Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

અગ્રતાક્રમ

અગ્રતાક્રમ

1 min
1.5K


વૈદેહીની માંગણી એણે ઠુકરાવી. "આવતા વર્ષે ખરીદી લેજે. આ વર્ષે મહત્વ નું નથી.." પાંચ વર્ષ પહેલા આરવે આપેલું વચન એણે યાદ અપાવ્યું "તે કહ્યું હતું નોકરી છોડી દે, તારી જરૂરિયાતો હું પુરી કરીશ." આરવ અકળાયો,"હા તો મહત્વની બધીજ જરૂરિયાતો પુરી કરું છું. નોકરી છોડી તે શું ગુમાવ્યું?" મનમાં લઈ ચૂકેલ દ્રઢ નિર્ણયનો પડઘો વૈદેહીના દ્રઢ શબ્દોમાં પ્રતિબિંબિત થયો,"મારી જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવાનો મારો અધિકાર!"


Rate this content
Log in