Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

અકસ્માત

અકસ્માત

1 min
205


અજય ને મીતાનાં લવ મેરેજ થયાં હતાં ને બંને સીએ થયેલા હોવાથી સારી કંપનીમાં નોકરી કરતા હતા ને પોતાના વતનથી દૂર રહીને.

લગ્ન ને સાત વર્ષ થયાં ને પૂરાં દિવસે રૂપ રૂપનાં અંબાર જેવો દીકરો જન્મ્યો.

આખાં પરિવારમાં ખુશીઓની લહેર ફેલાઈ ગઈ.

સગાં સંબંધીઓને ને કુટુંબીજનો બાળકને રમાડવા આવ્યા ને ગિફ્ટ ને વધામણા દેવાં લાગ્યા.

નામકરણ સંસ્કાર કરીને બાળકનું નામ વંશ રાખ્યું.. ને બોલ્યા ઓળી ઝોળી પીપળ પાન ફોઈએ પાડ્યું વંશ નામ.

આમ લાડકોડથી વંશ ઉછરી રહ્યો હતો.

ત્રણ વર્ષનો થયો ને કિડસ સ્કૂલમાં મૂક્યો.

રોજ સવારે અજય મૂકવા જાય ને.

લેવા મીતા જાય.

એ ગોઝારા દિવસે મીતા એકટીવા ચલાવતી હતી ને અજય ને વંશ પાછળ બેઠાં હતાં ને સ્કૂલનાં રસ્તે જતાં બંપ પાસે સામેથી ફૂલ સ્પીડમાં બાઈક આવ્યું એટલે મીતા એ બ્રેક મારી ને ત્રણેય જણાં પડ્યા પણ વંશ નું માથું બંફ ( ડીવાઈડર ) સાથે અથડાતાં ઘટનાસ્થળે જ વંશનું મૃત્યુ થયું ને અજય ને મીતા ને કશું ન થયું.

એક નાનો અકસ્માત સર્જાયો ને ફૂલ જેવાં નિર્દોષ બાળકનો ભોગ લીધો.

અજય ને મીતા તો પાગલ જેવાં થઈ ગયાં ને તાત્કાલિક ધોરણે એકટીવા વેચી દીધું.

આખાં કુટુંબમાં રડારોળ મચી.

જેણે જેણે આ અકસ્માત વિશે જાણ્યું એ પણ દુઃખી થઈ ગયાં.

ઓ પ્રભુ આ તે કેવો તારો ન્યાય છે,

માસુમ ફૂલને ઉગતાં જ મસળી નાખ્યું ને !

અનીતિ, અને અન્યાય કરીને લહેર કરતાં લોકોનો વાળ પણ વાંકો નથી થતો ?

આ તારું ત્રાજવું કેમનો ન્યાય કરે છે પ્રભુ.


Rate this content
Log in