મહેર ને કઈ ના કહેવાનું જ ઠીક સમજે છે, પણ જયારે અવિનાશ ને મહેર ના પ્રેમ વિશે ખબર પડે છે. એ વિચારે છે આ જ સાચો સમય છે મહેર ને દિલ ની વાત જણાવવાનો, અને એક દિવસ અવિનાશ મહેરની કોલેજ જાય છે તેને લેવા, અવિનાશ મહેર ને બાઈક પર એક ખાલી જગ્યા પર લઈ જાય છે જ્યાં બંને એકલા હોય છે. અવિનાશ હિમ્મત કરીને મહેર ને કહે છે કે હું તને પ્રેમ કરું છું મહેર ત્યારથી જ્યારથી તને પહેલી વાર જોઈ છે, પણ ક્યારેય તને કહેવાની હિમ્મત નથી થઈ આજે કહું છું કે આઈ લવ યુ મહેર મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે. મને નથી ખબર કે તું કેમ છુપાવતી હતી આ વાત મારાથી પણ મહેર મને ખબર પડી ગઈ છે કે તું પણ મને ચાહે છે. બે મિનિટ માટે મહેર ચૂપ થઈ જાય છે અવિનાશ એક મુસ્કાન આપીને પૂછે છે. હવે આઈ લવ યુ ટૂ સાંભળવા કેટલી રાહ જોવી પડશે ? મહેર શરમાય છે અને હલકા અવાજમાં ધીમેથી કહે છે આઈ લવ યુ ટૂ. અવિનાશ મહેર ને ગળે લગાડી દે છે આ સાંભળીને.
અહિયાં થી શરુ થાય છે મહેર અને અવિનાશની પ્રેમ કથા.
મહેર અને અવિનાશ રોજ મળવા લાગે છે બંને વચ્ચે પ્રેમ વધે છે અને એમનો પ્રેમ દરેક હદ વટાવી દે છે, કોલેજના દિવસો પુરા થાય છે. મહેર અને અવિનાશ એક જગ્યા એ એક જ સાથે નોકરી કરે છે. એક દિવસ મહેર ને ઘરે પહોંચતા મોડું થઈ જાય છે. મહેર ના ઘરના લોકોને મહેરની ચિંતા થાય છે. મહેર ઘરે પહોંચે છે ત્યારે ઘર ના લોકો તેને સવાલ કરે છે કે ઘરે પહોચતા આટલો સમય કેમ લાગ્યો ?. મહેર ગભરાઈ જાય છે મહેર ની મમ્મી તેને પૂછે છે કે શું થયું બેટા તું અમારાથી કઈ છૂપાવી રહી છે. મહેર એની મમ્મી થી કઈ છૂપાવી નથી શકતી અને હકીકત જણાવી દે છે. મહેર ના પપ્પા તરત જ ના પડી છે આ સંબંધ માટે એ કહે છે આપણે અને અવિનાશ અલગ અલગ જાતિના છીયે, મહેર રડવા લાગે છે અને અવિનાશ સાથે લગ્ન કરવાની જીદ્દ કરે છે. મહેર કહે છે હું અવિનાશ વિના નથી રહી શક્તી અને જો મારા લગ્ન એની સાથે નહીં થાય તો હું કોઈ ની સાથે લગ્ન નહીં કરું. મહેર એના પપ્પા જોડે આજીજી કરે છે અને સમજાવે છે. મહેર ની મમ્મી પણ તેના પપ્પા ને સમજાવે છે અને કહે છે કે એક વાર મળવા માં વાંધો નથી અવિનાશ સાથે, મહેર ના પપ્પા અવિનાશ સાથે મળવા તૈયાર થાય છે.
મહેર બેહદ ખુશ થઈને અવિનાશ ને જણાવે છે કે પપ્પા તને મળવા માંગે છે આપણાં લગ્ન વિષે વાત કરવા. અવિનાશ મહેર ને કહે છે તને નથી લાગતું કે આ બહુ જલ્દી છે આપણે પહેલા આપણા કરિયર વિષે વિચારવું જોઈએ. અને મેં મારા ઘરે પણ આ વિષે કઈ કહ્યું નથી અને સાચું કહું તો મને નથી લાગતું મારા ઘર ના લોકો આપણા સંબંધ માટે હા પાડશે. અને હું મારા ઘર ના લોકોની વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન ના કરી શકું. તને પણ ખબર છે ને આપણે નક્કી કર્યું હતું કે લગ્ન બંને ના ઘર ના લોકો ની સહેમતી થી જ કરીશું, નહીં તો અલગ થઈ જઈશું. મહેર કહે છે હા અવિનાશ યાદ છે મને પણ આપણે પ્રયત્ન તો કરી શકીયે છીયેં. અવિનાશ કહે છે ઠીક છે હું કાલે આવીશ તારા પપ્પા ને મળવા એમ કહીને અવિનાશ ફોન મૂકી દે છે. બીજા દિવસે અવિનાશ રાત્રે નોકરી પતાવીને મહેર ના ઘરે પહોંચે છે. મહેર ના પપ્પા અવિનાશ સાથે વાત કરે છે અને અવિનાશ ને પણ પોતાના ઘરે મહેર અને અવિનાશ વિષે જણાવવા કહે છે. મહેર ના પપ્પા ને મહેર માટે અવિનાશ પસંદ આવે છે. બીજા દિવસે અવિનાશ પણ હિમ્મત કરીને મહેર વિશે પોતાના ઘર ના લોકો સાથે વાત કરે છે. પણ અવિનાશ ના મમ્મી પપ્પા લગ્ન માટે ના પાડી દે છે. અને કહે છે મહેર અલગ જાતિ ની છે બેટા એ આપણા ઘર માં સેટ થઈ જ ન શકે અને બીજી વાત કે આજ સુધી આપણા કુટુંબની અંદર કોઈ એ લવ મેરેજ નથી કર્યા. અવિનાશ ઉદાસ થઈને મહેર ને ફોન કરે છે અને બધી વાત જણાવે છે. મહેર અવિનાશ ને પૂછે છે કે અવિનાશ હવે શું ?મહેર અવિનાશ ને કહે છે કે જો સાંભળ મહેર આ ખુબ જ કઠિન નિર્ણય છે પણ આ જ ઠીક રહેશે બધા માટે કે આપણે અલગ થઈ જઈએ. અવિનાશ મહેર ને કહે છે કાલે આપણે છેલ્લી વાર મળીને અલગ થઈ જઈશું. અને પછી ક્યારેય નહીં મળીયે. અને આટલું કહીને અવિનાશ નો ફોન કપાય જાય છે. બીજા દિવસે બપોર ના સમયે મહેર અને અવિનાશ એક બીજાને મળે છે. બંને એક બીજાને જોવે છે અને રડીને એકબીજા ને ભેટી લે છે. અવિનાશ મહેર ને સમજાવે છે કે મહેર આપણે હિંમત રાખવી પડશે જો આ જ આપણા બધા માટે ઠીક રહેશે આપણે અલગ થવું જ પડશે. અને બસ પછી બંને ત્યાંથી અલગ પડે છે. મહેર અને અવિનાશ બંને એક બીજાને યાદ કરે છે સાથે વિતાવેલી પળો ને યાદ કરે છે, આ બાજુ અવિનાશ ના મમ્મી પપ્પા અવિનાશ માટે છોકરી જોવાનું ચાલુ કરી દે છે. અવિનાશ પહેલા ઝઘડો કરે છે અને કોઈ બીજા સાથે લગ્ન કરવાની ના પાડે છે. પણ એના મમ્મી પપ્પાની લાગણીભરી વાતો સાંભળી એમની ખુશી માટે લગ્ન ની હા પાડે છે એમ કહીને કે આ હું ખાલી તમારી ખુશી માટે કરું છું આમાં મારી કોઈ જ ઈચ્છા કે સુખ નથી.
બીજા દિવસે અવિનાશના પપ્પા અવિનાશ ને લઈને એના માટે એક છોકરી જોવા જાય છે. અવિનાશના પપ્પા અને છોકરીના મમ્મી પપ્પા વચ્ચે વાતો થાય છે અને બધા અવિનાશ અને એ છોકરી ને અલગ રૂમમાં જઈને એક બીજા સાથે વાત કરવાનું કહે છે. અવિનાશ કોઈ સવાલ કર્યા વિના અને એ છોકરી ને એક નજર પણ જોયા વિના ત્યાંથી નીકળી જાય છે. ઘરે આવીને અવિનાશ અને તેના પપ્પાનો આ બાબત પર ઝઘડો થાય છે. અવિનાશ તેના પપ્પા ને કહે છે કે હું આ નહીં કરી શકું મારા થી આ નહીં થાય. હું મહેર સિવાય કોઈ બીજા વિશે વિચારી પણ નથી શકતો હું એને ખુબ જ પ્રેમ કરું છું, પણ અવિનાશ ના પપ્પા માનવા તૈયાર નથી અને અવિનાશને મહેર સાથે લગ્ન માટે ના પાડી દે છે. અવિનાશ એ દિવસે રાત્રે મહેર ને ફોન કરે છે અને મળવા માટે કહે છે, બીજા દિવસે અવિનાશ અને મહેર એક બીજાને મળે છે. અવિનાશ બધી વાત મહેર ને જણાવે છે. મહેર અવિનાશ ને કહે છે હું અહિયાં છું તારી નજીક એટલે તું મને ભૂલી નથી શકતો એટલે મેં વિચારી લીધું છે અવિનાશ કે હું આ શહેર છોડીને જતી રહીશ તારાથી દૂર એટલે તું મને સહેલાઈથી ભૂલી જઈશ. આ વાત ઉપર અવિનાશ મહેર ને થપ્પડ મારી દે છે અને અવિનાશ મહેર ને થપ્પડ મારવા બદલ સોરી કહે છે અને મહેર ને ગળે લગાડીને રડવા લાગે છે. અવિનાશ કહે છે હું તને ખુબ જ પ્રેમ કરું છું અને તારા વિના નહીં રહી શકું મહેર આપણે હમણાં જ લગ્ન કરી લઈએ ચાલ. મહેર અવિનાશ ને રોકે છે અને કહે છે ના અવિનાશ આમ કમજોર ના પડીશ તને યાદ છે ને આપણો નિર્ણય. અવિનાશ કહે છે ઠીક છે પણ હું હાર નહીં માનું મહેર હું તને પામવા માટે બનતા બધા જ પ્રયત્નો કરીશ. આટલું કહીને બે અલગ પડે છે. અવિનાશ બે વર્ષ સુધી તેના પરિવાર ને મનાવવાનો પ્રયત્ન કરે છે અવિનાશ આ વાત તેના નાના ને કહે છે અવિનાશના નાના સંબંધ માટે માની જાય છે અને અવિનાશના માતા પિતા ને પણ સમજાવે છે. છેલ્લે બધા માની જાય છે અને અવિનાશ ને મહેર સાથે લગ્નની પરવાનગી આપી દે છે. અવિનાશ તરત જ મહેર ને ફોન કરીને જણાવે છે કે હું તને મળવા આવું છું એક બહુ જ સિરિયસ વાત છે. મહેર ને ચિંતા થાય છે કે શું વાત હશે પણ પછી એ અવિનાશ ને મળે છે. અવિનાશ મહેર ને જણાવે છે કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે અને એ છોકરી. . આટલુ સાંભળતાની સાથે જ મહેર રડવા લાગે છે અવિનાશ મહેર ને શાંત કરે છે અને કહે છે અરે ગાંડી સાંભળ તો ખરી જે છોકરી સાથે મારા લગ્ન નક્કી થયા છે એ બીજું કોઈ નહીં તું જ છે. આ સાંભળીને મહેર ગુસ્સામાં અવિનાશ ને મારવા લાગે છે અને કહે છે તો તે સીધી રીતે કેમ ના કહી આ વાત હું કેટલી ડરી ગઈ હતી કે તું કોઈ બીજી છોકરી સાથે આટલું કહેતાંની સાથે જ અવિનાશ મહેરના મોઢા પર હાથ મૂકી દે છે અને કહે છે જે હું વિચારી પણ નથી શકતો આ વાત તું કહી કેવી રીતે શકે. આટલું કહીને અવિનાશ મહેરને ગળે લગાડી દે છે. મહેર ના પપ્પા અવિનાશના પપ્પા સાથે લગ્નની વાત કરવા જાય છે. અવિનાશ ના પપ્પા કહે છે લગ્ન તો કરાવીશુ અમે પણ અવિનાશ ના બહેન ના લગ્ન થાય પછી. મહેર ના પપ્પા કહે છે પણ ત્યાં સુધી ગણું મોડું થઈ જશે કેમ કે અવિનાશની બહેન આરતી હજુ બારમાં ધોરણમાં ભણે છે. એ હજુ લગ્ન માટે ગણી નાની છે તો ત્યાં સુધી, આટલું બોલતાની સાથે જ અવિનાશના પપ્પા વચ્ચે બોલી પડે છે કે જો અવિનાશ લવ મેરેજ કરશે તો એની બહેન માટે કોઈ સારો સંબંધ નહીં મળે. અને બસ બંને છુટાં પડે છે ઘરે આવીને મહેર ના પપ્પા મહેરને બધી વાત કરે છે. મહેર અવિનાશ ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરે છે. શું મહેર અને અવિનાશના સંબંધને લગ્નનું નામ મળશે ?
ક્રમશ:

