Aniruddhsinh Zala

Action Classics

4.5  

Aniruddhsinh Zala

Action Classics

10, વસુંધરાનુ સૌદર્યને વીરતાના

10, વસુંધરાનુ સૌદર્યને વીરતાના

4 mins
301


રણવીરે પોતાનો ઘોડો એ તરફ દોડાવ્યો. વેરાન લગતા આ વેરાઈ બેટ પર એકમાત્ર વેરાઈ માતાનું મંદીર હતું. કુંવર ઘણીવાર અહી દર્શન કરવા આવતાં હતાં. કુંવરને લાગ્યુ કદાચ કોઈ ભક્તિવાન માનવી દર્શન કરવા આવ્યો હોય. પણ કુંવરની સાથેનો સૈનિક નવો બિનઅનુભવી હતો. પણ ડરપોક તો નહોતો. છતાંય સતર્ક રહેવું ખુબ જરૂરી હતું. કહેવાય છે કે કુંવરના રાજ્યની આ મરુભૂમિમાં પળે પળે એક નવા જોખમની શક્યતા રહે છે. કુંવર આગળ ઝાડીમાં વધે છે ઘોડા પરથી નીચે ઉતરી શમશેર તાણીને સાવજની ગતિએ હાલે છે.

છમમમમ. ખનનન..... કરતું એક હથિયાર કુંવરના પર આવેલ વાર ભાલો સતર્ક રણવીરે નિશાન ચુકાવ્યું. તે ભાલો હતો.. છમમમ. કરતો કે વેગથી આવ્યો ને અને કુંવરીએ નિશાન ચૂકવતાં લોહી પ્યાસો એ ભાલો સામેના પથ્થરે અથડાઈ ત્યાં ખાડો પાડી નીચે પડ્યો હતો. પણ રણવીર પોતાનો બચાવ કરતાં નીચે લથડતાં પડી ગયાં. બોરડીના કાંટાળા સુકાયેલ ડાળ પર પડતા જ અનેક તીક્ષ્ણ કાંટાઓ કુંવરના અંગમાં ઘુસી ગયાં ને કુંવરના કોમળ શરીર પર લોહીના ટસીયાં ફૂટવા લાગ્યાં. પણ કહેવાય છે ને કે,

"ભલે આફત હોય હજાર તોય મલકે મરદનાં મુખ

દુશ્મન ટોળાં સામે ઝઝૂમે એકલો એ જ ખરો રાજપૂત "

એક સાવજ ગરજે ઍમ ઘાયલ રણવીરસિંહ લલકાર કરે છે કે, "એય કાયરો તમારી જનેતાને કાં લજવો છો ? સામે આવી સામી છાતીએ લડો હુ યુદ્ધ માટે લલકાર કરું છુ. બાયલાઓ અમારી મરુભૂમિનો કે અમારા સોરઠનો કોઈ વીર રાજપૂત આવી રીતે છુપાઈને વાર ન કરે.. કોણ છો તમે નામર્દો ? સામે આવો."

રણવીરે જોયું તો તેમના સૈનિકને બાવડામાં ને પગમાં બે તીર વાગ્યાં હતાં તે ખુબ જ લોહીભીનો થયેલો ઘાયલ છતાંય લડવા કોશિશ કરતો હતો. તે સૈનિક ધાયલ છતાંય લલકારતો હતો, "બાયલાઓ સામે આવો આ મજબૂતસિંહ સામે આવીને લડો હિંમત હોય તો..!

કુંવરને ગર્વ થયો તેનાં પર. કુંવર કહે, "ધન્ય છે શૂરવીર તારી જનેતાને"

ત્યાં જ છનનન કરતું એક તીર આવ્યું તે સૈનિક તરફ પણ રણવીરે તલવારથી તડ તીરના ટુકડા કરી નાખ્યા,ને સૈનિકનો જાન બચાવ્યો. કુંવરે તે સૈનિક મજબૂતસિંહને શાંત રહેવા ક્હ્યું કેમ કે દુશ્મનો અવાજ આવે તે તરફ વાર કરતાં હતાં. કુંવરીએ નિરીક્ષણ કર્યુ કે આ તીર સામે વેરાઈ માતાનાં મંદીર પાસેથી આવ્યું હતું. મતલબ ભાલો ને તીર ચલાવનાર એક નહી અલગ અલગ લોકો છે. દુશ્મનો એક કરતાં વઘુ જ હશે.

કુંવરે તે સૈનિકનું માથેથી ફાળિયું ઉતારી ચીરીને પેલા તીર કાઢીને હાથે ને પગે લોહી નીકળતું હતું ત્યાં કસીને પાટો બધી લોહી વહેતુ બન્ધ કર્યુ. અને તેણે આરામ કરવા ક્હ્યું. પણ એ મજબૂતસિંહ કહે, "કુંવર આપને એકલાં જવા દવ તો મારી જનેતા લાજે. હુ અનુભવી નહી પણ સામે આવેલા દુશ્મનને તો જીવતો નહી જ જવા દવ." 

રણવીર કહે, "હે વીર તારુ લોહી ખુબ વહી ગયું એટલે તું ચાલી શકશે નહી પણ તું આ દુશ્મનોની જેમ જ છુપાઈને તેમને ખતમ કરતો રહેજે હુ આગળ જાઉં છુ,ને જરૂર પડે મને સાદ કરજે. ચાલો જય ભવાની કહી રણવીર આગળ વધ્યો.

કુંવર રણવીરસિંહ હવૅ સંપૂર્ણ યુદ્ધ માટે તૈયાર હતાં. ગમે તેવો દુશમન આવે આ જુવાનીમાં ડગમાંડતા પરાક્રમી રાજકુળના રણવીરની સામે ટકી શકે તેમ ન હતો. કેમ કે રણવીરસિંહ રોજ સવારે બે કલાક તલવારબાજી પુરા સૈન્ય સામે લડવાનો અભ્યાસ કરતો હતો. આંખે પાટા બધી પણ તલવાર ચલાવી લડવાનો અનુભવ હતો. એટલે જ તો ભાલાનો વાર ચુકવીને હેમખેમ બચી શક્યો હતો.

હવૅ બીજી તરફ પાછળ ચાંદ ઘોડાનુ પગેરું લેતા બેટ પર આવી પહોંચી. ચાંદનાં અજવાળામાં ઝાડી ને બાવળ, બોરડી, થોળ ના કાંટા જ દેખાતાં હતાં તે ઘોડા પર જ નિરીક્ષણ કરે છે. કયો માર્ગ પકડવો ? આ બેટ પર ઝાડીમાં કુંવર ગયાં હશે ? કે ઝાડીની પેલે પાર ?"

ત્યાં જ અચાનક કુંવરનો લલકાર દૂરથી સંભળાય છે. ચાંદ સતર્ક બને છે, ને પોતાનું મનગમતું ધનુષ પર બે બાણ ચડાવે છે. વનવાસી પાસે ધનુષ ચલાવાની અદ્ભૂત કલાઓ હોય તેનો ચાંદ કુંવરીએ અભ્યાસ કરેલા હતો. તેણે લાગ્યુ કે કુંવર ખતરામાં છે.

આ તરફ કુંવર મેદાને જતાં એક સાથે પાંચ તીર તેમની તરફ છનનન કરતાં આવે છે ચાર ને વેગથી કાપી નાખે છે પણ એક તીર કુંવરનાં બાવડા પર ઘસરકો કરી જય છે. લોહીની ધાર નીકળે છે. પણ રાજપૂતોની એક ખાસિયત છે કે જયારે તેમનું લોહી વહે અને તે પોતાનું લોહી જોવે ત્યારે બીજાની જેમ ડરવા કરતાં તેમનામાં વઘુ જોશ ને હિંમત આવે છે. અને આ તો રાજવંશનો રાજકુંવર હતો તેણે ત્રાડ નાખી.. "કાયરો સાવધાન!"

તેની ત્રાડ થી દૂર આવતી ચાંદ કુંવરીને ફિકર થયી કે નકકી કુંવર યુદ્ધ કરે છે ને ખતરામાં છે. તેણે તે દિશામાં ઘોડો દોડાવ્યો.

આ તરફ કુંવરે તીરો ની સામે સાવજની જેમ ગર્જના કરી ચિતાની ઝડપે મંદીર તરફ દોડ્યા.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action