યુગો યુગોનો સાથ
યુગો યુગોનો સાથ
આજની રાત અડધી વીતી ગઈ છે,
હ્રદયની વાત કહેવાની હજી બાકી છે,
હવે જવાની ઉતાવળ ન કર વાલમ,
આજે મધુર મુલાકાતની વેળા છે.
મારા હ્રદયમાં પ્રેમની તડપ જાગી છે,
મનમાં આનંદના તરંગો લહેરાય છે,
તારાઓની મહેફિલ યોજી છે વાલમ,
મહેફિલમાં રંગત આવવાની બાકી છે.
તારી સાથે હ્રદયનો તાલ મેળવવો છે,
તારા શ્ચાસોની સરગમ સાંભળવી છે,
તારી ઝાંઝરનો નાદ રેલાવી દે વાલમ,
આજે પૂનમની ચાંદનીનો ઉજાશ છે.
તારા અને મારા પ્રેમનું અતુટ બંધન છે,
તારો અને મારો યુગો યુગોનો સાથ છે,
મારી "મુરલી" માં મગ્ન બની જા વાલમ,
મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)