આપણો સાથ છે ન્યારો.
આપણો સાથ છે ન્યારો.
🌳 આપણો સાથ છે ન્યારો.
લૂણી નદી ને કિનારે આવેલ કડાદરા ગામના પાદરે એક ઘેઘુર વડલો ઊભો હતો. નમ્ર, પણ અડગ!
વિશાળ પણ ધરતીના હ્રદયથી જોડાયેલો.
વારસો થી વડવાઈ ઓ કડાદરા ની ભૂમિની સુખ દુઃખ ની સ્મૃતિઓને જકડી રાખી હતી।
એક દિવસ અચાનક આકાશ ગર્જાવા લાગ્યું!
તે કોઈ ચોમાસાની વિજળી નહોતી, પણ અવાજ એવો કે ધરતી રડી રહી હોય। પક્ષીઓ ગાંડા બની ઉડવા લાગ્યા,
પવન તોફાની થયો, લૂણી નદી ઉફાન પર આવી. નદી દરિયો બની ગામ પર ચઢી આવ્યો!
ઘર, શાળાઓ, મંદિરો — બધું વહેવા લાગ્યું!
પણ ગામનો વડલો અડગ ઊભો રહ્યો।
તેની જડોએ ધરતીને પકડી રાખી, અને તેની ડાળીઓ પર લોકો ચડી ગયા —
એક માતા પોતાના બાળકને હાથમાં લઈ, વાડને વળગી રહી પિતા પાણીમાં અડધા ડૂબેલા,અને વૃક્ષ તેમનો એકમાત્ર આશરો બન્યું!
પૃષ્ઠભૂમિમાં ગામના ઘરો પાણીમાં અડધા ડૂબેલા,
પણ વૃક્ષની છાંયામાં જીવતંત્ર ધબકતું —
ભય વચ્ચે પણ વિશ્વાસ, તોફાન વચ્ચે પણ શાંતિ!
પછી, જ્યારે વરસાદ શમ્યો,ગામ વહી ગયું હતું, પણ વડલો ઊભો હતો —
ઘાયલ, પણ જીવંત!
વર્ષો પછી, જ્યારે બાળકો એ વૃક્ષની પાસે રમતા હતા,તેઓએ તેની જડ નીચે રામત રમતા, ખોદકામ કર્યું.અને ત્યાંથી મળ્યા તાંબાના પાત્રો, જૂના દાગીના, અને સ્મૃતિઓથી ભરેલા પત્રો!
ગામના વડીલોએ કહ્યું:
આ ખજાનો સહિયારો છે. આ તો વડલા દાદા નાં આશીર્વાદ છે.
આ દાદાનો સાથ અનેરો છે, જે પ્રલયમાં પણ ન્યારો રહ્યો હતો.
એ ધનથી ગામ ફરી વસાયું —
શાળા, દવાખાનાં, અને ફરીથી પૂજા, અને પાર્ટી ચાલુ થઈ.એ વડના નીચે, જે હવે માત્ર વૃક્ષ નહોતું,પણ ગામની આત્મા બની ગયું હતું.
હવે જ્યારે કોઈ એ વૃડની છાંયામાં બેસે,
હવા માં ફરકતા તેના પાંદડા કહેતા હોય છે .
;પ્રલય વીતી ગયો...ચાલો કામે વાળગો,જીવન ફરી પાછું આવ્યું છે;
અને વડલા દાદા ,
ગામના એક વડીલ ની રૂએ મૂક હાસ્ય સાથે કહે,
આપણો સાથ છે ન્યારો..;
