Prashant Subhashchandra Salunke

Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Inspirational

અમારૂ કોણ

અમારૂ કોણ

2 mins
217


“ચાલો છુટ્યા રોજ કચ-કચથી જપ વળી” હું મારી પત્ની રાધાને કહી રહ્યો હતો.”નવા ઘરમાં મજા પડશે આપણે બે અને આપણો રાજુ, બીજુ કોઈ મગજમારી કરવા વાળું નહી. તને ખબર નહી. રાધા, કેટ-કેટલા પ્રયત્નો પછી મને મારી બદલી મળી છે! મહિને ૧૦૦૦ રૂ. મોકલી દઈશું” આ સાંભળી છણકો મારતા રાધા બોલી “અરે ૧૫૦૦ રૂ મોકલો પણ હવે લપતો નહી. પછી તેઓ ઘરની સફાઈ કરવા લગાયાં. લગભગ મોડી સાંજ સુધી ઘરની સફાઈ થઈ ગઈ હતી. રાધાને રસોઈ કરવામાં મોડું થઈ ગયું હતું તેથી મેં કહું.” ચાલો બહાર જ જમવા જઈશું”

રાધા ફટાફટ તેયાર થઈ ગઈ. રાજુને તેયાર કરી કારમાં બેસી નજીકના ઢાબા પર અમે જમવા ગયાં, આજે રાધાનો મૂડ સારી હોટલમાં જવાનો નહોતો કારણ આખા દિવસની મહેનતથી તેને

લાગતું હતું તેનો લુક બગડી ગયો છે. અને કપડાં પણ...સૂટકેસમાંથી કાઢવાના બાકી હતાં. ઢાબા પર પહોંચી મે પંજાબી ડિશનો ઓર્ડર આપ્યો.     

અહા! આને કહેવાય જીદગી, મનમાં આવે તેવું કરવું ન કોઈની રોક ન કોઈની ટોક. રાધા મૂડમાં હતી વાનગીઓ ટેબલ પર પીરસાઈ ગઈ. હું જમવાનો સ્વાદ માણવા લાગ્યો. ત્યારે મેં જોયું કે રાધાને જમવામાં કાંઈ ખાસ રસ લાગતો નહોતો! તેથી મેં એને પુછયું ”કેમ જમવાનું સરસ નથી.”

રાધાએ કંઈ જવાબ ન આપતા હાથનો ઈશારો કર્યો મેં જોયું કે થોડે દૂર એક છોકરો ઊભો હતો. ફાટેલાકપડાં, લઘર-વઘર હાલત અને ભૂખી નજરે તે મને જોતો હતો.મેં કહ્યું, “ધ્યાન ન આપ. આવી જગ્યાઑ પર આજ ત્રાસ હૉય છે. તને એ માટે જ કહેતો હતો કે ચાલ કોઈ સારી હોટલમાં જઈએ, પણ તું કોઈનું માને છે.”

 “બસ હવે “, રાધા બોલી અમે ફરીથી જમવાનું શરૂ કર્યું, પણ એ છોકરાની નજર હટતી નહોતી છેવટે મેં એને હાથના ઈશારે તે છોકરાને નજીક બોલાવ્યો. રાધાએ પૂછયું, ”ભૂખ લાગી છે ?”

તે છોકરાએ માથુ હકારમાં હલવાયું રાધાએ બે રોટલી તે છોકરાની આગળ ધરી. છોકરાએ લાચાર નજરથી મારી તરફ જોયું. મેં કહ્યું, ”લે લઈ લે “ તે છોકરાએ રોટલી લઈ તેના ફાટેલા ગજવામાં મૂકવાનો પ્રયત્ન કરવા લાગયો.

તે જોઈને હું બોલ્યો, “ભૂખ નથી લાગી ? અહીં જ ખાઈ લે” જવાબમાં છોકરો બોલ્યો, “ભૂખ તો લાગી છે પણ ઘરે મા ભૂખી છે અમે સાથે જ જમીશું. મા બહુ બીમાર છે અને મારા સિવાય એનું કોઈ નથી.”

આ વાકય સાંભળી મારો કોળીયો હાથમાં રહી ગયો. અને મારા કાનમાં આજ સવારના શબ્દો ઘુમવા લાગયાં. “બેટા અમને છોડીને ન જા. ઘેર તું હોય તો સારૂ લાગે છે, વહુ બેટા હોય, રાજુ હોય તો ઘર ભરેલું લાગે છે. હું એકલી આ ઘરમાં શું કરીશ તારા સિવાય અમારૂ કોણ ?”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational