STORYMIRROR

Vishwadeep Barad

Crime Thriller Tragedy

3  

Vishwadeep Barad

Crime Thriller Tragedy

૧૯.પૈસો પરમેશ્વર નથી !

૧૯.પૈસો પરમેશ્વર નથી !

4 mins
27K



‘મગન મહારાજને પાંચ વર્ષ અમેરિકા આવ્યા થયાં, આજ એમની પાસે લેક્સસ, પાંચ બેડરૂમનું આલિશાન મકાન અને બે ભાડે આપેલ મકાન છે. અને આપણે આ દેશમાં દસ વર્ષથી છીએ પણ હજું આપણી પાસે દસ વર્ષ જુની કાર છે અને એપાર્ટમેન્ટમાં રહીએ છીએ.’ મારી પત્નિ રાગિની હંમેશા શહેરના પ્રખ્યાત કથાકાર, પંડિત મગન-મહારાજનો દાખલો આપ્યા કરે.

રાગિનીને હંમેશા સમજાવાની કોશિષ કરતો. ‘પંડિત કે કથાકારને તો શુક્ર, શની અને રવિવારે ઘરમાં કોઈ રસોઈ બનાવવાની જ નહી. કોઈને ત્યાં કથા કહેવાની હોય, તો કોઈને ત્યાં ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં જવાનું, રોકડાં વિકેન્ડમાં ૨૦૦-૩૦૦ ડોલર્સ કમાવવાના કોઈ ટેક્ષ પણ ભરવાનો નહી. ઉપરાંત જ્યાં પ્રસંગ હોય ત્યાં જમી લેવાનું. ખરૂ કહું તો આ ધંધો ખોટો નથી પણ આપણે ક્યાં બ્રાહ્મણ છીએ? આ બધી વિધી આપણે ના કરી શકીએ. એતો બ્રાહ્મણનો જ જન્મ-સિદ્ધ હક્ક છે. જોને અહીં ગામમાં પણ એમનું એસોશિએશન ચાલે છે. ‘લગ્ન કરાવવા હોય તો ૧૫૦૦થી ૨૦૦૦ ડોલર્સ, મરણ-વિધિના ૨૫૦, શ્રીમંતના ૫૦૦.૦૦ વાસ્તુ હવનના ૨૦૦૦.૦૦, ઉપરાંત આરતીમાં ૧૦૦-૨૦૦ રોકડાં,સિધુ-સામાન, ચોખા-લોટ, મગ-કાજુ-બદામ ફ્રુટ્સ બધુંજ એમને ફાળે જાય. ઘરે ભાગ્ય જ કોઈ ગ્રોસરી લાવવી પડે.

મગન મહારાજ પાંચ વર્ષ પહેલા આવેલ, બહું ભણેલા નહી. એક રન-ડાઉન મોટેલમાં નોકરી શરૂ કરેલ જે બહું સારી મોટેલ નહોતી. કલાકના રેઈટ પર ભાડે આપતી મોટેલમાં ડ્ર્ગ્સ, પ્રોસ્ટીટ્યુટશન વિગેરે ધંધા ચાલે. મગન મહારાજ મોટેલ ઉપરાંત કથા અને ધાર્મિક પ્રસંગોમાં સારી એવી રોકડી રકમ કમાઈ એકજ વર્ષમાં મોટેલ ખરીદી લીધી. ધાર્મિક પ્રસંગોમાં માનવતા-દયા-પ્રેમ, પાપ-પૂર્ણની વાતો કરનારા પોતાની મોટેલમાં પાપ-પુણ્યને નેવે મુકી ધુમ કમાણી કરવા લાલચું બની ગયાં. ધર્મ માત્ર પુસ્તક અને ઉપદેશમાં. કપાળ પર તિલક, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી સજ્જન બ્રાહ્મણ દેખાતા મહારાજના મનમાં નરી ગંદકી ખદબદે!

મગન મહારજને અહીં આવ્યા ત્યારે કોઈએ કહ્યું. “મગન, તું તો બ્રાહ્મણનો દિકરો છે કર્મ-કાંડની વિધી શિખી જા બસ પછી જો પૈસો તારા ચરણ ચૂમસે. આ શહેરમાં લોકોને બ્રાહ્મણની જરુર હોય ત્યારે કર્મકાંડની વિધી કરતા મહારાજ એટલા બીઝી હોય છે કે તેની એપોન્ટમેન્ટ પણ નથી મળતી. બસ મગન-માહરાજે ભારતથી થોડા પુસ્તક મંગાવ્યા અને થોડું સંસ્કૃત શીખી લીધું, કોઈ વાર સંસ્કૃતના શ્ર્લોકોમાં લોચા મારે પણ અહીં સંસ્કૃત જાણનારા કેટલાં? ધંધો ધમ-ધોકાર ચાલવા લાગ્યો. એક મોટેલમાંથી બે મોટેલ, માણસો હાયર કરી ગેર-નિતીથી મોટોલોના ધંધામાં અપાર આવક થવા લાગી. પોલીસે એક બે-વખત દરોડો પાડેલ , તેમના પર કેઈસ ચાલેલ પણ સારા લોયર અને દંડભરી પાછા જુનાવેશમાં આવી જાય!

મગન મહારાજે મોટૅલમાં થતી ગેર-નિતીની આવક દેશમાં મોકલી અને દેશમાં બે બંગલા-કાર અને બેંકમાં પોતાના સાળાને નામે કરોડો રોકડા જમા કરાવેલ છે.અમેરિકા જેવો સમૃદ્ધ, પ્રમાણિકતા, નમ્રતા અને જ્યાં નિતી-નિયમ પાલન પ્રમાણે જીવતી પ્રજા વચ્ચે આવી લક્ષ્મીના મોહપાસમાં ફસાઈ પડેલા બસ સઘળું લુટીં લઈ રાતો રાત કરોડોપતિ બનવાનું સ્વપ્ન સેવતા મગન મહારાજ જેવા ઘણાં છે જે પૈસાને પરમેશ્વર માને છે. માત્ર લક્ષ્મીની પુજાજ કરે. ખરે ખર લક્ષ્મીદેવી તો માનવીના જીવનમાં પ્રેમ, દયા, સંતોષ અને આનંદનો વૈભવ અને સમૃદ્ધિ આપે. પૈસો નહી!

‘ડેડી,મારે પણ તમારી સાથે આવવું છે. મગન મહારાજની દસ વર્ષની પિન્કી બોલી..બેટી,હું બે કલાકમાં મોટેલમાંથી કેશ (રોકડ રકમ) લઈ પાછો આવી જઈશ. રાત્રીના આઠ વાગ્યા છે અને મોટેલનો એરિયા પણ સારો નથી. ના ડેડી મારે આપણે નવી લેક્ષસમાં રાઈડ લેવી છે..એમ કરોને હું પણ સાથે આવું એટલે કંપની રહે. મગન મહારાજની પત્નિ રુપા બોલી. અમો બન્ને જણાં આખો દિવસ ઘરમાં રહી બૉર થઈ ગયાં છીએ.’ ‘ ઑકે!’

ઘરેથી મોટેલનો રસ્તો એકાદ કલાકનો હતો. રાઈટ બાય હાઈવે ૧૫ અને ડરબી ડ્રાઈવ. ‘તમો બન્ને કારમાં બેસો હું હમણાંજ કેશિયર પાસેથી કેશ લઈ આવ્યો! મગન-મહારાજ મોટેલના પાર્કિગ લોટમાં પાર્ક કરી મોટેલની અંદર ગયાં. કેશિયર મોની પણ દેશી હતી તેણીએ ૧૦,૦૦૦ ડોલર્સ કેશ એક કપડાની થેલીમાં આપ્યા.

બે-દિવસ બાદ મોટેલમાં પ્લમબીંગ પ્રોબ્લેમ થવાથી મોનીએ મગન-મહારાજને ઘેર ફોન કર્યો, ખાલી રીંગ વાગે રાખી. તેમના સેલપર ફોન કર્યો કોઈ જવાબ નહી. મોનીને ચિંતા થવા લાગી મોટેલ પર કોઈને રાખી મગન-મહારાજને ઘરે આવી. ડૉર-બેલ માર્યા, કોઈ જવાબ નહી. મોનીએ પોલીસને ફોન કર્યો દશ મિનિટમાં આવી ગઈ. ડોર તોડી અંદર ગઈ. કોઈ ઘરમાં નહોતું! મોની પાસે વિગત માગી. મોનીએ કહ્યું. બે દિવસ પહેલા મગન-મહારાજ રાત્રે મોટેલ પર કેશ લેવા આવેલ અને મેં તેમને બીઝનેસનાં ૧૦,૦૦૦ ડોલર્સ કેશ આપેલ અને મગન-મહારાજના કહેવા મુજબ તેમની સાથે તેમની વાઈફ અને ૧૦ વર્ષની દીકરી પણ કારમાં હતી.

પોલીસ, ટીવી એન્કર, ન્યુઝ-મિડિયા દ્વારા આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા. ‘મોટેલ-માલિક મગન-મહારાજ તેમના ફેમિલી સાથે લાપત્તા’ તેમની કારનું વર્ણન, તેમ જ મગન-મહારાજ-પત્નિ રુપા અને પિન્કીનો ફોટો ટીવી અને ન્યુઝ-પેપર્સેમાં આવી ગયાં..સમગ્ર ઈન્ડિયન કોમ્યુનિટીમાં હાહાકાર મચી ગયો. પણ મગન મહારાજ કે એમના ફેમિલીના કોઈ સમાચાર મળ્યા નહી.

અઠવાડિયા પછી એક સમાચારે આખી ઈન્ડિયન કોમ્યુનિટીને શોક આપી ચોકાવી દીધા.'શહેરથી ૫૦ માઈલ દૂર ડીયર-હન્ટીંગ એરિયા પાસે એક ડિયર-હન્ટરને બળેલી લેક્ષસ કાર પાસે ત્રણની લાશ જોઈ અને એણે તુરતજ પોલીસને જાણ કરી. સ્ત્રી અને દસ વર્ષની બાળકી પર હત્યાચાર અને બળાત્કાર કરી અર્ધ-નગ્નઅવ્સ્થામાં છોડી દીધેલ તેમજ કલોઝ રેઈન્જથી ત્રણેને શુટ કરવામાં આવેલ છે ઉપરાંત ૧૦,૦૦૦ ડૉલર્સ લઈ લાપત્તા થયેલ ગુનેગારની તપાસ પૉલીસે હાથ ધરી છે.’


Rate this content
Log in

Similar gujarati story from Crime