Mariyam Dhupli

Others

0.0  

Mariyam Dhupli

Others

આત્મસમ્માન

આત્મસમ્માન

1 min
14.2K


દામજી શેઠ પોતાના દરેક નવા કાર્યકરની અચૂક પરીક્ષા લે. નવા રાખેલ ડ્રાઇવરની પ્રામાણિકતા ચકાસવા ૨૦૦૦ રૂપિયા ગાડીની પાછળની સીટ પર છોડી એ જતા રહ્યા. મોડી સાંજે ડ્રાઇવર એમને ઓફિસેથી ઘરે છોડવા આવી પહોંચ્યો. પૈસા એની જગ્યાએ નહોતા. આખે રસ્તે કોઈ કઈ જ ના બોલ્યું. ઘર પહોંચતાં જ એમણે નિર્ણય લઈ લીધો. "કાલથી ના આવતા."

"પણ સાહેબ કારણ?"

"કારણ એટલું જ કે આપને આત્મસમ્માન જ નથી!"

રાત્રે જમતા સમયે પત્નીને યાદ આવતા એમણે ૨૦૦૦ રૂપિયા પરત કર્યા.

"આજે મારી ગાડીમાં પંક્ચર થયું. તમારી ગાડી મગાવી હતી. ડ્રાઇવરે કહ્યું કે આપ પૈસા ગાડીમાં જ ભૂલી ગયા." પસ્તાવાથી શેઠે ડ્રાઇવરને ઘણાં કોલ કર્યા. પણ એણે એક પણ ના ઊઠાવ્યો. આખરે એનું પણ આત્મસમ્માન ખરું ને!


Rate this content
Log in