STORYMIRROR

Kalpesh Patel

Drama Inspirational Children

4  

Kalpesh Patel

Drama Inspirational Children

આસપાસ

આસપાસ

2 mins
7

આસપાસ

ખોવાયેલી ચાવી – જયની વાર્તા

જય યુવાન હતો, મલ્ટી નેશનલ કંપની ની નોકરીમાં ઝડપથી આગળ વધી રહ્યો હતો. મોટા શહેરમાં મોટી કંપનીમાં કામ કરવાનું ગૌરવ, દિવસ-રાતની દોડધામ, પાર્ટી ક્લચર અને મિત્રોમાં ચમકદાર છબી,બધું તેને મળ્યું હતું.
પણ ધીમે ધીમે એક  અજાણ્યો થાક તેની અંદર ઘૂસી ગયો.સવારે ઉઠતાં શરીર ભાર અનુભવે, ઓફિસમાં ધ્યાન ન રહે, રાત્રે ઊંઘ જ ના આવે.તેની આસપાસ એક આળસ નું છત્ર મંડાળાયેલું રહેતું.

ડોક્ટર હંમેશ તેણે ટોકતા,
“જય, તંદુરસ્તી એ મહામુલો ખજાનો છે.
એ ખજાનાની ચાવી બે છે—કસરત અને ઊંઘ. તું એ ચાવી ક્યાંક ખોવી બેઠો છે.”

જય હસ્યો,
“ડોક્ટર સાહેબ, મારી પાસે ચાવી શોધવાનો સમય જ નથી.”

પણ થોડા અઠવાડિયા પછી જયને સમજાયું કે આ મજાક નથી. તે મિટીંગમાં જાગતો રહેવા માટે કોફી પર કોફી પીવે, ઘર પર જઈને થાકથી બિછાનામાં પટકાઈ જાય છતાં આંખો ખુલ્લી જ રહે.

એક રાત્રે તે સપનામાં એક જુની લોખંડની તિજોરી જોઈને ચોંકી ઉઠ્યો. અંદરથી અવાજ આવતો હતો:
“જય, તું ખજાનો શોધી રહ્યો છે, પણ ચાવી ખોઈ બેઠો છે. બધા કામ પડતા મૂક અનેશોધ, નહીંતર ખજાનો જ કદી નહી ખૂલશે.”

અગલી સવારથી તેણે નક્કી કર્યું:
રોજ સવારે અડધો કલાક ચાલવું, મોબાઈલની રાત્રીની સ્ક્રોલિંગ બંધ કરવી, અને ઊંઘ માટે નિયમિત સમય રાખવો.

સુરુઆતમાં મુશ્કેલ હતું, પણ થોડા જ અઠવાડિયામાં તેની આસપાસ બદલાવ દેખાયો. ચહેરા પર ફરી તેજ આવ્યું, મગજ સ્વચ્છ લાગ્યું, અને દિલમાં એક શાંતિ.

જય સમજ્યો—
ખજાનો કદી ગુમાયો નહોતો, ચાવી જ ખોવાઈ ગઈ હતી.

કસરત અને ઊંઘ એ ચાવી ફરી હાથમાં લેતાં જ ખોવાયેલી ચાવી નો ઝૂડો મળી ગયો. તંદુરસ્તીના ખજાનાનો દરવાજો ખુલી ગયો.

---



Rate this content
Log in

Similar gujarati story from Drama