Sangeeta Chaudhary

Inspirational

4.5  

Sangeeta Chaudhary

Inspirational

અડગ મનની સફળતા

અડગ મનની સફળતા

4 mins
342


ગરીબ માબાપનો એકના એક દીકરો અર્જુન આજે સાવ હતાશ થઈને બાંકડા ઉપર વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. આંખમાં આંસુ તગતગી રહ્યાં હતાં. તેને હવે ચારે બાજુ અંધારું જ અંધારું દેખાઈ રહ્યું હતું. રહી રહી ને તેને તેના મા બાપનો ચહેરો સામે નજર આવતો હતો. આજે તેણે હંમેશને માટે આ દુનિયા છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેવામાં દૂરથી અર્જુન એવી બૂમ સંભળાઈ. જોયું તો તેનો બાળપણનો મિત્ર પ્રકાશ આજે વર્ષો બાદ તેની સામે હતો. અર્જુને આંસુ લૂછીને હસવાનો ડોળ કરીને તેને આવકાર્યો. પરંતુ આટલા વર્ષો બાદ પણ પ્રકાશથી તેના હતાશાના ભાવ છૂપા ના રહ્યા. અર્જુન ભલે તું હસે છે પણ તું કંઈક એ જબરી વિમાસણમાં છે. કોઈક તકલીફમાં છે. તું ખુશ નથી. તારા દુ:ખના ભાવ હું ઓળખી ગયો છું. બોલ તને શું દુ:ખ છે. હસતો ખેલતો તેજસ્વી અર્જુન આમ હતાશ કેમ દેખાય છે ? પ્રકાશ આટલું બોલ્યો ત્યાં તો અર્જુન તેને ખભે. માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પ્રકાશે પહેલાં તો તેને રડવા દીધો પછી પાણી આપ્યું. અને અર્જુન શાંત થતાં પૂછ્યું, બોલ, થયું છે ? શાંતિથી વાત કર. આપણે કંઈક રસ્તો શકીએ. મોકળા મને રડયા પછી અર્જુન હવે થોડો હળવો થયો હતો. મારે નથી જીવવું આમ કહીને વાત શરૂ કરી. પ્રકાશે કહ્યું, કોઈપણ સમસ્યાનો અંત મૃત્યુ નથી. તું બોલ તો ખરો શું થયું ! આપણે તેનો રસ્તો શોધીશું. અર્જુનને વાત શરૂ કરી.

 પ્રકાશ તું જાણે છે કે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. મારા પિતા એક કારખાનામાં ચોકીદારની નોકરી કરે છે અને મા સિલાઈ કામ કરીને માંડ પૂરું કરે છે. આ પરિસ્થિતિમાં પણ મને બાળપણથી ભણવાનો ખૂબ શોખ હતો. હંમેશા પહેલો નંબર આવતો. આપણે સાથે ભણ્યા છીએ એટલે તને બધું ખબર જ છે મારું સપનું મોટા થઈને લાલ બત્તીવાળી ગાડીમાં બેસવાનું હતું. બધાં મારી મજાક કરતાં કે મોટો થઈને કારખાનાનો માલિક બનીશ કે શું ? પણ મારી તો ઇચ્છા હતી કે કારખાનામાં રેડ પાડનાર ઇન્કમટેક્ષ અધિકારી બનીને લાલ બત્તીવાળી ગાડીમાં બેસું. મોટો થયો અને ખૂબ મહેનત કરી. ઉછીના પુસ્તકો લાવીને ભણવાનું શરૂ કર્યું.  યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી. સપનું પૂરું કરવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા. યુપીએસસીની પરીક્ષામાં પાસ પણ થયો. બંને પરીક્ષામાં પાસ થયો પણ જ્યારે ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મારી સાથેના ઉમેદવાર કે જે શ્રીમંત પરિવારના હતા તેઓ આ નોકરીમાં પસંદગી પામ્યા. હું હાર્યો નહીં. ફરી મહેનત કરી અને ફરી પરીક્ષા આપી ફરી પણ તમામ પરીક્ષાઓ પાસ કરી. અને જ્યારે છેલ્લે ઇન્ટરવ્યૂઆપવાનો સમય થયો ત્યારે ફરીથી પણ એવું જ થયું.

મારા માતા-પિતા રાત દિવસ કાળી મજૂરી એવી આશાએ કરે છે કે અર્જુન સારી નોકરી કરે અને કમાય. પ્રકાશ,આજે પણ ફરીથી એવું જ થયું છે. હવે તું જ કહે મારે મારી ગરીબી હંમેશાં આમને આમ આડી આવતી રહે તો મારા માતા-પિતાના સપનાનું શું ? હવે હું હિંમત હારી ગયો છું, મારે જીવવું નથી આમ કહી અર્જુન ફરી રડવા લાગ્યો. પ્રકાશે તેને સમજાવ્યો કે ના મિત્ર, ભલે તું વારંવાર નિષ્ફળ થયો પણ પ્રયત્નો ચાલુ રાખ તો ક્યારેક ને ક્યારેક સફળતા મળશે. તું અડગ રહીશ તો ભગવાને પણ તારા લેખ બદલવા પડશે. આટલી વખત પુરી હિંમતથી મહેનત કર અને દરેક ઇન્ટરવ્યુ વખતે ક્યાં કચાસ રહી છે તે શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કર. તારી જાત પર તારી મહેનત પર વિશ્વાસ રાખ અને જો તો આમ નહીં કરે અને આપઘાત કરીશ તો તારા માતા-પિતાનું શું થશે ? તારા મૃત્યુ બાદ એમની હાલત શું થશે ખબર છે તને ? માટે એવો વિચાર છોડીને તારા પ્રયત્નો ચાલુ રાખ. ને જાણે કે અર્જુનમાં હિંમતનો નવો જન્મ થયો. તેનો મિત્ર પ્રકાશ દેવદૂત બનીને આવ્યો હોય એવું લાગ્યું. અને નિશ્ચય કરીને ઊભો થયો. હા, મિત્ર હું આજથી ફરીથી શરૂઆત કરું છું. શું ખબર કદાચ જુડાને છેલ્લી ચાવી તાળું ખોલી દે.

બીજા દિવસથી અર્જુને ફરીથી મહેનત કરવાનું શરૂ કરી દીધું. અને થોડા મહિના પછી જાહેરાત પડી. અર્જુને પરીક્ષા આપી. હંમેશની જેમ પાસ થયો અને ઇન્ટરવ્યૂમાં પણ આ વખતે જુદા જ આત્મવિશ્વાસ સાથે ગયો અને અનોખા આત્મવિશ્વાસ સાથે એ ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયો. અને સેલ્સટેક્સ ઓફિસર તરીકેની નોકરીમાં તે પસંદગી પામ્યો. આખરે તેને સફળતા મળી અને તેનું સપનું પૂરું થયું. તેનું લાલ બત્તીવાળી ગાડીમાં બેસવાનું તેનું સપનું પૂરું થયું આ દિવસે તેને સૌપ્રથમ જે બાંકડા પર બેસીને આપઘાતનો વિચાર કર્યો હતો તે બધું યાદ આવ્યું અને એ સમયે તેનો મિત્ર પ્રકાશ ભગવાને દેવદૂત બનાવીને મોકલ્યો હોય એવું લાગ્યું મનોમન ભગવાનનો આભાર માન્યો અને માતા-પિતાના ચહેરાની ખુશી જોઈ તેને અનહદ સંતોષ થયો તેણે મનથી સ્વીકાર્યું કે ખરેખર મહેનત કરવી અને કદી હાર માનવી નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational