𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Fantasy Inspirational

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Fantasy Inspirational

આસ્થાની પરીક્ષા

આસ્થાની પરીક્ષા

3 mins
122


રાજ અને આસ્થાની પ્રેમ કહાની અદ્ભુત હતી. આસ્થા દેખાવે રૂપ રૂપનો અંબર હતી. ભણવાની સાથે કામકાજ પણ કરતી. આસ્થા મિત્રોથી વિખૂટી રહતી એકલવાયી રહેવું લાગતું. રાજ આસ્થાથી ઘણો અલગ હતો. રાજ મિત્રોના ટોળામાં ઘેરાયેલો રહેતો હમેશાં મોજ મસ્તી અને પપ્પાના પૈસા એ મોજ કરતો. 

આસ્થા અને રાજ બંને એક જ કોલેજમાં ભણતા હતા. આસ્થા દેખાવે તો ખૂબ સુંદર હતી પણ નાનપણમાં અકસ્માતમાં માતા - પિતાનું અવસાન નજરે જોયું હતું તે આઘાત તેના માનસિક ચિત્ત પર ઘણી ગંભીર અસર થતાં તેની વાણી જતી રહી હતી. 

આ વસમી ઘડી પછી તે ક્યારે પણ બોલી શકી ન હતી. તેના મનનો ભાર હળવો કરવા તેની સાથે કોઈ સાથી ન હતી. તે તેના કાકા કાકી સાથે રહતે. કાકી ના મેણાં સાંભળતી પણ માતા પિતા વગરની નોંધારી દીકરી શું કરે ચુપચાપ બધું મૂંગા મોઢે સહન કરી લેતી.

વર્ષો વીત્યાં, લગ્નને યોગ્ય થઈ એટલે એને પૂછ્યા વિના રાજ સાથે લગ્ન નક્કી કરી દીધા. આસ્થા બોલી શકતી ન હતી તે વાત બધાથી છુપાવી બધાને અંધારામાં રાખી લગ્ન કરાવી દીધા. લગ્નના બંધનમાં બંધાઈ આસ્થા સોનેરી સ્વપ્ના સજાવેલા તેને એમ હતું કે હવે તેને થોડી શાંતિ પ્રેમ અને પોતાના પરિવાર સાથે હળી મળી ને સ્નેહ પૂર્વક સંબંધોની નિભાવશે. 

જીવનમાં અંધકાર હોય ત્યાં તો દીવાનો પ્રકાશ ક્યાં ફેલાય ત્યાં હકીકતની જાણ પરિવારવાળાને થતાં તેને ધિક્કારવા લાગ્યાં. તે ગમે તે કરે પણ તેના કામ કાજમાં ખોટ વર્તાતી હતી, દરેક દિવસ આંસુ સારતી આસ્થા ભાગ્યને કોચતી રહેતી. બિચારી કોને દોષ આપતી તેના ભાગ્યના દ્વાર પર અંધારું છવાઈ ગયું હતું.

આસ્થાને ઘરમાં તો રહેવાની જગ્યા મળી પણ તેને કોઈના દિલમાં સમાઈ ન શકી. કોલેજનું છેલ્લું વર્ષ હતું. તે રાજથી પહેલા નંબરે પાસ થતી હતી. આસ્થાની મુલાકાત સમર સાથે થઈ. સમર એ લખનવથી ભવનકોલેજમાં શિબિર માટે આવ્યો હતો. સમર એ ડોકટર હતો. તેને નવું શીખવાનો ઘણો શોખ હતો. તેનો સ્વભાવ પ્રેમાળ અને લાગણીશીલ હતો.

અચાનક સમરની નજર બાંકડા પર બેઠેલી ગુમસુમ આસ્થા ઉપર પડી. આસ્થાની પાસે જઈ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો રહ્યો આમ બે ત્રણ દિવસ સુધી બન્યું પછી તેને જાણ થઈ કે આસ્થા બોલી શકતી નથી. ત્યારે તે પોતે તેની સાથે બેસતો તેને સમજવાનો પ્રયત્ન કરતો. આસ્થાને પણ તેનો સાથ ગમવા લાગ્યો તે બંને મિત્રોના પવિત્ર બંધનમાં બંધાયા. આસ્થાને હોસ્પિટલમાં જઈ તેની સારવાર કરી અને જોત જોતામાં તે બોલવા લાગી. 

જયારે કોલેજનો છેલ્લો દિવસ હતો અને આસ્થાને કોલેજનો પ્રથમ વિદ્યાર્થિનીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ત્યારે તેને પ્રથમ વખત જે પોતાના દિલની વેદના શબ્દો દ્વારા વ્યક્ત કરી ત્યારે કોલેજની દિવાલો જ નહિ ત્યા ઊભેલાં અડીખમ વૃક્ષો પણ રડી પડ્યા. તેના દુઃખમાં આકાશ પણ ગરજી ઉઠ્યું. 

રાજ અને તેના પરિવારને અફસોસ થવા લાગ્યો. આસ્થા સાથે માનવતા ભૂલી તેના સાથે કરેલ વ્યવહાર પર શરમ આવવા લાગી, બધાની સમક્ષ ભૂલનો સ્વીકાર કરી. આસ્થાને વહુ નહિ દીકરીની જેમ રાખવા લાગ્યા. રાજ તેનો પતિ અને બેસ્ટ મિત્રોની જેમ સાથે હળી મળી રહેતાં,હરતા, ફરતા. આસ્થાના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો હતો. સમર ક્યારેક ક્યારેક આસ્થા સાથે વાતચીત કરતો ક્યારેક ઘરે બધાને મળવા આવતો.

સમરે એક સાચા મિત્રોની ફરજ નિભાવી, આસ્થાને અંધારામાંથી સુખના સૂરજમાં ખેંચી લાગ્યો. જો આવો મિત્રો બધા પાસે હોય તો કોઈના જીવનમાં અંધકાર ના છવાયેલું રહે. આવો મિત્રો ઘણાં સારા નસીબે મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy