N.k. Trivedi

Abstract Inspirational

4  

N.k. Trivedi

Abstract Inspirational

આંસુની કિંમત

આંસુની કિંમત

2 mins
278


રેખાબેન આલીશાન ફ્લેટની બાલ્કનીમાં વ્હીલચેરમાં બેઠા હતા. આંખમાંથી દડ દડ આંસુઓ વહી રહ્યા હતા. પાણી પીવું હતું પણ સ્મિતા જવાબ નહોતી આપતી કે નહોતી પાણી આપવા આવતી. ત્રણ--ચાર અવાજ કર્યા.

"સ્મિતા મારે પાણી પીવું છે."

"એ.. સાંભળ્યું મેં, આપું છું. મારે કાઈ એક કામ નથી હોતું. તમારે તો ઠીક બેઠા, બેઠા હુકમ કરવા છે. કોઈ કામમાં મદદ તો કરવી નથી."

"હું ક્યાં ના પાડું છું મદદ કરવાની પણ હવે મારા હાથ અને પગ બંને અટકી ગયા છે. હું પરાધીન થઈ ગઈ છું. એટલે તું આ વાત કરે છો. તને મારી પીડા કે આંસુ દેખાતા નથી. તને પણ એક દિવસ મારા આંસુની કિંમત સમજાશે."

"હા", "બા" જેવી રીતે આજે તમને દાદીમાનાં આંસુની કિંમત સમજાતી હશે."

"જ્યારે ને ત્યારે તું દાદીમાને...મારી સાસુને વચ્ચે શું કામ લાવે છે ?"

"બા, એટલે કે આપની યુવાની અને દાદીમાની વૃદ્ધાવસ્થાની વાતની મને ખબર છે."

"તારી સાથે તો વાત જ કરવી નકામી છે."

"કેમ, આજે ઉદાસ છો, વળી પાછું સ્મિતા સાથે ચડભડ થઈ ગઈ."

"આજે સ્મિતા એ મને કહ્યું કે દાદી સાથેના મારા વ્યવહારની બધી ખબર છે."

"તો સ્મિતાએ આમાં ખોટું શું કહ્યું. એ વાત તો જગ જાહેર છે કે તે મારી બા, એટલે કે તારી સાસુ સાથે શું વ્યવહાર કર્યો હતો. હું તો કહું છું સ્મિતા, તારા કરતા ખૂબ સારી છે આપણને ઘરમાં તો રહેવા દે છે. આ સ્થિતિમાં પણ તારી શક્ય એટલી સેવા કરે છે. તારી જિદને લીધે મારી ઘણી સમજાવટ અને મારી ઈચ્છા ના હોવા છતાં રોતી કકળતી મા ને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. તેની છેલ્લી ઈચ્છા ઘરે દેહ ત્યાગવાની હતી એ પણ હું પુરી નહોતો કરી શક્યો. આ બધું તું ભૂલી ગઈ છો. હવે બધું યાદ આવે તો પણ શું કામનું. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, તું ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કર...અને એ તો સાચું છે જેવું કર્મ એવું ફળ."

"આજે મારી આ સ્થિતિ છે એટલે તમે બધા બદલો લો છો."

"ના,અમે બદલો નથી લેતા. જો સ્મિતામાં બદલાની ભાવના હોતને તો આજે આપણે વૃદ્ધાશ્રમમાં હોત, પણ નથી, આપણા બે માંથી એકના સારા કર્મનું ફળ છે".

"તમારી વાત સો ટકા સાચી છે. પણ હવે તો માફી માંગવાનો સમય પણ જતો રહ્યો છે. તમારી માફી માંગુ, પણ તમે પણ એટલાજ જવાબદાર છો જેટલી હું છું. મને ત્યારે કેમ ના રોકી ?"

"ના, હું જરા પણ જવાબદાર નથી, મેં દામ્પત્ય જીવન બચાવાની હદમાં રહી પ્રયત્ન કર્યા હતા. પણ તું કોઈ કરતા કોઈનું સાંભળવા કે વિચારવા તૈયાર નહોતી. હું દીકરા તરીકે બે-જવાબદાર ચોક્કસ છું."

આજે મને "બા" ના શબ્દો યાદ આવે છે. "બા" કહેતા, "રેખા તને આજે મારા આંસુ, ખાલી આંખમાંથી વહેતુ પાણી લાગે છે પણ તને આ આંસુની કિંમત સમજાશે ત્યારે બહુ, બહુ મોડું થઈ ગયું હશે"....રેખાબેન, "બા" ના ફોટા પાસે ગયા. "બા" "મને આજે તમારા આંસુની કિંમત સમજાણી મને માફ કરી દયો....અને ચોધાર આંસુએ રડી પડ્યા...."


Rate this content
Log in

Similar gujarati story from Abstract