Rahul Makwana

Drama Romance Tragedy

4  

Rahul Makwana

Drama Romance Tragedy

અબોલા

અબોલા

9 mins
448


કહેવામાં આવે છે કે ભાષાનો ઉદભવ આજથી ઘણાં વર્ષો પહેલાં લગભગ દસમી સદીની આસપાસ થયેલો છે. આમ જોવાં જઈએ તો ભાષાનાં ઘણાં બધાં ઉપયોગો છે, પરંતુ તેનાં મુખ્ય બે ઉપયોગમાં પોતાનાં વિચારોની અભિવ્યક્તિ કરવાં, અને બીજો ઉપયોગ વાત ચીત કે સંવાદ કરવાં. જયાં સુધી ભાષાનો વિકાસ નહોતો થયો તે અગાવ માનવી એકબીજા સાથે અલગ અલગ પ્રકારનાં અવાજોનાં અનુકરણ કે પછી ઈશારાઓ દ્વારા એકબીજાને પોતાની લાગણીઓ જણાવતાં હતાં. સમય પસાર થતાની સાથે ચિત્રલીપી અસ્તિત્વ આવી, જેને કારણે માનવી પોતાની લાગણીઓ હવે દીવાલો પર કોતરવા લાગ્યો હતો, અને ત્યારબાદ આપણી ભાષાનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. આમ આપણે હાલ અલગ અલગ સંવાદ કે વાતોચીતો કરવાં માટે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એ ભાષા આ બધાં વિકાસનાં તબક્કાઓમાંથી પસાર થયેલ છે. આમ આપણી ભાષાનો વિકાસ પણ ખુબ જ રોચક છે.

 આમ ભાષાએ આપણાં જીવનનું એક અવિભાજ્ય અંગ છે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી એવું હું માનું છું, પરંતુ મિત્રો આપણાં જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોઈ છે કે જેને લીધે આપણે આપણાં અંગત પાત્ર સાથે વાતચીત કે બોલવાનું જ બંધ કરી દેતાં હોઈએ છીએ.

સુશીલા અને અભિમન્યુ આંખોમાં આંસુ સાથે એકબીજાનાં ગળે મળીને રડી રહ્યાં હતાં, તે બંનેની આંખોમાં પ્રશ્ચતાપ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જેવી રીતે કોઈ નાનું બાળક ભૂલ કર્યા બાદ માસૂમિયત સાથે પોતાની માતાને વળગીને રડવા માંડે છે, તેવી જ રીતે હાલ સુશીલા અભિમન્યુને ગળે વળગીને નાના બાળક માફક રડી રહી હતી. જ્યારે અભિમન્યુ સુશીલાનાં માથા અને પીઠનાં ભાગ પર હાથ થબથબાવતા બોલે છે.

"સારું થયું ! અંતે તેને વાસ્તવિકતા વિશે ખ્યાલ આવ્યો...બાકી મને તો એવું હતું કે તારો પ્રેમાળ અવાજ હવે મને આ જીવનમાં તો ફરી ક્યારેય સાંભળવા જ નહીં મળે..!" અભિમન્યુ સુશીલાનો આભાર વ્યકત કરતાં કરતાં બોલે છે.

"હા….જો મને પણ મારી ભૂલ ન સમજાય હોત તો હું જાણતાં અજાણતાં જ તારી સાથે ખુબ જ મોટો અન્યાય કરી બેસેલ હોત." પોતાનાં આંસુઓ લૂછતાં લૂછતાં સુશીલા બોલે છે.

"જે થયું તે...પણ કહેવાય છે ને કે "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં. જે વ્યક્તિનો અવાજ સાંભળ્યા બાદ જ મારી સવાર પડતી અને જે વ્યક્તિનો અવાજ સાંભળ્યા બાદ જ મારી રાત પડતી હતી...તે વ્યક્તિનો માત્ર અવાજ કે સંવાદ સાંભળવા માટે હું છેલ્લાં એક વર્ષથી તડપી રહ્યો હતો." પોતાનું દુઃખદ અને પીડાદાયક અતિત યાદ કરતાં કરતાં અભિમન્યુ સુશીલાને જણાવે છે.

ત્યારબાદ સુશીલા અને અભિમન્યુ ઘણાં સમય સુધી એકબીજાને વળગી રહે છે, હાલ બંનેનાં ચહેરા પર એક અલગ જ પ્રકારનો આનંદ છવાયેલ હતો. જે કદાચ અહીં શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.

ત્રણ વર્ષ પહેલાં.

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : સીટી બસસ્ટેશન.

અભિમન્યુને આજે કોલેજનાં ફાઈનલ યરની પરીક્ષાનું છેલ્લું પેપર હોવાથી અભિમન્યુ એક અલગ જ પ્રકારનાં આનંદ સાથે કોલેજ જવાં માટે પોતાનાં ઘરની એકદમ નજીક આવેલ સીટી બસ સ્ટેશને આવી પહોંચેલ હતો, કોલેજ તરફ જતી બસ આવવાની હજુ થોડી વાર હતી, આથી તે પોતાની પાસે હાલ જે કાંઈ દસ કે પંદર મિનિટનો સમય હતો, તેનો સદુપયોગ કરવાનાં હેતુથી બેગમાંથી બુક બહાર કાઢીને રિવિઝન કરવામાં વ્યસ્ત બની જાય છે.

"હા...તું જ છે આ વર્ષે પણ યુનિવર્સિટી ટોપર !" એવામાં એકાએક અભિમન્યુનાં કાને કોઈ મધુર અવાજ સંભળાય છે.

આથી અભિમન્યુ પોતાની નજર આ અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે તરફ નજર કરે છે. તો તેને માલુમ પડે છે કે તેની સામે પોતાની એક કલાસમેટ "સુશીલા" ઊભી હતી. આજે સુશીલા દરરોજ કરતાં બધું આકર્ષક અને મોહક લાગી રહી હતી. તેનાં ભરાવદાર ગાલ અને ફૂલની પાંખડી જેવાં નાજુક અને કોમળ હોઠ હાલ જાણે અભિમન્યુને ઘાયલ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. તેની આંખો આજે દરરોજ કરતાં બધું માદક લાગી રહી હતી.

"એવું કંઈ નથી...બટ આ તો થોડો સમય હતો તો મને થયું લાવ બુકમાં એક નજર ફેરવું." અભિમન્યુ સ્વસ્થ થતાં થતાં અને સુશીલની મોહકતામાંથી બહાર આવતાં આવાતાં બોલે છે.

"હા ! તું જે આ વર્ષનો યુનિવર્સિટી ટોપર...બાકી અમારી જેવાંને તો શું હોય...માર્કશીટમાં "પાસ" એવું લખાયને આવે તો પણ અમારા માટે ઘણું ઘણું કહેવાય." સુશીલા વાતનો દોર પોતાનાં હાથમાં લેતાં બોલે છે.

"એવું કંઈ નહીં….બસ હું મહેનત કરું છું...અને પછી મને જે કાંઈ ફળ મળે એ હું સસ્મિત સ્વીકારી લઉં છું." અભિમન્યુ સુશીલાને સમજાવતાં બોલે છે.

"બસ ! તારી આવી જ અદા કે નાની નાની બાબતો મને તારી પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત કરે છે." પોતાનાં મનમાં ચાલી રહેલ ગડમથલ અભિમન્યુને જણાવતાં સુશીલા બોલે છે.

"હું કંઈ સમજયો નહીં…?" - બુક બંધ કરતાં કરતાં અભિમન્યુ હેરાની અને અચરજ ભરેલાં અવાજે સુશીલા સામે જોઈને પૂછે છે.

"જી ! તું છે ને કાયમિક "કિતાબી કીડો" જ રહીશ, આ પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત આ દુનિયામાં લાગણી, પ્રેમ, સંવેદના વગેરે જેવું પણ કંઈક હોય છે, જે કદાચ તારી આ બુકમાં નહીં હોય...મને ખ્યાલ નથી કે હાલ આ સમય આ બાબત તને જણાવવા માટે યોગ્ય છે કે નહીં, પણ જો આ બાબત તને આજે નહીં જણાવીશ તો એકાદ મહિનામાં તો આપણું ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ જશે અને આપણે કોલેજમાંથી રીલિવ પણ થઈ જશું…અને મારી મનની કાયમિક માટે મનમાં જ રહી જશે…"આઈ લવ યુ" સુશીલા વર્ષોથી પોતાનાં દિલમાં રહેલ વાત અંતે અભિમન્યુને જણાવતાં બોલે છે.

આમ એકાએક સુશીલા પોતાનાં દિલની વાત આવી રીતે રજૂ કરશે એ વિશે અભિમન્યુએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય, એવું નહોતું કે અભિમન્યુ સુશીલાને પસંદ નહોતો કરતો. અભિમન્યુ સુશીલાને પસંદ કરતો જ હતો, પરંતુ કોઈ કારણોસર તેણે પોતાનો આ સંબંધ "મિત્રતા" પૂરતો જ સીમિત રાખેલ હતો. આજે જાણે અભિમન્યુને દોડવું હોય અને ઢાળ મળી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. આથી અભિમન્યુ સુશીલાનાં આ પ્રેમ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારતા બોલે છે.

"આઈ લવ યુ ટુ…!" 

અભિમન્યુ દ્વારા બોલાયેલાં આ શબ્દો સાંભળતાની સાથે જ જાણે સુશીલાએ પોતાનાં જીવનમાં કે ભવિષ્ય વિશે જોયેલાં હજારો સપનાઓને જાણે ઊંચા ગગનમાં ઉડવા પાંખો મળી ગઈ હોય તેવું હાલ સુશીલા અનુભવી રહી હતી. તેનાં શરીરમાં એક અલગ જ પ્રકારની નવચેતના કે ઉર્જાનો સંચાર થઈ ગયો હોય તેવું હાલ સુશીલા અનુભવી રહી હતી.

ધીમે ધીમે દિવસો, અઠવાડિયા, અને મહિનાઓ વિતાવા લાગ્યાં, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ સુશીલા અને અભિમન્યુનો પ્રેમ વધુને વધુ ગાઢ બની રહ્યો હતો, ત્યારબાદ તે બંનેની મહેનત અંતે રંગ લાવી અને તેનાં પરિવારજનો પણ સુશીલા અને અભિમન્યુનાં રાજીખુશીથી લગ્ન કરાવવા માટે તૈયાર થઈ જાય છે. એ જ વર્ષે સુશીલા અને અભિમન્યુનાં લગ્ન પણ થઈ જાય છે.

હાલ અભિમન્યુ માટે સુશીલા અને સુશીલા માટે અભિમન્યુ એક અવિભાજ્ય અંગ સમાન બની ગયાં હતાં, એવામાં અભિમન્યુએ "એ એન્ડ એસ" નામથી એક ટ્રેડિંગ કંપનીની શરૂઆત પણ કરી દીધેલ હતી. સુશીલા જાણે અભિમન્યુ માટે "લકી ચાર્મ" બનીને પોતાનાં જીવનમાં આવી હોય તેમ આ કંપનીએ ખૂબ જ થોડાં જ સમયમાં સફળતાનાં શિખરો સર કરી લીધેલ હતાં, જેની બધી ક્રેડિટ અભિમન્યુ માત્રને માત્ર સુશીલાને જ આપી રહ્યો હતો.

આમ હાલ અભિમન્યુ અને સુશીલા ખૂબ જે પ્રેમભાવ અને શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યાં હતાં, અને તેઓને પ્રેમ પણ હવે અતૂટ બની ગયો હતો, પરંતુ હાલ અભિમન્યુ અને સુશીલા એ બાબતથી તદ્દન અજાણ જ હતાં કે એક મોટી આફત તેનાં જીવનમાં દુઃખ લઈને દસ્તક દેવાં માટે તલપાપડ થઈ રહી હતી, જે બંનેનાં સંબંધને ઉથલપાથલ કરી દેશે...જેનાં વિશે હાલ અભિમન્યુ અને સુશીલા એકદમ અજાણ જ હતાં.

એક વર્ષ પહેલાં.

સ્થળ : એ એન્ડ એસ ટ્રેડિંગ કંપની.

સમય : સાંજનાં 11 કલાક.

સુશીલા આજે બજારમાં શોપિંગ કરવા માટે ગયેલ હતી, અને તેનું શોપિંગ આજે વહેલું પૂરું થઈ જવાથી તે મનોમન અભિમન્યુની ઓફિસે જઈને તેને સરપ્રાઈઝ આપવાનું નક્કી કરે છે, આથી સુશીલા પોતાની એક્ટિવા અભિમન્યુની ઓફિસ તરફ જતાં રસ્તે આગળ ધપાવે છે.

હાલ સુશીલા વિચારી રહી હતી કે મને આમ એકાએક પોતાની સામે જોઈને અભિમન્યુ ખુશખુશાલ થઈ જશે..આકસ્મિક ખુશીઓને લીધે તે મને હગ કરીને ગળે વળગી જશે…મને જોઈને તેનાં ચહેરા પર અનહદ આનંદ છવાય જશે…!" આવા વિચારોમાંને વિચારોમાં સુશીલા એ એન્ડ એસ કંપની ખાતે આવી પહોંચે છે. સુશીલા હાલ ભલે અભિમન્યુને સરપ્રાઈઝ આપવાં માટે જઈ રહી હોય...પણ હકીકતમાં તો આજે તેને જ એક ઝટકા સાથે અભિમન્યુથી સરપ્રાઈઝ મળશે...જેનાં વિષે તેણે સપનામાં પણ કલ્પના કરી નહીં હોય.

સુશીલા એક્ટીવા પાર્ક કરીને અભિમન્યુની કંપનીમાં પ્રવેશી, ખુશ થતાં થતાં અભિમન્યુની ચેમ્બર તરફ ઉત્સાહ સાથે આગળ વધે છે. અભિમન્યુની ચેમ્બર પાસે પહોંચીને સુશીલા જે દ્રશ્ય જોવે છે, એ દ્રશ્ય જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. તે જોવે છે કે અભિમન્યુ તેની સેક્રેટરી સોનલનાં હગ કરીને માથા અને પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો, આથી સુશીલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, એક જ પળમાં જાણે અભિમન્યુએ પોતાનાં સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધેલ હોય તેવું સુશીલા અનુભવી રહી હતી. હાલ સુશીલાને મનોમન એક જ પ્રશ્ન છતાવી રહ્યો હતો કે,"આવું કરતાં પહેલાં અભિમન્યુએ એકવાર તો મારા વિશે વિચારવું હતું." આથી સુશીલા ગુસ્સામાં ચેમ્બરનો દરવાજો બંધ કરીને પરત ફરવાં માટે આગળ વધે છે.

આથી અભિમન્યુ દોડતાં દોડતાં સુશીલા તરફ દોટ મૂકે છે, પણ હાલ સુશીલા જાણે અભિમન્યુ સાથે વાત કરવાની તો દૂર પણ અભિમન્યુનો ચહેરો પણ જોવાં નહોતી ઈચ્છતી. આમ સુશીલા રડતાં રડતાં એ.એસ.ટ્રેડિંગ કંપનીની બહાર નીકળીને પોતાનાં ઘર તરફ રવાનાં થાય છે. ત્યારથી સુશીલા અભિમન્યુ સાથે જાણે અબોલા લઈ લીધેલાં હોય તેમ બોલવાનું કે વાતચીત કરવાનું એકદમ કે સચોટ બંધ જ કરી દે છે.

હાલનાં સમયે…

સ્થળ : અભિમન્યુનું ઘર.

સમય : સવારનાં 9 કલાક.

અભિમન્યુ ડાઈનિંગ ટેબલ પાસે રહેલ ચેર પર બેસીને નાસ્તો કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે સુશીલાનાં ફોનમાં તેની જ કલાસમેટ આ અને બેસ્ટ ફ્રેન્ડ મનિષાનો કોલ આવે છે અને સુશીલાને જણાવે છે કે…

"યાર ! સુશીલા તું ખરેખર નસીબદાર છે કે તને પતિના સ્વરૂપે અભિમન્યુ મળ્યો, કે જેણે મારા એક કોલ માત્રથી મારી નાની સિસ્ટરને પોતાની સેક્રેટરી બનાવી દીધી, એટલુ જ નહીં, પણ મારા પિતા જે કેન્સરથી પીડાય રહ્યાં હતાં, તેની પણ તેણે કોઈપણ પ્રકારના અંગત સ્વાર્થ વગર નિ:સ્વાર્થ સેવા કરી, અને જ્યારે મારા પિતા સ્વર્ગ સિધાવ્યા ત્યારે અભિમન્યુએ મારી બહેનને એક મોટા ભાઈની જેમ સાયકોલોજીક સપોર્ટ આપી જીવાડી, બાકી તો હાલ તે આ દુનિયામાં એકલી પડી ગઈ હોત...અને એ સમયે હું વિદેશમાં હોવાથી ત્યાં હાજર રહી શકી ન હતી, તેનું કારણ એ હતું કે હું અહી વિદેશ આવી તેના માત્ર છ મહિના જ થયા હતાં, એટલે હું ઈચ્છું તો પણ ઈન્ડિયા આવી શકું તેમ ના હતી, એ તો અભિમન્યુ હતો કે જેણે મારા પરિવારને પોતાનો પરિવાર સમજીને હરહંમેશ મદદ કરી હતી." મનિષા સુશીલાને વાસ્તવિકતાનું ભાન કરાવતાં બોલે છે.

આ સાંભળતાની સાથે જ સુશીલાને પોતનાં નિર્ણય પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો, હવે સુશીલાને એ બાબત ખૂબ જ સારી રીતે સમજાય રહી હતી કે ક્યારેક આપણી આંખો જે જોવે છે એ સાચું નથી પણ હોતું, અથવા આપણી આંખો કે આપણું મન એ પાછળની વાસ્તવિકતા ક્યારેય સમજી શકતું નથી હોતું. અભિમન્યુ કે જેની સાથે આ ઘટના બાદ મેં એક વર્ષ તેની સાથે વાત કરવાનું તો ઠીક પણ બોલાવવાનું પણ બંધ કરી દીધેલ હતું...હાલ સુશીલા પોતાની જાતને કોશી રહી હતી. બરાબર એ જ સમયે અભિમન્યુ ખભે બેગ લટકાવીને ઓફિસે જવાં માટે ઘરનાં દરવાજા તરફ આગળ વધે છે...

બરાબર એ જ સમયે…

"અભિમન્યુ…સાંભળ...મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મને પ્લીઝ માફ કરી દે…!' આવો અવાજ અભિમન્યુનાં કાને પડે છે, આ અવાજ સાંભળતાની સાથે જ અભિમન્યુના આશ્ચર્યનો કોઈ જ પાર રહ્યો નહિ...જે અવાજ માત્ર સાંભળવા છેલ્લા એક વર્ષથી અભિમન્યુ તડપી રહ્યો હતો તે અવાજ આજે બરાબર એક વર્ષ બાદ તેનાં કાને સાંભળ્યો, આ અવાજ સાંભળતાની સાથે જ અભિમન્યુની ખુશીઓનો કોઈ જ પાર રહેતો નથી, અને નાનાં બાળકની રડતાં રડતાં એકપણ શબ્દ બોલ્યાં વગર સુશીલાને ગળે વગળીને હગ કરી લે છે.

આપણાં જીવનમાં પણ ક્યારેક એવી ઘટનાં બનતી હોય છે કે પછી આપણે આપણી આંખો દ્વારા એવાં દ્રશ્યો જોતાં હોઈએ છીએ કે જેનાં કારણે આપણે સુશીલની માફક કંઈ અલગ જ અંદાજો લાગવી લેતાં હોઈએ છીએ, પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણી આંખો જે દ્રશ્ય જોવે તેનાં કરતાં હકીકત અભિમન્યુની માફક કંઈક અલગ જ હોય છે, માટે આપણે જ્યારે આપણાં જીવનનો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં હોઈએ ત્યારે આ બાબતની એકવાર ચોક્કસ ખાતરી કર્યા બાદ જ નિર્ણય લેવો જોઈએ..નહીં તો સુશીલાની માફક પાશ્ચાતાપ કે અફસોસ સિવાય જીવનમાં કાંઈ બચતું નથી હોતું…અને પોતાની આ એક ભૂલને લીધે સુશીલાએ અભિમન્યુ સાથે પૂરેપૂરું એક વર્ષ વાતચીત તો ઠીક પણ બોલ્યા ચાલ્યાં વગર જ પસાર કરી દીધેલ હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama