શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Crime Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Crime Others

અધૂરી કહાની

અધૂરી કહાની

1 min
38


મૌલિક અને મૌર્વી બંને મિત્રો હતા, કોલેજના રંગીન સમયે તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંનેની સમજણ શક્તિએ તેમની સરખામણી આદર્શ પ્રેમી જોડીમાં થતી હતી કોઈ તેમને વધાવતા તો કોઈ ઈર્ષા કરતું પણ આ યુગલે તો પોતાના સપનાં થકી એક અલગ જ દુનિયા વસાવેલી. પણ સપનાંકે ક્યાં કોઈ મરજાદા હોય છે ! આમને આમ ત્રણ વર્ષ પુરા થવા આવ્યા.

બંનેએ પ્રેમસબંધને સ્ટેટસ ચોક્કસ આપવાનુ વિચાર્યું, પરંતુ વિધાતાએ લખેલી જીવન કહાણીમા કોનું જોર ચાલે છે ! જેમ નચાવે તેમ નાચવુ પડે છે, આવુ આ બે સાથે પણ થયેલું મૌર્વીને અચાનક પેઈન ઉપડ્યુ ચેકઅપ કરાવ્યો તો છેલ્લા સ્ટેજ પર હતું,આ સાભળી મૌર્વીની પગ નીચેથી જમીન સરકી જ ગઈ. મૌર્વી જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. એક સુમસામ રાત મૌર્વીને અલવિદા કહેવડાવી ગઈ,મૌલિકની પ્રેમ સફર એક પુસ્તકની "અધૂરી કહાની" રહી ગયેલી.


Rate this content
Log in

Similar gujarati story from Romance