STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૧૪

આ તે શી માથાફોડ ! - ૧૪

1 min
14.7K


વરસાદનો આનંદ

વરસાદ વરસે છે, નેવે પાણી માતાં નથી, ફળિયામાં પાણીનું તળાવ ભરાયું છે. ઘડીક ઝડપથી વરસે છે, ઘડીક મોળો પડે છે. ઘડીક તો વળી એવો ઝાપટે છે કે વાત કરો મા !

ભીખુ: "બાપા! હું અને નભુ નાવા પડીએ ?"

બાપા: "હા. જાઓ અને જરાક કૂદી આવો."

બન્ને છલાંગ મારીને કૂદ્યા. ત્યાં તો આજુબાજુનાં છોકરાં આવ્યાં અને બોલ્યાં :-

"આવરે વરસાદ, ઘેવરિયો પરસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક.

આવરે વરસાદ, નેવલે પાણી,

નઠારી છોકરીને દેડકે તાણી."

બધાં નેવા નીચે નહાયાં, ખાડે ખાડે કૂદી આવ્યાં, સામે પવને ચાલ્યાં, વરસાદ સામે દોડ્યાં, ખૂબ ને ખૂબ નહાયાં, ધરાયાં ત્યાં સુધી નહાયાં.

બાપા કહે: "અલ્યાં આવો હવે ટાઢ ચડી હશે. ઘરમાં જઈને સગડી પાસે બેસી જાઓ."

બધાં આવીને સગડી પાસે બેસી ગયાં, ને એવી તો ટાઢ ઉડાડી કે પાછાં ગરમાગરમ - સગડી જેવાં નરમ થઈ ગયાં.

વિજુ કહે: "બાપા, હું મોટો થઈશ ત્યારે મને ય નાવા જવા દેશો ને ?"

ચમન કહે: "બાપા, કાલે મારો વારો."

વિષ્ણુ કહે: "આપણે તો વરસાદ પછી જ નીકળવાના."

વરસાદની વાતો કેટલો ય વખત ચાલી. વરસાદની ને દેડકાંની ને પવનની ને નદીની ને કેટલી યે વાતો ચાલી. બાપાએ વરસાદનું મહાભારત સંભળાવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Classics