Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

આળસુ છોકરો

આળસુ છોકરો

1 min
179


વિનય દસમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને હંમેશા આદત હતી પરીક્ષાને છેલ્લે સમયે વાંચન કરવું. તે આળસુ બનીને પડ્યો રહેતો.

તેની માતા તેને ઘણીવાર રોકટોક કરે. પણ વિનયને જરા પણ અસર ન થાય. તે એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખી. તેની યાદશક્તિ જોરદાર હતી. જે કાંઈ તે એકવાર વાંચે તે તેને તરત જ યાદ રહી જાય.

શાળામાં પણ તેને બધા શિક્ષકો સારી રીતે ઓળખતા. એકવાર એકમ વાંચી લીધો એટલે તે તેને તરત જ યાદ રહી જાય. આ ખાસ શકિત તેની બધા જાણતા હતા. પણ તેની આળસથી સૌ પરેશાન હતા. બધા તેને વારંવાર કહેતા તારી આળસ ખંખેરી તું થોડી મહેનત કરી તો અવ્વલ આવીશ.

પણ વિનય સાંભળે તો ને ! એતો જાણે કશાનું મહત્વ જ જાણતો ન હતો. દશમાં ધોરણની પરીક્ષા આવી ગઈ. અને બિમારીએ તેનું સ્વરૂપ બતાવ્યું. હવે વાંચવામાં ધ્યાન ન લાગે. પરીક્ષામાં લખવું શું ? આખું વર્ષ ધ્યાન જ ન આપ્યું. ચિંતા થવા લાગી. જેમતેમ કરી પરીક્ષા પૂર્ણ કરી.

પરીણામ આવ્યું. માંડ પાસ થવાય એટલા માર્ક્સ મળ્યા. નિરાશ થઈ ગયો. શાળાના એક શિક્ષકે સમજાવ્યું. ઉદાસ થવાની જરૂર નથી. આ તો માત્ર તે કરેલી આળસનુ પરિણામ છે. જો તે પહેલાંથી જ તૈયારી ચાલું કરી દિધી હોત તો તારી આ દશા ન થાત. હજું સમય છે. તારામાં રહેલી આળસને ખંખેરી નાખ. પરિશ્રમ રૂપી ચાવીથી તારા નસીબનું તાળું તું ખોલ.

"આળસથી કટાઈ જવા કરતા, મહેનતથી ઉજળાં થઈએ"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational